લખાણ પર જાઓ

દૂરદર્શન

વિકિપીડિયામાંથી
દૂરદર્શન
ચિત્ર:Doordarshan-symbol.png
પ્રકારરાષ્ટ્રીય ટીવી ચેનલ
દેશભારત
શરૂઆતની તારીખ૧૫/૯/૧૯૫૯
મુખ્યાલયનવી દિલ્હી
શરૂ તારીખ૧૫/૯/૧૯૫૯
ચિત્ર ફોર્મેટ480i (16:9 SDTV) 720p (HDTV)
ભાષાહિન્દી
વેબસાઇટhttp://ddindia.gov.in


દૂરદર્શન (Hindi: दूरदर्शन) એ ભારતનું જાહેર જનતા માટેનુ ટેલિવિઝન "બ્રોડકસ્ટ" છે. જે "પ્રસારભારતી" નો એક વિભાગ છે, જે ભારત સરકારનીં જાહેર સેવા નો એક ભાગ છે. જે સ્ટુડિઓ અને ટ્રાન્સમિટર ની દ્રષ્ટીએ દુનીયાની સૌથી મોટી પ્રસારણ સંસ્થા છે. હાલમાંજ તેણે ડિઝીટલ ટ્રાંસમેશન ની શરૂઆત પણ કરી છે. સપ્ટેમ્બર ૧૫,૨૦૦૯ નાં દિવસે દુરદર્શને ૫૦ વર્ષ પુરા કર્યા છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

દુરદર્શનની શરૂઆત પ્રાયોગીક ધોરણે ઇ. સ. ૧૯૫૯ના વર્ષમાં દિલ્હીના આકાશવાણી ભવનમાં એક અસ્થાઇ સ્ટુડિઓ ખાતેથી કરવામાં આવી હતી, કેમકે તેનું અલાયદું મકાન ન હતું. શરૂઆત થઇ ૫૦૦ વોટની ક્ષમતા વાળા એક નાના ટાવરથી જેની રેંજ ફક્ત ૨૫ કિલોમીટર હતી. જેનું નિયમીત પ્રસારણ આકાશવાણીના એક પેટા વિભાગ તરીકે સપ્ટેમ્બર ૧૫, ૧૯૫૯ના દિવસે શરૂ થયું હતું. શરૂઆતનાં વર્ષોમાં તેનું પ્રસારણ અમુક સમય પુરતું જ અને સામાન્ય હતું.

ફેલાવો અને વિકાસ

[ફેરફાર કરો]

પ્રથમ પ્રસારણ સેવા શરૂ થયા બાદ ભારત દેશના શક્ય એટલા પ્રદેશને ટેલિવિઝન સાથે જોડવા માટે શક્ય એટલી ઝડપથી લો-ટ્રાંસ્મીટર મુકવાનું ચાલુ થયું, જેનો આંકડો ૧,૪૦૦ સુધી પહોંચ્યો, જે આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે. ઇ. સ. ૧૯૭૬ સુધી આકાશવાણીના એક પેટા વિભાગ તરીકે રહ્યા બાદ દૂરદર્શનની અલગ સેવા ચાલુ કરવામાં આવી હતી. શરૂઆતનાં વર્ષોમાં લગભગ ઇ. સ. ૧૯૭૫ સુધી તે ભારતનાં મુખ્ય સાત શહેરો સુધી પ્રસરી ચુક્યું હતું. શરૂઆતમાં દુરદર્શન વ્યવસાયિક જાહેરાત લેતું ન હતું, કેમ કે ટેલિવિઝનને તેણે માત્ર શિક્ષણનું માધ્યમ ગણ્યું હતું, પરંતુ વખત જતાં તેણે પોલીસી બદલી અને જાન્યુઆરી ૧, ૧૯૭૬ નાં રોજ તેણે ગ્વાલિયર સૂટિંગની પ્રથમ જાહેરાત કરી.

સમય બદલાયો અને ૧૯૮૨ માં કલર ટેલિવિઝનનું આગમન થતા તેણે એપ્રિલ ૨૫, ૧૯૮૨ના રોજ પહેલું કલર પ્રસારણ સત્યજીત રેની ફિલ્મ "શતરંજ કે ખિલાડી" થી કર્યું. આજ સમયગાળા દરમ્યાન તેણે ઈન્દિરા ગાંધીના સુચન અનુસાર મનોહર શ્યામ જોષી લીખીત "હમ લોગ" સિરિયલ ચાલુ કરી જેનું પ્રસારણ છેક ડિસેમ્બર ૧૭, ૧૯૮૫ સુધી ચાલ્યું હતું. ત્યાર બાદ તેના પર "રામાયણ" અને "મહાભારત" જેવી સિરિયલોનો દોર શરૂ થયો, જેણે દેશ ભરમાં ધુમ મચાવી હતી.

ઇ. સ. ૧૯૯૧ માં અખાતી યુધ્ધનાં જીવંત દ્રશ્યો તેણે પ્રથમ વાર પ્રસારિત કર્યા હતાં અને વખતો વખત દુરદર્શન તેનાં પ્રસારણમાં વિવિધતા અનેં આધુનીકતા લાવી રહ્યું છે. આજે દુરદર્શન સેટેલાઇટ દ્વારા વિશ્વનાં કુલ ૧૪૬ દેશોમાં પ્રસારિત થાય છે. અન્ય કોઇ ચેનલ આટલું મોટું નેટવર્ક કે શાખા ધરાવતા નથી.

દુરદર્શનનાં જાણીતા કાર્યક્રમો

[ફેરફાર કરો]
ચિત્ર:Doordarshan1.jpg
દુરદર્શન નાં કાર્યક્રમો

દૂરદર્શનની ચેનલો

[ફેરફાર કરો]
  • રાષ્ટ્રીય
  1. DD National
  2. DD News
  3. DD-Rajya Sabha
  4. DD-Lok Sabha
  5. DD Sports
  6. DD Bharti
  • સ્થાનિક
  1. DD Bangla
  2. DD Chandana
  3. DD Kashmir
  4. DD Urdu
  5. DD Punjabi
  6. DD NorthEast
  7. DD Sahyadri
  8. DD Girnar
  9. DD Malayalam
  10. DD Podhigai
  11. DD Saptagiri
  12. DD Odia

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]