લખાણ પર જાઓ

કચ્છ રાજ્ય

વિકિપીડિયામાંથી
કચ્છ રાજ્ય
ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
૧૯૪૭–૧૯૫૬

કચ્છ રાજ્ય, ૧૯૫૧
ઇતિહાસ 
• બરોડા, વેસ્ટર્ન ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીનું વિઘટન
૧૯૪૭
• બૃહદ મુંબઈ રાજ્યમાં જોડાણ
૧૯૫૬
પહેલાં
પછી
બરોડા, વેસ્ટર્ન ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી
બૃહદ મુંબઇ રાજ્ય
Legal Case of 1954 : Kutch State

કચ્છ રાજ્ય ૧૯૪૭ થી ૧૯૫૬ દરમિયાન પ્રજાસત્તાક ભારતમાં આવેલું એક રાજ્ય હતું. તેની રાજધાની ભુજ હતી.

રાજ્યના વિસ્તારોનો હવે ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં સમાવેશ થાય છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

મહારાઓ શ્રી વિજયરાજજી શાસિત કચ્છ રજવાડાનું ૧૫ ઑગસ્ટ ૧૯૪૭થી ભારત સાથે વિલિનીકરણ બાદ કચ્છ રાજ્યની રચના કરવામાં આવી હતી.[]

ભારત સાથે વિલિનીકરણ બાદ કચ્છ રાજ્યનું શાસન મહારાઓ શ્રી વિજયરાજજીના મૃત્યુ સુધી (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૮ સુધી) તેમના જ હાથમાં રહ્યું. ત્યાર બાદ મહારાઓ શ્રી મેઘરાજજી શાસક બન્યા. ૧ જૂન ૧૯૪૮ના દિવસે રાજ્યશાસન ભારત સરકારને સોંપાયું. અને ૧૯૪૭ થી ૧૯૫૬ સુધી ભારત સરકારના ચીફ કમિશનર અથા મુખ્ય મંત્રી શ્રી શેઠ રાજમલશા દ્વારા શાસન ચલાવવામાં આવ્યું.[સંદર્ભ આપો]

શરૂઆતમાં કચ્છ એક રજવાડું હતું, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતીય સંવિધાન અસ્તિત્વમાં આવતા કચ્છ "ક્લાસ સી" રાજ્ય બન્યું. એટલે કે કચ્છનું સાશન સીધું ભારતની કેન્દ્ર સરકાર હેઠળ હતું.

૧ નવેમ્બર ૧૯૫૬ના દિવસે સ્ટેટ્સ રીઓર્ગેનાઈઝેશન એક્ટ હેઠળ બોમ્બે સ્ટેટનું પુનર્ગઠન કરવામાં આવ્યું જેની હેઠળ કચ્છ રાજ્યને બોમ્બે સ્ટેટમાં સમાવી લેવાતા કચ્છ રાજ્યનું અસ્તિત્વ સમાપ્ત થયું. ત્યાર બાદ આ રાજ્ય બોમ્બે સ્ટેટનો એક ભાગ કચ્છ જિલ્લો બન્યો. ૧ મે ૧૯૬૦ના દિવસે ભાષા આધારે બોમ્બે સ્ટેટના ગુજરાત અને મહારાષ્ટ્ર એવા બે ભાગ પડ્યા અને ક્ચ્છ જિલ્લો ગુજરાતનો એક ભાગ બન્યા.[સંદર્ભ આપો]


  1. International Law Reports vol. 50, 1950