ફેબ્રુઆરી ૨

વિકિપીડિયામાંથી

૨ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૦૧ – રાણી વિક્ટોરીયાના અંતિમ સંસ્કાર કરાયા.
  • ૧૯૬૬ – ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પાકિસ્તાને કાશ્મીર સંબંધિત છ મુદ્દાનો એજન્ડા સૂચવ્યો.
  • ૧૯૭૧ – રાષ્ટ્રપતિ મિલ્ટન ઓબોટની જગ્યાએ ઈદી અમીન યુગાન્ડાના નેતા બન્યા.
  • ૧૯૮૯ – સોવિયેત-અફઘાન યુદ્ધ: છેલ્લી સોવિયેત બખ્તરબંધ ટુકડીએ કાબુલ છોડ્યું.
  • ૨૦૦૪ – સ્વિસ ટેનિસ ખેલાડી રોજર ફેડરર નંબર ૧ ક્રમાંકિત મેન્સ સિંગલ્સ પ્લેયર બન્યો, આ સ્થાન તેણે રેકોર્ડ ૨૩૭ સપ્તાહ સુધી જાળવી રાખ્યું.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૮૯ – રાજકુમારી અમૃત કૌર, ભારતીય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા (અ. ૧૯૬૪)
  • ૧૯૧૫ – ખુશવંત સિંઘ, ભારતીય પત્રકાર અને લેખક (અ. ૨૦૧૪)
  • ૧૯૨૦ – શિશિરકુમાર બોઝ, ભારતીય સ્વતંત્રતા સેનાની, બાળરોગ ચિકિત્સક અને ધારાસભ્ય (અ. ૨૦૦૦)
  • ૧૯૨૨ – કુંવર દિગ્વિજય સિંહ, ભારતીય ફિલ્ડ હોકી ખેલાડી (અ. ૧૯૭૮)
  • ૧૯૭૯ – શમિતા શેટ્ટી, ભારતીય અભિનેત્રી
  • ૧૯૯૩ – રામ મોરી, ગુજરાતના ટૂંકી વાર્તા લેખક, પટકથા લેખક અને કટારલેખક

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૭૪ – મોહનલાલ દવે, ગુજરાતી ભાષાના વિવેચક અને નિબંધકાર (જ. ૧૮૮૩)
  • ૧૯૭૪ – ચાંપશી ઉદેશી, ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધલેખક, કવિ. પત્રકાર (જ. ૧૮૯૨)
  • ૨૦૦૭ – વિજય અરોરા, ભારતીય અભિનેતા (જ. ૧૯૪૪)
  • ૨૦૧૩ – પી. શણમુગમ, ભારતીય રાજકારણી, પુડુચેરીના ૧૩મા મુખ્યમંત્રી (જ. ૧૯૨૭)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]