સપ્ટેમ્બર ૧૫
Appearance
૧૫ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૩૫ – બિગલ જહાજ, ચાર્લસ ડાર્વિનને લઇ ગાલાપાગોસ ટાપુઓ પર પહોંચ્યું.
- ૧૮૮૩ – મુંબઇ, ભારતમાં, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપના થઇ.
- ૧૯૩૫ – નાઝી જર્મનીએ નવો સ્વસ્તિક સાથેનો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.
- ૧૯૪૮ – ભારતીય સેનાએ ઓપરેશન પોલોના ભાગરૂપે જલ્ના, લાતુર, મોમિનાબાદ, સુર્યાપેટ અને નરકટપલ્લી શહેરો પર કબજો કર્યો.
- ૧૯૫૨ – સંયુક્ત રાષ્ટ્રએ ઇરિટ્રિયાની ઇથોપિયાને સોંપણી કરી.
- ૧૯૫૯ – ભારતની રાષ્ટ્રીય પ્રસારણ સેવા દૂરદર્શનનું દિલ્હીમાં પ્રથમ વખત લોકાર્પણ કરવામાં આવ્યું.
- ૧૯૫૯ – નિકિતા ખ્રુશ્ચેવ અમેરિકાની મુલાકાત લેનાર પ્રથમ સોવિયેત નેતા બન્યા.
- ૧૯૭૧ – અલાસ્કામાં આગામી કેન્નિકિન પરમાણુ શસ્ત્ર પરીક્ષણના વિરોધમાં પ્રથમ ગ્રીનપીસ જહાજ વેનકુવરથી રવાના થયું.
- ૨૦૦૦ – સત્તાવાર રીતે XXVII ઓલિમ્પિયાડની રમતો તરીકે ઓળખાતા ગ્રીષ્મ ઓલિમ્પિક્સની ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ખાતે શરૂઆત થઈ.
- ૨૦૦૮ – લેહમેન બંધુઓએ નાદારી જાહેર કરી, અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી નાદારી નોંધાઈ.
- ૨૦૨૦ – બહેરીન-ઇઝરાયલ સામાન્યીકરણ સમજૂતી પર વોશિંગ્ટન, ડી.સી. ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ સંધિથી ઈઝરાયલ અને બે આરબ રાષ્ટ્રો, સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન વચ્ચેના સંબંધોને સામાન્ય બન્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૬૦ – એમ. વિશ્વેશ્વરૈયા, ભારતીય ઇજનેર, વિદ્વાન અને મૈસૂર રાજ્યના દિવાન (અ. ૧૯૬૨)
- ૧૮૭૬ – શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય, બંગાળી નવલકથાકાર (અ. ૧૯૩૮)
- ૧૮૯૦ – અગાથા ક્રિસ્ટી, અંગ્રેજી ગુન્હા (ક્રાઇમ) વાર્તાઓના લેખક (અ. ૧૯૭૬)
- ૧૯૦૯ – સી. એન. અન્નાદુરાઈ, ભારતીય શિક્ષક અને રાજકારણી, તમિલનાડુના ૭મા મુખ્યમંત્રી (અ. ૧૯૬૯)
- ૧૯૧૫ – કરમસિંહ, ભારતીય ભૂમિસેનાના પરમવીર ચક્ર વિજેતા સૈનિક (અ. ૧૯૯૩)
- ૧૯૩૯ – સુબ્રમણ્યમ સ્વામી, ભારતીય રાજકારણી, અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૯૫ - હીરા પાઠક, ગુજરાતી કવિ અને વિવેચક (જ. ૧૯૧૬)
- ૨૦૦૦ – નારાયણ સ્વામી (ભજનિક) (જ. ૧૯૩૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર September 15 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.