એપ્રિલ ૨૨
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨૨ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૮૬૨ - ઇતિહાસપ્રસિદ્ધ મહારાજ લાયબલ કેસનો ચુકાદો આવ્યો કે જેમાં કરસનદાસ મૂળજીને નિર્દોષ તથા મહારાજા જદુનાથજીને દોષી જાહેર કરાયા.
- ૧૮૬૪ – અમેરિકન કોંગ્રેસે કોઇનેજ એક્ટ પસાર કર્યો, જેના મુજબ અમેરિકાનાં દરેક ચલણી સિક્કા ઉપર "In God We Trust" (ઇશ્વરમાં અમને શ્રદ્ધા છે) લખવું ફરજીયાત બન્યું.
- ૧૯૭૦ – પ્રથમ વખત વિશ્વ પૃથ્વિ દિન મનાવવામાં આવ્યો.
- ૧૯૯૪ – કેન્સાસમાં મૃત્યુદંડની સજા પુનઃ શરૂ કરવામાં આવી.
- ૧૯૯૮ – અમેરિકાના ઓર્લેન્ડો શહેરની નજીક ડિઝની એનિમલ કિંગ્ડમ ખુલ્લુ મુકવામાં આવ્યું.
- ૨૦૦૦ – શ્રીલંકાનાં એલીફન્ટ પાસનાં દ્વિતિય યુદ્ધમાં તમિલ વ્યાધ્રો લશ્કરી છાવણી પર અંકુશ મેળવીને ૮ વર્ષ સુધી પોતાના તાબામાં રાખે છે.
જન્મ[ફેરફાર કરો]
- ૧૭૨૪ ઈમાન્યુએલ કાન્ટ જર્મનનાં આત્મ સ્વાતંત્ર્યના પુરસ્કર્તા અને તત્વજ્ઞાની. (અ. ૧૮૦૪)
- ૧૯૪૬ ગોપાલકૃષ્ણ ગાંધી - ભારતીય સનદી અધિકારી અને રાજદ્વારી.