માર્ચ ૧

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૧ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૦મો (લિપ વર્ષ દરમ્યાન ૬૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૯૦ – યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ વસ્તી ગણતરીને અધિકૃત કરવામાં આવી.
  • ૧૭૯૬ – ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું બાટાવિયન રિપબ્લિક દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
  • ૧૮૭૨ – યલોસ્ટોન નેશનલ પાર્કની વિશ્વના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સ્થાપના કરવામાં આવી.
  • ૧૮૯૩ - ઇલેક્ટ્રિકલ એન્જિનિયર નિકોલા ટેસ્લાએ સેન્ટ લૂઇસ, મિઝોરીમાં રેડિયોનું પ્રથમ જાહેર પ્રદર્શન કર્યું.
  • ૧૯૧૪ – ચીન યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (વૈશ્વિક ડાક સંઘ)માં જોડાયું.
  • ૧૯૨૧ – વોરવિક આર્મસ્ટ્રોંગની કપ્તાની હેઠળની ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ એશિઝ ટુર્નામેન્ટમાં વ્હાઈટવોશ કરનાર પ્રથમ ટીમ બની.
  • ૧૯૪૭ – આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશે (IMF) નાણાકીય કામગીરી શરૂઆત કરી.
  • ૧૯૬૧ – યુગાન્ડાએ તેની પ્રથમ ચૂંટણી યોજી.
  • ૧૯૭૧ – પાકિસ્તાનના પ્રમુખ યાહ્યા ખાને રાષ્ટ્રીય ધારાસભાના બાકી રહેલા સત્રને અનિશ્ચિત કાળ માટે મુલતવી રાખ્યું, જેના કારણે પૂર્વ પાકિસ્તાનમાં મોટા પાયે સવિનય કાનૂનભંગ થયો.
  • ૧૯૯૧ – સદ્દામ હુસૈન વિરુદ્ધ ઇરાકમાં બળવો શરૂ થયો, જેના કારણે ૨૫૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા, જેમાં મોટા ભાગના નાગરિકો હતા.
  • ૧૯૯૨ – બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ સોશિયાલિસ્ટ ફેડરલ રિપબ્લિક ઓફ યુગોસ્લાવિયાથી તેની સ્વતંત્રતા જાહેર કરી.
  • ૧૯૯૮ – ટાઇટેનિક વિશ્વભરમાં ૧ અબજ ડોલરથી વધુની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની.
  • ૨૦૦૩ – આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયે હેગમાં તેનું ઉદ્‌ઘાટન સત્ર યોજ્યું.
  • ૨૦૦૬ – અંગ્રેજી ભાષાના વિકિપીડિયાએ તેના દસ લાખમા લેખ (‘જોર્ડનહિલ રેલવે સ્ટેશન’)નું સીમાચિહ્‌ન હાંસલ કર્યું.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૪૪ – મફત ઓઝા, ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક (અ. ૧૯૯૭)
  • ૧૯૪૪ – બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, ભારતીય રાજકારણી, પશ્ચિમ બંગાળના સાતમા મુખ્યમંત્રી
  • ૧૯૮૩ – મેરી કોમ ઓલિમ્પિક પદક વિજેતા ભારતીય મહિલા મુક્કેબાજ
  • ૧૯૯૪ – જસ્ટિન બીબર, કેનેડિયન પોપ‌ ગાયક, ગીતકાર અને અભિનેતા

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૨૪ – ગોપીનાથ સાહા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૯૦૫)
  • ૧૯૮૯ – વસંતદાદા પાટિલ, ભારતીય રાજકારણી, મહારાષ્ટ્રના પાંચમા મુખ્ય પ્રધાન (જ. ૧૯૧૭)
  • ૨૦૧૭ – તારક મહેતા, ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક (જ. ૧૯૨૯)
  • ૨૦૧૮ – કિશોર જાદવ, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૩૮)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]