ફૂલચંદ ગુપ્તા

વિકિપીડિયામાંથી
ફૂલચંદ ગુપ્તા
૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ સાબરગ્રામ મહાવિદ્યાલય, પ્રાંતિજ ખાતે ફૂલચંદ ગુપ્તા.
૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ સાબરગ્રામ મહાવિદ્યાલય, પ્રાંતિજ ખાતે ફૂલચંદ ગુપ્તા.
જન્મફૂલચંદ જગતનારાયણ ગુપ્તા
(1958-10-30) 30 October 1958 (ઉંમર 65)
અમરાઈગાંવ, રુદૌલી, ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ
વ્યવસાયકવિ, લેખક, અનુવાદક
ભાષાગુજરાતી, હિન્દી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • વાણિજ્ય સ્નાતક
  • એમ.એ.
  • પીએચ.ડી.
માતૃ શિક્ષણ સંસ્થા
સાહિત્યિક ચળવળગુજરાતીમાં દલિત સાહિત્ય
નોંધપાત્ર પુરસ્કારોસફદર હાશ્મી પુરસ્કાર (૨૦૦૦)
સક્રિય વર્ષો૧૯૭૩ - વર્તમાન.
જીવનસાથી
શકુન ગુપ્તા (લ. 1982)
સંતાનો
સહી

ફૂલચંદ ગુપ્તા (જન્મ ૩૦ ઓક્ટોબર ૧૯૫૮) એ ભારતીય હિંદી અને ગુજરાતી ભાષાના કવિ, લેખક અને અનુવાદક છે. તે ભારતના ગુજરાત રાજ્યના હિંમતનગરના રહેવાસી છે. ગુજરાતી દલિત સાહિત્યમાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજ્યની હિંદી સાહિત્ય અકાદમીએ તેમને તેમના પુસ્તક ખ્વાબ્વાગાહોં કી સદી હૈ માટે ૨૦૧૩માં પુરસ્કાર એનાયત કર્યો હતો. તેમને ઇસી માહોલ મે પુસ્તક માટે શફદર હાશ્મી પુરસ્કાર (૨૦૦૦) મળ્યો હતો.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના ફૈઝાબાદ જિલ્લાના રૂદૌલી શહેરના અમરાઇગાંવમાં જગતનારાયણ અને સાવિત્રીદેવીને ત્યાં થયો હતો. તેમણે ૧૯૬૯માં અમરાઇગાંવ પ્રાથમિક શાળામાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું.[૧] ૧૯૭૦માં તેઓ અમદાવાદ આવ્યા અને જનતા હિન્દી હાઈસ્કૂલ, નરોડામાંથી પોતાનું શાળાકીય ભણતર (જૂની એસએસસી,૧૯૭૪) પૂર્ણ કર્યું. તેમણે ૧૯૭૮માં સરદાર વલ્લભભાઇ પટેલ વાણિજ્ય મહાવિદ્યાલય, અમદાવાદમાંથી સ્નાતકની પદવી મેળવી. તેઓએ ૩ વર્ષ સાયકલ ફેક્ટરીમાં કામ કર્યું.

૧૯૮૨માં તેઓ અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાં જોડાયા અને ૧૯૮૫માં અંગ્રેજી સાહિત્યમાં બેચલર ઓફ આર્ટ્સની પદવી મેળવી. ૧૯૮૭માં ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લેંગ્વેજમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની પદવી મેળવી હતી. તે જ વર્ષે તેમણે અમદાવાદના ભવન સેન્ટરમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક ડિપ્લોમા કર્યું. ૧૯૯૩માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં માસ્ટર ઓફ આર્ટ્સ ની પદવી મેળવી. ૨૦૧૩માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમના સંશોધન કાર્ય માટે પીએચ.ડી.ની પદવી મેળવી હતી. તેમણે ઉત્તમભાઈ પટેલના નેતૃત્વમાં આ સંશોધન કાર્ય કર્યું હતું[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

ગુપ્તાએ પોતાની કારકિર્દીની શરૂઆત ૧૯૮૦માં અમદાવાદની એક ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીમાં કારકુન તરીકે કરી હતી. ૧૯૮૭થી ૧૯૮૮ દરમિયાન, તેમણેયંગ ઇન્ડિયામાં પત્રકાર તરીકે સેવા આપી હતી. ૧૯૮૯માં, તેઓ પ્રાંતિજમાં આવેલા સાબરગ્રામ વિદ્યાપીઠ, સોનાસણ ખાતે અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક તરીકે જોડાયા.

તેમણે શાળાના દિવસોમાં કવિતાઓ લખવાનું શરૂ કર્યું. તેમની પ્રથમ કવિતા ૧૯૭૩માં પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ, તેમના લખાણો હંસા, સમકાલીન ભારતીય સાહિત્ય, અંગ્રેજી સાહિત્ય, નિરીક્ષક, નવનીત સમર્પણ અને કુમાર સહિત ગુજરાતી અને હિન્દી સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થયા. તેમણે પ્રાંતિજ આવ્યા બાદ ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું.[૨]

સર્જન[ફેરફાર કરો]

તેમણે હિન્દી અને ગુજરાતીમાં કવિતાઓ, ટૂંકી વાર્તાઓ અને નિબંધો લખ્યા છે. તેઓ હિન્દી સાહિત્યમાં ક્રાંતિકારી કવિ તરીકે જાણીતા છે.

હિંદીમાં તેમનો પહેલો કાવ્યસંગ્રહ ઇસી માહોલ મેં ૧૯૯૭માં પ્રકાશિત થયો હતો. સાંસત મેં હૈ કબુતર (૨૦૦૩), કોઈ નહીં સુનાતા આગ કે સંસ્મરણ (૨૦૦૬), ખ્વાબગાહો કી સદી હૈ (૨૦૦૯), રાખ કા ઢેર (૨૦૧૦ ), મહાગાથા (૨૦૧૧), કોટ કી જેબ સે ઝાંકતી પૃથ્વી (૨૦૧૨), દીનુ ઓર કૌવે (૨૦૧૨), ઝરને કી તરહ (૨૦૧૩), ફૂલ ઓર તિતલી (૨૦૧૪), આરઝૂ-એ-ફૂલચંદ (૨૦૧૫), પ્રથમ દશક કે ઉપન્યાસ ઓર મુક્તિ ચેતના (૨૦૧૬) તેમના અન્ય પ્રકાશિત પુસ્તકો છે. તેમણે રઘુવીર ચૌધરીની નવલકથાઓ 'લાગણી'નો 'લગાવ' તથા 'ઇચ્છાવર'નો 'દરાર' નામે ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદ કર્યો છે.[૩]

પુરસ્કાર[ફેરફાર કરો]

ગુજરાત રાજ્યના હિંદી સાહિત્ય અકાદમી દ્વારા ફૂલચંદ ગુપ્તાને મળેલા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક

તેમણે ૨૦૦૦માં તેમના પુસ્તક ઇસી માહોલ મે (૧૯૯૭) માટે શફદર હાશ્મી પુરસ્કાર જીત્યો હતો. ગુજરાત રાજ્યના હિંદી સાહિત્ય અકાદમીએ ૨૦૧૪માં તેમના પુસ્તક ફૂલ ઓર તીતલી માટે તેમને પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.[૪]

પરિવાર[ફેરફાર કરો]

તેમણે ૧૯૮૨માં શકુન ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી પલ્લવી અને બે પુત્રો સિદ્ધાર્થ અને રૂચિર છે. તે વર્તમાનમાં હિંમતનગર ખાતે રહે છે.[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. प्रजापति, डॉ. अमृत (2015). शब्द, अर्थ और भावार्थ (હિન્દીમાં) (1st આવૃત્તિ). अहमदाबाद: डॉ. अमृत प्रजापति प्रकाशन. પૃષ્ઠ 20. ISBN 978-93-80125-73-2.
  2. ૨.૦ ૨.૧ દેસાઈ, મનોજ (2014). જનવાદી કવિ ફૂલચંદ ગુપ્તા. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ 10–12. ISBN 978-93-5108-190-6.
  3. ૩.૦ ૩.૧ Prajapati, Amrut (2014). Shabda, Artha Aur Bhavartha (A Study of Poems by Phoolchand Gupta). Ahmedabad: Rangdhwar Prakashan. ISBN 978-93-80125-73-2.
  4. Prajapati, Amrut (June 2014). "Shilao Ke Niche Kasmasate Swapna (article about Phoolchand Gupta)". Vishwagatha. Uttar Pradesh: Pankaj Trivedi. ISSN 2347-8764.