મહારાજા ફતેહસિંહ સંગ્રહાલય
દેખાવ
![]() પ્રવેશદ્વાર | |
![]() | |
સ્થાન | વડોદરા, ભારત |
---|---|
વેબસાઇટ | wayanadmuseum |
મહારાજા ફતેહસિંહ સંગ્રહાલય ગુજરાત રાજ્યના વડોદરા શહેરના રાજમહેલ વિસ્તારમાં લક્ષ્મી વિલાસ મહેલનાં પ્રાંગણમાં આવેલું એક સંગ્રહાલય છે. આ સંગ્રહાલયમાં વડોદરા શહેરના પૂર્વકાલિન મહારાજા તેમજ રાજપરિવાર દ્વારા બહોળા પ્રમાણમાં એકત્ર કરવામાં આવેલા કલાના વિવિધ ઉત્તમ નમુના સંગ્રહિત કરવામાં આવેલા છે. મહારાજા ફતેહસિંહ સંગ્રહાલયમાં ફક્ત ભારતીય કલાના નહિ પરંતુ ચીની, જાપાની, રોમન વગેરે સંસ્કૃતિના કલાકારોની કલાકૃતિઓ પણ સાચવવામાં આવેલી છે. આ સંગ્રહાલયની મુલાકાત માટે જાહેર જનતાએ વયસ્ક્ત વક્તિદિઠ ₹૧૦ અને બાળકદિઠ ₹૫ જેવા નજીવા શુલ્કની ચુકવણી કરવાની રહે છે (વર્ષ ૨૦૨૪માં રકમની ખરાઈ કરેલી છે).[૧]