જૂન ૫
Appearance
૫ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૪૯ – ડેન્માર્ક નવા બંધારણ પર હસ્તાક્ષર કરીને સાર્વભૌમ રાજ્ય બન્યું.
- ૧૯૦૦ – બીજું બોઅર યુદ્ધ: બ્રિટિશ સૈનિકોએ પ્રિટોરિયા પર કબજો જમાવ્યો.
- ૧૯૧૫ – ડેન્માર્કમાં બંધારણીય સુધારા દ્વારા મહિલાઓને મતાધિકારની મંજૂરી આપવામાં આવી.
- ૧૯૫૯ – સિંગાપુરમાં પ્રથમ સરકાર રચાઈ.
- ૧૯૬૮ – રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રોબર્ટ એફ કેનેડીની સિરહાન સિરહાન દ્વારા હત્યા કરવામાં આવી.
- ૧૯૭૭ – એપલ ૨ (Apple II), પ્રથમ વ્યવહારૂ વ્યક્ત્તિગત કોમ્પ્યુટર (Personal computer) વેચાણમાં મુકાયું.
- ૧૮૯૪ – ઓપરેશન બ્લુ સ્ટાર: ભારતના વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના આદેશ હેઠળ ભારતીય સેનાએ શીખ ધર્મના સૌથી પવિત્ર સ્થળ સુવર્ણ મંદિર પર આક્રમણ શરૂ કર્યું.
- ૨૦૦૩ – ભારત અને પાકિસ્તાનમાં ભયંકર ગરમીનું મોજું ફરી વળ્યું, જેને કારણે આ વિસ્તારમાં અમુક જગ્યાએ તાપમાન ૫૦°સે. (૧૨૨°ફે.) સુધી પહોંચી ગયું.
- ૨૦૦૬ – સર્બિયાએ સ્ટેટ યુનિયન ઓફ સર્બિયા અને મોન્ટેનીગ્રોથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
- ૨૦૧૭ – મોન્ટેનીગ્રો નાટોનું ૨૯મું સભ્ય બન્યું.
- ૨૦૧૭ – બહેરીન, ઇજિપ્ત, લિબિયા, સાઉદી અરેબિયા, યમન અને સંયુક્ત આરબ અમીરાત એમ છ આરબ દેશોએ કતાર સાથેના રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા અને તેના પર આ વિસ્તારને અસ્થિર કરવાનો આરોપ મૂક્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૮૪ – કૃષ્ણ રાજ વાડિયાર ચતુર્થ, મૈસૂર રાજ્યના ચોવીસમા મહારાજા. (અ. ૧૯૪૦)
- ૧૮૯૮ – ફ્રેડેરિકો ગાર્સિયા લોર્કા, સ્પેનીશ કવિ અને નાટ્યકાર. (અ. ૧૯૩૬)
- ૧૯૭૨ – યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના ૨૨મા મુખ્યમંત્રી અને રાજકારણી.
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૩૮ – કાશીનાધુની નાગેશ્વરરાવ પંતુલુ, ભારતીય પત્રકાર, રાષ્ટ્રવાદી, રાજકારણી અને ખાદી ચળવળના કટ્ટર સમર્થક. (જ. ૧૮૬૭)
- ૧૯૬૬ – કુબેરનાથ રાય, હિન્દી સાહિત્ય અને સંસ્કૃતના લેખક અને વિદ્વાન. (જ. ૧૯૩૩)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વિશ્વ પર્યાવરણ દિવસ
- સુરીનામ (Suriname): ભારતીય આગમન દિવસ (Indian Arrival Day)
- વિશ્વ પ્રજાતિવાદ વિરુદ્ધ દિવસ (આંતરરાષ્ટ્રીય)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર June 5 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.