હીરા પાઠક
હીરા પાઠક | |
---|---|
જન્મનું નામ | હીરાબેન રામનારાયણ પાઠક |
જન્મ | હીરા કલ્યાણરાય મહેતા 12 April 1916 મુંબઈ |
મૃત્યુ | 15 September 1995 | (ઉંમર 79)
વ્યવસાય | કવિ, વિવેચક, પ્રાધ્યાપક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | પીએચ.ડી. |
માતૃ શિક્ષણ સંસ્થા | એસએનડીટી વુમન્સ યુનિવર્સિટી |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
જીવનસાથી | રામનારાયણ વિ. પાઠક |
હીરા રામનારાયણ પાઠક (૧૨ એપ્રિલ ૧૯૧૬-૧૫ સપ્ટેમ્બર ૧૯૯૫) (જન્મે: હીરા કલ્યાણરાય મહેતા), ગુજરાતી કવિ અને વિવેચક હતા. તેઓ ગુજરાતી લેખક રામનારાયણ વિ. પાઠકના પત્ની હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૧૨ એપ્રિલ ૧૯૧૬ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે ૧૯૩૩માં મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૯૩૬માં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ની પદવી મેળવી. ૧૯૩૮માં તેણીએ તેમના સંશોધન આપણું વિવેચન સાહિત્ય માટે પી.એચડી.ની પદવી મેળવી. તેઓ ૧૯૩૮થી ૧૯૭૨ સુધી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા હતા. ૧૯૭૦-૭૧ દરમિયાન તેઓ ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ રહ્યા હતા તેમજ થોડા વર્ષો માટે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપ-પ્રમુખ રહ્યા હતા.[૧]
તેઓ ગુજરાતી લેખક રામનારાયણ પાઠક સાથે તેમના બીજા પત્ની તરીકે પરણ્યા હતા. તેમને કોઇ સંતાન નહોતું.[૨] ૧૫ સપ્ટેમ્બર ૧૯૯૫ના રોજ કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું.[૧]
સર્જન
[ફેરફાર કરો]તેમણે તેમના દિવંગત પતિ રામનારાયણને સંબોધેલ બાર કરુણપ્રશસ્તિકાવ્ય કવિતાઓનો સંગ્રહ પરલોકે પત્ર (૧૯૭૮) પ્રકાશિત કર્યો હતો. તેમણે અત્યંત વખણાયેલા વિવેચન સર્જન લખ્યા હતા, જેમાં આપણું વિવેચનસાહિત્ય (૧૯૩૯) અને કાવ્યભાવન (૧૯૬૮) નો સમાવેશ થાય છે.[૩][૨]
તેમનું અન્ય વિવેચન સર્જન પરિબોધના (૧૯૮૦) છે. ગવાક્ષદીપ (૧૯૭૯) ચિંતનસભર શ્લોકો પરના ભાષ્યલેખો છે. ચંદ્રચંદ્રાવતીની વાર્તા (૧૯૬૮), સાહિત્ય-આસ્વાદ (૧૯૭૩), કાવ્યસંચય (અન્ય સાથે, ૧૯૮૧) વગેરે એમનાં સંપાદનો છે.
પુરસ્કારો
[ફેરફાર કરો]પરલોકે પત્ર માટે તેમને ૧૯૬૮-૧૯૭૨નો નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૭૦-૭૧નો ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યું હતું. ૧૯૭૪માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૯૫માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "હીરાબેન પાઠક, ગુજરાતી સાહિત્ય પરિષદ". Hiraben Pathak, Gujarati Sahitya Parishad. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૭.
- ↑ ૨.૦ ૨.૧ "Beyond The Beaten Track - Ramnarayan Pathak". Gujaratilexicon.com. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૭.
- ↑ Nalini Natarajan; Emmanuel Sampath Nelson (૧૯૯૬). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ ૧૨૪. ISBN 978-0-313-28778-7. મેળવેલ ૮ માર્ચ ૨૦૧૭.