ઈરાક
Republic of Iraq
| |
---|---|
![]() | |
![]() | |
રાજધાની | Baghdad |
સૌથી મોટું શહેર | capital |
અધિકૃત ભાષાઓ | |
ધર્મ | ઇસ્લામ |
લોકોની ઓળખ | Iraqi |
સરકાર | Federal parliamentary republic |
Fuad Masum | |
Haider al-Abadi | |
સંસદ | Council of Representatives |
Independence from the United Kingdom | |
વિસ્તાર | |
• કુલ | 437,072 km2 (168,754 sq mi) (59th) |
• જળ (%) | 1.1 |
વસ્તી | |
• 2015 અંદાજીત | 37,056,169[૧][૨] (36th) |
• ગીચતા | 82.7/km2 (214.2/sq mi) (125th) |
GDP (PPP) | 2015 અંદાજીત |
• કુલ | $522.700 billion[૩] (37th) |
• Per capita | $14,571[૩] (85th) |
GDP (nominal) | 2015 અંદાજીત |
• કુલ | $240.006 billion[૩] (47th) |
• Per capita | $6,491[૩] (88th) |
જીની (2012) | 29.5[૪] low |
માનવ વિકાસ દર (HDI) (2014) | ![]() medium · 121st |
ચલણ | ઇરાકી દિનાર (IQD) |
સમય વિસ્તાર | UTC+3 (અરેબિયા પ્રમાણભૂત સમય) |
• ઉનાળુ (DST) | UTC+3 (પળાતો નથી) |
વાહન દિશા | જમણે |
ટેલિફોન કોડ | +૯૬૪ |
ISO 3166 કોડ | IQ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .iq |
|
ઇરાક એશિયા ખંડમાં સ્થિત એક દેશ છે. તેની દક્ષિણમાં સાઉદી અરેબિયા અને કુવૈત, પશ્ચિમમાં જોર્ડન અને સિરિયા, ઉત્તરમાં તુર્કી અને પૂર્વમાં ઈરાન (કુર્દીસ્તાન) છે. વાયવ્ય દિશામાં તે પર્શિયન ખાડીને પણ અડે છે. દજલા અને ફુરાત દેશની બે મુખ્ય નદીઓ છે જે તેના ઇતિહાસને ૫૦૦૦ વર્ષ પાછળ લઇ જાય છે. અહીં દોઆબેમાં જ મેસોપોટામિયાની સંસ્કૃતિનો ઉદય થયો હતો.
ઇરાકના ઇતિહાસમાં અસીરિયાનાં પતન પછી વિદેશી શક્તિઓનું પ્રભુત્વ રહ્યું છે. ફારસી શાસનમાં રહેવા પછી (સાતમી સદી સુધી) આના પર આરબોનું પ્રભુત્વ બની રહ્યું, આરબ શાસનના સમયે અહીં ઇસ્લામ ધર્મ આવ્યો અને બગદાદ અબ્બાસી ખિલાફતની રાજધાની રહી. તેરમી સદીમાં મોંગોલ આક્રમણથી બગદાદનું પતન થઈ ગયું અને તેના અમુક વર્ષો પછી તુર્કોં (ઉસ્માની સામ્રાજ્ય)નું પ્રભુત્વ અહીં બની ગયું. વર્તમાનમાં અમેરિકાના નેતૃત્વમાં નૅટોની સેનાની અહીં ઉપસ્થિતિ રહેલી છે.
રાજધાની બગદાદ સિવાય બસરા, કિરકુક તથા નજફ અન્ય મોટા શહેરો છે. અહીંની મુખ્ય બોલચાલની ભાષા અરબી અને કુર્દી ભાષા છે પણ, બન્નેમાંથી કોઈને પણ સાંવિધાનિક દરજ્જો નથી મળ્યો.
ઇતિહાસ[ફેરફાર કરો]
ઇરાકના ઇતિહાસનો આરંભ બેબિલોન અને તેજ ક્ષેત્રમાં થયો. લગભગ ઇ.પૂ. ૫૦૦૦થી સુમેરિયાની સંસ્કૃતિ આ ક્ષેત્રમાં ફળી-ફૂલી રહી હતી. આ પછી બેબીલોન, અસીરિયા તથા અક્કદનાં રાજ્યએ આ સમયની સંસ્કૃતિને પશ્ચિમી દેશ એક મહાન સભ્યતાના રૂપમાં જુએ છે. આનું મુખ્ય કારણ એ છે કે લેખનનો વિકાસ સર્વપ્રથમ અહીં થયો. આ સિવાય વિજ્ઞાન, ગણિત તથા અન્ય વિદ્યાઓનાં સૌથી પ્રથમ પ્રમાણ પણ અહીં મળે છે. આનું બીજું મુખ્ય કારણએ છે કે મેસોપોટેમિયા (આધુનિક દજલા અને ફુરાત નદિઓના ખીણ પ્રદેશનું ક્ષેત્ર)ને પ્રાચીન ખ્રિસ્તી અને યહૂદી પૂર્વજોનું નિવાસસ્થાન માનવામાં આવે છે. આરંભના યુરોપીય ઇતિહાસકારો અને બાઈબલ અનુસાર ઇતિહાસની શરુઆત ઇ.પૂ. ૪૪૦૦માં થયો હતો. આ કારણે બેબીલોન (જેને બાબિલી સંસ્કૃતિ પણ કહેવાય છે) તથા અન્ય સંસ્કૃતિઓને દુનિયાની સૌથી જુની સંસ્કૃતિ માનવામાં આવી છે. જોકે વૈજ્ઞાનિક સંશોધનોથી આ વાતની સંતોષજનક પુષ્ટિ થાય છે, પરંતુ પછીના યુરોપીય ઇતિહાસકારોએ એ વાત માનવાની મનાઈ કરી દીધી કે અહીંથી માણસની ઉત્પત્તિ થઈ છે. આ સ્થળને યહૂદીઓ તથા ખ્રિસ્તીઓના (અને આ કારણે ઇસ્લામના અમુક) ધર્મગુરુઓ (પયગંબરો તથા મસીહા)નાં મૂળ-સ્થળ માનવા પર અધિકાંશ ઇતિહાસકારો સહમત છે.
ફારસના હખામની (એકેમેનિડ) શાસકોની શક્તિનો ઉદય ઇસ. પૂર્વે છઠી સદીમાં થઈ રહ્યો હતો. તેમણે મીદિઓ તથા પછીના અસીરિયાઇઓને હરાવી આધુનિક ઇરાક પર કબ્જા કરી લીધો. સિકંદરેએ ઇ.પૂ. ૩૩૦માં ફારસના શાહ દારા તૃતીય ને ઘણાં યુદ્ધોમાં હરાવી ફારસી સામ્રાજ્યનો અંત આણ્યો. આ પછી ઇરાકી ભૂ-ભાગ પર યવનો તથા તેમના સહાયકો તથા બાદમાં રોમનોનું આંશિક પ્રભુત્વ રહ્યું. રોમનોની શક્તિ જ્યારે પોતાની ચરમ પર હતી (ઇસ.૧૩૦) ત્યારે તે ફારસના શાસકોને અધીન હતું.
ઇસ્લામ[ફેરફાર કરો]
આ પશ્ચાત જ્યારે આરબોનું પ્રભુત્વ વધ્યું (ઇસ. ૬૩૦) ત્યારે દેશ આરબોના શાસનમાં આવી ગયો. ફારસ પર પણ આરબોનુ પ્રભુત્વ થઈ ગયું અને ૭૩૫માં બગદાદ ઇસ્લામી ખિલાફતની રાજધાની બની ગયું. આ ક્ષેત્ર ઇસ્લામનું કેન્દ્ર બની ગયું. બગદાદમાં ઇસ્લામના વિદ્વાનોએ પુસ્તકાલયોનું નિર્માણ કરાવ્યું. ઇસ્લામનો પ્રસાર થઈ રહ્યો હતો અને બગદાદનું મહત્વ વધતું જતું હતું. ઇસ. ૧૨૫૮માં મોંગોલો એ બગદાદ પર કબ્જો કરી લીધો. તેમણે ભયંકર નરસંહાર કર્યો અને પુસ્તકાલયોને બાળી નાંખ્યા.
ઉસ્માની તુર્કો (ઑટોમન) એ સોળમી સદીના અંતમાં બગદાદ પર આધિપત્ય જમાવ્યું. ત્યાર બાદ ફારસના સફવી વંશ તથા તુર્કો વચ્ચે બગદાદ તથા ઇરાકના અન્ય ભાગો માટે સંઘર્ષ થતો રહ્યો. તુર્ક અધિક શક્તિશાળી નીકળ્યો. પછી નાદિર શાહે ઘણી વખત તુર્કો વિરુદ્ધ હુમલા કર્યાં પણ તે પણ મહત્વપૂર્ણ શહેરો પર કબ્જો કરવામાં નાકામયાબ રહ્યો.
સદ્દામ હુસૈનનો ઉલ્લેખ આધુનિક ઇરાકી ઇતિહાસમાં ખૂબ મહત્ત્વથી કરવામાં આવે છે. તેમણે બાથ પાર્ટીની સહાયતાથી પોતાની રાજનૈતિક સફર શરૂ કરી. તેમણે પહેલાં તો ઇરાકને એક આધુનિક રાષ્ટ્ર બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ પછી તેણે કુર્દો તથા અન્ય લોકો વિરુદ્ધ હિંસા પણ કરાવડાવી. પછી અમેરિકી નેતૃત્વમાં નૅટો ની સેનાઓએ ૨૦૦૩માં ઇરાક પર આક્રમણ કર્યા બાદ તેની ધરપકડ કરી લેવાઇ અને એક મુકદમામાં સદ્દામ હુસૈનને ફાંસીની સજા મળી.
હજુ ઇરાકમાં નૅટોની સેનાઓ હાજર છે.
વિભાગ[ફેરફાર કરો]
ઇરાક ના ૧૮ પ્રશાસનિક વિભાગ છે. આને અરબીમાં મુહાફ઼ધા અને કુર્દી માં પારિજગા કહે છે. આનું વિવરણ આ પ્રકારે છે -
- બગદાદ
- સલા અલ દીન
- દિયાલા
- વાસિત
- મયસન
- અલ બસરા
- ધી કર
- અલ મુતન્ના
- અલ-કાદિસિયા
- બાબિલ
- કરબલા
- અલ નજફ
- અલ અનબાર
- નિનાવા
- દહુક
- અર્બિલ
- અત તમીમ (કિરકુક)
- સુલેમાનિયા
ઉપર પૈકિનાં છેલ્લા ત્રણ કુર્દિસ્તાનમાં આવે છે, જેમનું પ્રશાસન અલગથી થાય છે.
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ Embassies overseas of Republic of İraq: جريدة الصباح تنشر احصائية وزارة التخطيط لعدد نفوس سكان العراق لسنة[મૃત કડી]
- ↑ "Iraq". CIA Factbook.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Iraq". International Monetary Fund. October 2014. Retrieved 2015-02-15. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ "World Bank GINI index". Data.worldbank.org.
- ↑ "2015 Human Development Report Statistical Annex" (PDF). United Nations Development Programme. 2015. p. 9. Retrieved December 14, 2015. Check date values in:
|accessdate=, |date=
(મદદ)