ઓક્ટોબર ૩૦
Appearance
૩૦ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૨૮ – સાયમન કમિશનની લાહોર મુલાકાતના વિરોધમાં લાલા લાજપતરાયે એક અહિંસક પ્રદર્શનનું નેતૃત્ત્વ કર્યું
- ૧૯૮૩ – સાત વર્ષના લશ્કરી શાસન પછી આર્જેન્ટિનામાં પ્રથમ લોકશાહી ચૂંટણીઓ યોજાઈ.
- ૧૯૯૫ – ક્વિબેકના નાગરિકોએ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અંગેના તેમના બીજા લોકમતમાં કેનેડાના એક પ્રાંત તરીકે રહેવાની તરફેણમાં (૫૦.૫૮% થી ૪૯.૪૨%) મત આપ્યા.
- ૨૦૧૪ – સ્વીડન પેલેસ્ટાઇનના રાજ્યને સત્તાવાર રીતે માન્યતા આપનાર પ્રથમ યુરોપિયન યુનિયન સભ્ય રાષ્ટ્ર બન્યું.
- ૨૦૨૨ – ૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટના: મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલો રાહદારી ઝૂલતો પુલ તૂટી પડ્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૫૩ – પ્રમથનાથ મિત્ર, બંગાળી ભારતીય બેરિસ્ટર અને રાષ્ટ્રવાદી (અ. ૧૯૧૦)
- ૧૮૮૭ – સુકુમાર રે, ભારતીય-બાંગ્લાદેશી લેખક, કવિ અને નાટ્યકાર (અ. ૧૯૨૩)
- ૧૯૦૯ – હોમી ભાભા, ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા (અ. ૧૯૬૬)
- ૧૯૪૯ – રંજના પ્રકાશ દેસાઈ, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ
- ૧૯૫૮ – ફૂલચંદ ગુપ્તા, હિંદી અને ગુજરાતી ભાષાના કવિ, લેખક અને અનુવાદક
- ૧૯૬૨ – કર્ટની વોલ્સ, વેસ્ટ ઇન્ડિઝનો ક્રિકેટ ખેલાડી
- ૧૯૯૫ – જાનકી બોડીવાળા, ભારતીય મોડેલ અને ગુજરાતી ફિલ્મ તથા થિયેટર અભિનેત્રી
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૮૩ – મહર્ષિ દયાનંદ, ક્રાંતિકારી સમાજસુધારક (જ. ૧૮૨૪)
- ૧૯૭૪ – બેગમ અખ્તર, "મલ્લિકા-એ-ગઝલ" (ગઝલની રાણી) તરીકે ઓળખાતા ભારતીય ગાયિકા અને અભિનેત્રી (જ. ૧૯૧૪)
- ૨૦૦૩ – સુભદ્રા જોશી, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસદસભ્ય (જ. ૧૯૧૯)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- થેવર જયંતિ (તામિલનાડુ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૬-૨૦ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 30 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.