કરસનદાસ મૂળજી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કરસનદાસ મૂળજી (૨૫ જુલાઈ ૧૮૩૨ - ૨૮ ઓગસ્ટ ૧૮૭૫) ઓગણીસમી સદિના ગુજરાતના પત્રકાર, લેખક અને સમાજ સુધારક હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૫ જુલાઈ ૧૮૩૨ના રોજ મુંબઈ ખાતે એક ભાટિયા વ્યાપારી કુટુંબમાં થયો હતો. તેમનું કુટુંબ મૂળ સૌરાષ્ટ્રનું વતની હતું. કરસનદાસે માધ્યમિક કક્ષા સુધી અભ્યાસ કર્યો હતો.[૧] તેમના કુટુંબમાંથી તેમને વિધવા પુન:લગ્ન વિશેના તેમના વિચારોના કારણે બહિષ્કૃત કરવામાં આવ્યા હતા.[૨]

તેઓ સ્થાનિક શાળામાં શિક્ષક બન્યા અને ૧૮૫૫માં સત્યપ્રકાશ નામનું ગુજરાતી સાપ્તાહિક શરૂ કર્યું, જેમાં તેમણે પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાયના મહારાજોના કુકર્મો અને દૂષણો વિશે લખવાનું શરૂ કર્યું. ૧૮૬૨માં તેમની વિરુદ્ધ પ્રખ્યાત મહારાજ લાયબલ કેસ મુંબઈ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મુદ્દામાં તેમનો વિજય થયો હતો.[૩] તેમણે થોડો સમય સ્ત્રીબોધ નામનું વર્તમાનપત્ર ચલાવ્યું હતું.[૧]

૧૮૬૩માં કપાસના વેપાર સંબંધે ઇંગ્લેન્ડની નિષ્ફળ મુલાકાતથી પાછા ફર્યા બાદ તેમને જ્ઞાતી બહાર કરવામાં આવ્યા હતા. ૧૮૬૭માં તેમણે બીજી વાર ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. ૧૮૭૪માં તેમને કાઠિયાવાડના સંચાલક નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૧][૩]

૨૮ ઓગસ્ટ ૧૮૭૫ના રોજ તેમનું અવસાન થયું હતું.[૪][૫]

કાર્યો[ફેરફાર કરો]

તેમણે નીતિવચન, કુટુંબમિત્ર, નિંબધમાળા, ઇંગ્લેન્ડનો પ્રવાસ, વેદધર્મ, મહારાજોનો ઇતિહાસ, શબ્દકોશ વગેરે ગ્રંથો લખ્યા છે.[૧]

સન્માન[ફેરફાર કરો]

મહારાષ્ટ્રના માથેરાનમાં તેમના નામ પર એક પુસ્તકાલય કરસનદાસ મૂળજી મ્યુનિસિપલ લાઇબ્રેરી ૧૮૯૭માં સ્થાપવામાં આવ્યું હતું.[૬]

વધુ વાચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ શુક્લ, જયકુમાર ર. (૧૯૯૨). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ક - કૃ) (પ્રથમ ed.). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૧૪૬. 
  2. R. L. Raval (૨૦૦૨). Mahipatram. New Delhi: Sahitya Akademi. p. 22. ISBN 978-81-260-1265-7. 
  3. ૩.૦ ૩.૧ Public Domain એક અથવા વધુ વાક્યો હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, ed. (૧૯૧૧). "Mulji, Kursendas". એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા. ૧૮ (૧૧મી ed.). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. p. ૯૬૦. 
  4. "વીર પત્રકાર કરસનદાસ મૂળજી -Navgujarat Samay". Navgujarat Samay. ૩ મે ૨૦૧૪. Retrieved ૭ એપ્રિલ ૨૦૧૭. 
  5. Scott, J. Barton (૧ માર્ચ ૨૦૧૫). "Luther in the Tropics: Karsandas Mulji and the Colonial "Reformation" of Hinduism". Journal of the American Academy of Religion. ૮૩ (૧): ૧૮૧–૨૦૯. doi:10.1093/jaarel/lfu114. ISSN 0002-7189. 
  6. India, Government of. "New Library Registration | National Mission on Libraries". www.nmlindia.nic.in. Retrieved ૭ જૂન ૨૦૧૮.