જુલાઇ ૧૧
Appearance
૧૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૩૫ – ગાણિતિક ગણતરીઓ સૂચવે છે કે આ દિવસે જ વામન ગ્રહ પ્લૂટો ૧૯૭૯ પહેલાં છેલ્લી વખત નેપ્ચ્યુનની ભ્રમણકક્ષામાં આગળ વધ્યો હતો.
- ૧૭૭૬ – કેપ્ટન જેમ્સ કૂકે (James Cook) પોતાની ત્રીજી સફર શરૂ કરી.
- ૧૮૦૧ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી 'જીન-લુઇસ પોન્સે' (Jean-Louis Pons) પોતાનો પ્રથમ ધૂમકેતુ શોધ્યો. ત્યાર પછીનાં ૨૭ વર્ષમાં તેમણે ૩૬ ધૂમકેતુઓની શોધ કરી, જે ઇતિહાસમાં અન્ય કોઇ પણ દ્વારા શોધાયેલા ધૂમકેતુઓ કરતા વધુ છે.
- ૧૮૯૩ – 'કોકિચી મિકિમોટો' (Kokichi Mikimoto) દ્વારા કૃત્રિમ (cultured) મોતી (Pearl) મેળવાયું.
- ૧૮૯૫ – લ્યુમેઇર બંધુઓ (Lumière brothers)એ વૈજ્ઞાનિકો સમક્ષ ચલચિત્ર તકનીકનું પ્રદર્શન કર્યું.
- ૧૯૧૯ – નેધરલેન્ડના કામદારો માટે દિવસના આઠ કલાકનું કામકાજ અને રવિવારે કાર્યમુક્તિનો કાયદો બન્યો.
- ૧૯૫૦ – પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (International Monetary Fund) અને આંતરરાષ્ટ્રીય બેંકમાં સામેલ થયું.
- ૧૯૬૨ – પ્રથમ એટલાન્ટીકપારનું ઉપગ્રહ ટેલિવિઝન પ્રસારણ કરાયું.
- ૧૯૬૨ – એપોલો પરિયોજના: એક પત્રકાર પરિષદમાં નાસાએ ચંદ્ર પર અવકાશયાત્રીઓને ઉતારવા અને તેમને પૃથ્વી પર પાછા લાવવાના સાધન તરીકે ચંદ્રની ભ્રમણકક્ષાની મુલાકાતની જાહેરાત કરી.
- ૧૯૭૧ – ચિલીમાં તાંબાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
- ૧૯૭૭ – માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો.
- ૧૯૭૯ – અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, સ્કાયલેબ (Skylab), પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ સમયે, હિંદ મહાસાગરમાં તુટી પડ્યું.
- ૧૯૮૭ – સંયુક્ત રાષ્ટ્રસંઘ (United Nations) અનુસાર, વિશ્વની વસ્તી ૫,૦૦૦,૦૦૦,૦૦૦ (૫ અબજ) નો આંક પાર કરી ગઇ.
- ૨૦૦૬ – ૨૦૦૬ મુંબઇ ટ્રેઇન બોમ્બ ધડાકા(Mumbai train bombings): ભારતના મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ હુમલામાં ૨૦૯ લોકો માર્યા ગયા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૮૨ – બાબા કાંશીરામ, ભારતીય કવિ અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૪૩)
- ૧૯૨૩ – ટુન ટુન, ભારતીય અભિનેત્રી અને હાસ્ય કલાકાર (અ. ૨૦૦૩)
- ૧૯૫૩ – સુરેશ પ્રભુ, ભારતીય એકાઉન્ટન્ટ અને રાજકારણી
- ૧૯૫૬ – અમિતાભ ઘોષ, ભારતીય-અમેરિકન લેખક અને શિક્ષણવિદ્
- ૧૯૬૦ – સંજુ વાળા, ગુજરાતી ભાષાના કવિ અને વિવેચક
- ૧૯૬૭ – ઝુમ્પા લાહિરી, ભારતીય અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૯૪ – રામ રાઘોબા રાણે, પરમવીર ચક્ર વડે સન્માનિત ભારતીય ભૂમિસેનાના મેજર (જ. ૧૯૧૮)
- ૨૦૨૦ – એ. એચ. જામી, ગુજરાતના વ્યંગચિત્રકાર (જ. ૧૯૪૨)
- ૨૦૨૦ – જ્યોત્સના ભટ્ટ, માટીકામ દ્વારા વિવિધ કલાત્મક નમૂનાઓ બનાવવા માટે જાણીતા ગુજરાતી. (જ. ૧૯૪૦)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૩ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર July 11 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.