ઓગસ્ટ ૨૩
Appearance
૨૩ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૭૯ – માઉન્ટ વિસુવિયસ જવાળામુખી સક્રિય બન્યો, યોગાનુયોગ આ દિવસ આગના રોમન દેવતા 'વલ્કન' (અગ્નિદેવ) માટેના ઉપવાસનો દિવસ હતો.
- ૧૯૦૪ – ઓટોમોબાઇલ ટાયર ચેઇન (બરફમાંથી વાહન ચલાવતી વખતે મહત્તમ ઘર્ષણ પ્રદાન કરવા માટે વાહનોના ટાયર પર ફિટ કરેલા સાંકળ જેવા ઉપકરણો) માટેના પેટન્ટ અધિકારો પ્રદાન કરવામાં આવ્યા.
- ૧૯૬૬ – 'લુનાર ઓરબિટર ૧' દ્વારા, ચંદ્રની ભ્રમણકક્ષામાંથી, પૃથ્વીનું પ્રથમ ચિત્ર લેવાયું.
- ૧૯૯૦ – સદ્દામ હુસૈન ખાડી યુદ્ધને રોકવાના પ્રયાસના ભાગરૂપે ઇરાકી સરકારી ટેલિવિઝન પર સંખ્યાબંધ પશ્ચિમી "મહેમાનો" (બંધકો) સાથે નજરે પડ્યા.
- ૧૯૯૦ – આર્મેનિયાએ સોવિયેત યુનિયનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
- ૧૯૯૦ – પશ્ચિમ અને પૂર્વ જર્મનીએ બન્ને દેશોના પુનર્ગઠનની ઘોષણા કરી.
- ૧૯૯૧ – વર્લ્ડ વાઈડ વેબની સેવા જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી.
- ૨૦૧૧ – લિબિયાના ગૃહયુદ્ધ દરમિયાન રાષ્ટ્રીય સંક્રમણ પરિષદના દળોએ બબ–અલ–અઝીઝિયા પર કબજો મેળવ્યા બાદ લિબિયાના નેતા મુઅમ્મર ગદ્દાફીને સત્તા પરથી ઉથલાવી દેવામાં આવ્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૫૨ – રાધા ગોવિંદ કર, (Radha Gobinda Kar) ભારતીય ચિકિત્સક અને પરોપકારી (અ. ૧૯૧૮)
- ૧૮૭૧ – દીવાન બહાદુર નર્મદાશંકર મહેતા, ગુજરાતી લેખક, તત્વજ્ઞાનના ઇતિહાસકાર અને વહિવટકર્તા (અ. ૧૯૩૯)
- ૧૮૭૨ – ટંગટૂરી પ્રકાશમ, (Tanguturi Prakasam) ભારતીય વકીલ અને રાજકારણી, આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી (અ. ૧૯૫૭)
- ૧૮૮૮ – હરિલાલ ગાંધી, મહાત્મા ગાંધી અને કસ્તુરબાના સૌથી મોટા પુત્ર (અ. ૧૯૪૮)
- ૧૯૧૮ – અન્ના મણિ, ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી (અ. ૨૦૦૧)
- ૧૯૪૪ – પ્રવીણ દરજી, ગુજરાતી કવિ, વિવેચક, સંપાદક
- ૧૯૫૨ – જયેન્દ્ર શેખડીવાળા, ગુજરાતી કવિ અને વિવેચક
- ૧૯૭૩ – મલ્લિકા અરોરા, ભારતીય અભિનેત્રી અને મોડેલ
- ૧૯૭૮ – અશોક ચાવડા, ગુજરાતી કવિ, લેખક અને વિવેચક
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૭૩ – રણછોડદાસ ઝવેરી, નૂતન શિક્ષણના પ્રણેતા અને કેળવણીકાર (જ. ૧૮૦૩)
- ૧૯૫૮ – મહારાણી ચીમનાબાઈ, બરોડા રજવાડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના બીજા પત્ની (જ. ૧૮૭૨)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર August 23 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.