લખાણ પર જાઓ

કીર્તિ મંદિર, વડોદરા

વિકિપીડિયામાંથી
કીર્તિ મંદિર

કીર્તિ મંદિર (વડોદરા) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ત્રીજા દ્વારા ૧૯૩૬ની સાલમાં વિશ્વામીત્રી નદીના કિનારે પોતાના પુર્વજોની યાદમાં બનાવેલ સ્મારક છે. કીર્તિ મંદિર અંગ્રેજીના અક્ષર "E" ના આકારમાં પથ્થરથી બનેલ ઝરુખા સભર ઇમારત છે. ઇમારતમાં વચ્ચે શિખરબંધ મંદિર જેવો આકાર છે જેના ટોચ પર સુર્ય, ચંદ્ર અને પ્રુથ્વીના ગોળા પર આઝાદી પહેલાનાં અખંડ ભારતનો નક્શો બનેલો છે. ઇમારતમાં અંદર અનેક ખંડ છે, જેમાં ભોય પર સુંદર સફેદ આરસ પહાણના પથ્થર જડવામાં આવેલ છે. આ મંદિર એસ.એસ.જી. જનરલ અસ્પતાલ અને કમાટીબાગની એકદમ નજીક જ છે.