જ્યોત્સના ભટ્ટ
જ્યોત્સના જ્યોતિ ભટ્ટ | |
---|---|
જન્મની વિગત | માંડવી, કચ્છ રાજ્ય, બ્રિટીશ ભારત | 6 March 1940
મૃત્યુ | 11 July 2020 વડોદરા, ગુજરાત, ભારત | (ઉંમર 80)
શિક્ષણ સંસ્થા | મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય |
પ્રખ્યાત કાર્ય | માટીકામ |
જીવનસાથી | જ્યોતિ ભટ્ટ |
જ્યોત્સના જ્યોતિ ભટ્ટ (૬ માર્ચ ૧૯૪૦[૧] – ૧૧ જુલાઈ ૨૦૨૦) એ માટીકામ દ્વારા વિવિધ કલાત્મક નમૂનાઓ બનાવવા માટે જાણીતા છે.
જીવન પરિચય
[ફેરફાર કરો]જ્યોત્સના ભટ્ટનો જન્મ ૬ માર્ચ ૧૯૪૦ના રોજ કચ્છ રાજ્યના માંડવીમાં થયો હતો. તેમણે બોમ્બે (હાલ મુંબઈ)ની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં એક વર્ષ સુધી અભ્યાસ કર્યો. બાદમાં તેઓ સંખો ચૌધરીના માર્ગદર્શન હેઠળ શિલ્પનો અભ્યાસ કરવા માટે ૧૯૫૮માં વદોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં જોડાયા હતા. તેમને ત્યાં સિરામિક્સ (ચિનાઈ માટીકામ) માં રસ પડ્યો. તેમણે ૧૯૬૦ના દશકના મધ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યૂ યૉર્ક (શહેર)માં બ્રુકલિનના બોરોમાં આવેલી બ્રુકલિન મ્યુઝિયમ આર્ટ સ્કૂલમાં જોલિયન હોફસ્ટેડના માર્ગદર્શન હેઠળ સિરામિક્સનો અભ્યાસ શરૂ કર્યો હતો.[૨][૩] તેઓ ભારત પાછા ફર્યા અને વડોદરામાં સ્થાયી થયા. ૧૯૭૨માં તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલા વિભાગ (ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ)માં મૂર્તિકલા વિભાગના સિરામિક સ્ટુડિયોમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. તેમણે ત્યાં ૪૦ વર્ષ સુધી કામ કર્યું અને ૨૦૦૨માં સિરામિક્સ વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા.[૨]
હૃદયરોગના હુમલાના બે દિવસ બાદ જ્યોત્સના ભટ્ટનું ૧૧ જુલાઈ ૨૦૨૦ના રોજ વડોદરા ખાતે મૃત્યુ થયું હતું.[૨][૪] વડોદરાના વાડી વિસ્તારના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.[૩]
શૈલી
[ફેરફાર કરો]ભટ્ટની કૃતિઓ વિશ્વભરમાં એકત્રિત કરવામાં આવે છે. તેની લાંબી કારકિર્દી દરમિયાન તેણે સ્ટોનવેર અને ટેરાકોટા બંને સાથે પ્રયોગો કર્યા. તેમના સિરામિક કાર્યમાં, તેમણે મેટ અને સાટિન મેટ ગ્લેઝને ટીલ બ્લુથી માંડીને શેવાળના લીલા અને અન્ય માટી રંગો સાથે સંયોજનમાં પસંદ કર્યા હતા. તેઓ અવારનવાર આલ્કલાઇન માટી, શેવાળ અને વિવિધ ખનિજોનો ઉપયોગ કરતા હતા, જે તેમની કૃતિઓમાં આધુનિક અને પરંપરાગત શૈલીઓનો સમાવેશ કરતા હતા. તેમના કાર્યોથી તેમની પ્રકૃતિ પ્રત્યેની રુચિ પ્રતિબિંબિત થાય છે. તેની અસંખ્ય કૃતિઓમાં બિલાડીઓ, કૂતરા, પક્ષીઓ, કમળની કળીઓ, રમકડાં અને થાળીઓ દર્શાવવામાં આવી છે.[૨][૩][૫][૬][૭]
અંગત જીવન
[ફેરફાર કરો]કોલેજના વર્ષો દરમિયાન જ્યોત્સના ભટ્ટની મુલાકાત ચિત્રકાર જ્યોતિ ભટ્ટ સાથે થઈ હતી અને તેમણે પાછળથી લગ્ન કર્યા હતા.[૨] તેઓ વડોદરામાં રહેતા હતા.[૮] તેમને એક પુત્રી જૈઇ હતી.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Reference India: Biographical Notes about Men & Women of Achievement of Today & Tomorrow (અંગ્રેજીમાં). Rifacimento International. 2005.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Renowned ceramic artist Jyotsna Bhatt passes away". The Indian Express (અંગ્રેજીમાં). 11 જુલાઇ 2020. મેળવેલ 12 જુલાઇ 2020.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Rupera, Prashant (12 જુલાઇ 2020). "Queen of studio pottery, Jyotsna Bhatt dies at 80". The Times of India. મેળવેલ 12 જુલાઇ 2020.
- ↑ "अंतरराष्ट्रीय शिल्पकार ज्योत्स्नाबेन भट्ट का वड़ोदरा में निधन". www.sanjeevnitoday.com. 12 July 2020. મૂળ માંથી 12 જુલાઈ 2020 પર સંગ્રહિત. મેળવેલ 12 July 2020. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Ceramic artist Jyotsna Bhatt sculpts nature in matte glaze". Architectural Digest India (અંગ્રેજીમાં). 7 નવેમ્બર 2017. મેળવેલ 12 જુલાઇ 2020.
- ↑ Nair, Uma (25 નવેમ્બર 2017). "Agile hands inert stoneware". www.millenniumpost.in (અંગ્રેજીમાં). મેળવેલ 12 જુલાઇ 2020.
- ↑ "Silken glow". www.telegraphindia.com. મેળવેલ 12 જુલાઇ 2020.
- ↑ "Jyotsna Bhatt | Gallery Ark" (અંગ્રેજીમાં). 23 December 2019. મૂળ માંથી 12 જુલાઈ 2020 પર સંગ્રહિત. મેળવેલ 12 July 2020. Check date values in:
|archive-date=
(મદદ)