રંજના પ્રકાશ દેસાઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રંજના પ્રકાશ દેસાઈ
જન્મની વિગત૩૦ ઓક્ટોબર, ૧૯૪૯
વ્યવસાયભારતીય સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ
સક્રિય વર્ષ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૧ – ૨૯ ઓક્ટોબર ૨૦૧૪
જીવનસાથીપ્રકાશ દેસાઈ

ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ (ઓક્ટોબર ૩૦, ૧૯૪૯) સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૧ના દિવસે તેમને આ પદ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શ્રીમતી દેસાઈનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૯૪૯ના દિવસે થયો હતો. તેઓ ૧૯૭૦ના વર્ષમાં એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈ ખાતેથી આર્ટસના વિષયોમાં સ્નાતક થયા હતા અને ૧૯૭૩ના વર્ષમાં સરકારી લો કોલેજ, મુંબઈ ખાતેથી કાનૂન (લો)ના વિષયમાં સ્નાતક થયા હતા. તેઓ ૩૦ જુલાઈ ૧૯૭૩ના દિવસેથી કાનૂની વ્યવસાયમાં જોડાયા હતા. ૧૯૭૯ના વર્ષમાં તેમની સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ૧૯૮૬ના વર્ષમાં નિવારક નજરબંધીના મામલા માટે વિશેષ લોક અભિયોજકના રૂપમાં તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ૧ નવેમ્બર ૧૯૯૫ના દિવસે સરકારી અધિવક્તા, બચાવ (અપીલ) પક્ષ, મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના પદ પર નિમાયા હતા અને એપ્રિલ ૧૫, ૧૯૯૬ના રોજ તેમને મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર ૧૩, ૨૦૧૧ના રોજ તેમની નિમણૂક સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના ન્યાયાધીશ તરીકે કરવામાં આવી હતી.[૧]

મહત્વના ચુકાદાઓ[ફેરફાર કરો]

૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ, ત્રણ ન્યાયમૂર્તિઓ પી. સાથશિવમ, ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ અને ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ ચુકાસો આપ્યો હતો કે ચૂંટણીમાં "ઉપરોક્ત માંથી કોઇ નહી" ‍(NOTA) વિકલ્પ હોવો જોઇએ. ધીમે-ધીમે આનાથી રાજકીય પક્ષોને સાફ છબી ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવા માટેની ફરજ પડશે.[૨] ભારતના ચૂંટણી કમિશને આ ચૂકાદાને તુરંત જ અમલમાં મૂકવા માટે કહ્યું હતું.[૩][૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. સર્વોચ્ચ અદાલતના અધિકૃત જાળસ્થળ પર રંજના દેસાઈનો પરિચય
  2. "Highlights of SC judgement giving NOTA". ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩. Retrieved ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. Jain, Bharti (૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩). "Will implement voters' right to reject candidates straight away: Election Commission". Times of India. Retrieved ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. "Voters have right to reject, poll panel must give them option, says Supreme Court". Hindustan Times. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩. Retrieved ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)