મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (૧૯૧૯)

સયાજીરાવ ગાયકવાડ (શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ, ૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯) બરોડા રાજ્યના મહારાજા (૧૮૭૫-૧૯૩૯) હતાં. તેઓ તેમના શાસન દરમ્યાન તેમના રાજ્યામાં શૈક્ષણિક અને સામાજીક સુધારાઓ લાવવા માટે જાણીતા છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

સયાજીરાવનો જન્મ કાવલાનામાં ૧૧ માર્ચ ૧૮૬૩ના રોજ થયો હતો. તેમનું જન્મ સમયનું નામ ગોપાલરાવ ગાયકવાડ હતું. તેઓ શ્રીમંત કાશીરાવ ભિખાજીરાવ ગાયકવાડ અને ઉમાબાઇ સાહિબનાં બીજા સંતાન હતા.

રાજ્યાભિષેક[ફેરફાર કરો]

બરોડાની ગાદી ખાલી પડી હતી તેથી મહારાણી જમનાબાઈએ તેમના વંશના વડાઓને બરોડા હાજર થઈ તેમને અને તેમના પુત્રોને તેમની સમક્ષ ઉપસ્થિત થવા કહ્યું, જેથી તે ગાદીનો વારસદાર નક્કી કરી શકે.

કાશીરાવ ને ૩ પુત્રો હતાં.

  1. આનંદરાવ
  2. ગોપાલરાવ
  3. સાંપ્રતરાવ

તેઓ ત્રણ પુત્રો સાથે કાવલાનાથી વડોદરા ૬૦૦ કિમી ચાલીને આવ્યાં હતાં. એ વાત જાણીતી છે કે, જ્યારે બધાં યુવકોને પુછવામાં આવ્યું કે તેમનો અહીં આવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે ગોપાલરાવે અચકાયા વગર પ્રત્યુત્તર આપ્યો કે "હું અહીંયા શાસન કરવા આવ્યો છું."

શાસન[ફેરફાર કરો]

મહારાજાએ પોતાના શાસનકાળ દરમિયાન ખેતી અને શિક્ષણસંબંધી અનેક સુધારા કર્યા. શાસન અને વ્યવસ્થાને અલગ બનાવ્યા. રાજ્યની ધારાસભાની રચના કરી, પછાત વર્ગોને પ્રતિનિધિત્વ આપ્યું. કીર્તિ મંદિર, ન્યાય મંદિર, ખંડેરાવ માર્કેટ, લક્ષ્મી વિલાસ મહેલ, કલાભવન જેવી અનેક જોવાલાયક ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. એમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત બનાવ્યું.

તેમનું અવસાન ઇ.સ. ૧૯૩૯માં અવસાન થયું હતું.