લખાણ પર જાઓ

પ્રાંતિજ

વિકિપીડિયામાંથી
પ્રાંતિજ
—  નગર  —
પ્રાંતિજનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°26′18″N 72°51′26″E / 23.43842°N 72.85718°E / 23.43842; 72.85718
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
વસ્તી ૨૨,૩૦૬ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
૧૮૭૭ના અમદાવાદ જિલ્લાના નકશામાં પ્રાંતિજ

પ્રાંતિજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

પ્રાંતિજ નગર ભૌગોલિક રીતે ૨૩.૪૩૮૪૨° N ૭૨.૮૫૭૧૮° E[]. પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઉંચાઇ ૯૯ મીટર (૩૨૮ ફૂટ) જેટલી છે.

૨૦૦૧ની વસતી ગણતરી પ્રમાણે[] પ્રાંતિજની વસતી ૨૨,૩૦૬ વ્યક્તિઓની હતી. જેમાં પુરુષો ૫૨% અને સ્ત્રીઓ ૪૮% હતી. પ્રાંતિજની સરેરાશ સાક્ષરતા ૭૦% હતી જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતાં વધુ હતી. પુરુષોમાં સાક્ષરતા દર ૭૭% અને સ્ત્રીઓમાં ૬૨% હતો. વસતીના ૧૨% વ્યક્તિઓની ઉંમર ૬ વર્ષ કરતાં ઓછી હતી.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

પ્રાંતિજ ખાતે મારકન્ડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દર વર્ષે ગોકુળ અષ્ટમીના દિવસે મેળો ભરાય છે. આ ઉપરાંત અહીં અન્ય પવિત્ર સ્થળો સ્વામીનારાયણ મંદિર, વૈષ્ણવ સંપ્રદાયનું શેઠજીનું મંદિર, હરિહરેશ્વર મહાદેવ, જબેશ્વર મહાદેવ, બ્રહ્માણી માતા, જુમ્મા મસ્જીદ તેમ જ નગીના મસ્જીદ પણ આવેલાં છે.

પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજ અને સલાલ ખાતે પાવર સ્ટેશન આવેલાં છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Falling Rain Genomics, Inc - Parantij
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ સંગ્રહિત માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.