લખાણ પર જાઓ

વિશ્વગુર્જરી પુરસ્કાર

વિકિપીડિયામાંથી
વિશ્વગુર્જરી પુરસ્કાર
પુરસ્કારની માહિતી
પ્રકાર સન્માન
શરૂઆત ૧૯૯૦
પ્રથમ પુરસ્કાર ૧૯૯૦
પુરસ્કાર આપનાર વિશ્વગુર્જરી સંસ્થા, અમદાવાદ
વર્ણન ગુજરાત એવોર્ડ, રાષ્ટ્રીય એવોર્ડ, તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ


વિશ્વગુર્જરી પુરસ્કાર એ વિશ્વગુર્જરી નામની સંસ્થા દ્વારા અપાતો પુરસ્કાર છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે ગુજરાતી મહાનુભાવોનું પુરસ્કાર દ્વારા સન્માન કરવામાં આવે છે.

અમદાવાદ સ્થિત આ સંસ્થાએ પુરસ્કારના ત્રણ વિભાગો પાડ્યા છે:

૧. ગુજરાત એવોર્ડ
૨. રાષ્ટ્રીય એવોર્ડ
૩. આંતરરાષ્ટ્રીય એવોર્ડ

પુરસ્કારની માહિતી[ફેરફાર કરો]

ગુજરાત એવોર્ડ ગુજરાતમાં રહેલા ગુજરાતીઓને અપાય છે. રાષ્ટ્રીય એવોર્ડ ગુજરાત બહાર, પરંતુ ભારતમાં કોઇ રાજ્યમાં રહેતા ગુજરાતીઓને અપાય છે તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ ભારત બહાર વસતા ગુજરાતીઓને અપાય છે. પુરસ્કાર તરીકે વિજેતાને નક્કી કરેલ રકમ, તક્તી, સન્માપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવે છે.