લખાણ પર જાઓ

રેસ કોર્સ, વડોદરા

વિકિપીડિયામાંથી

રેસ કોર્સ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ વડોદરા શહેરની પશ્ચિમ બાજુમાં આવેલ એક વિસ્તાર છે. તે વડોદરાના પશ્ચિમી ભાગના પોશ વિસ્તારોમાં સૌથી ઝડપથી વિકસતો વિસ્તાર પૈકી એક છે. પ્રાચીન દિવસોમાં તે પશ્ચિમ ભારતનું એક માત્ર રેસ કોર્સ હતું, જેની માલિકી વડોદરાના મહારાજાની હતી. હવે અહિંયાં વિશાળ વ્યાપારી ઇમારતો પોતાનો વેપાર-ધંધો કરી રહ્યા છે. રેસ કોર્સ ખાતે પશાભાઈ પાર્કમાં ઘરો છે, જેને શહેરનો પોશ અને શ્રેષ્ઠ રહેણાંક વિસ્તાર ગણવામાં આવે છે.

રેસ કોર્સ ખાતે વાણિજ્ય અને મનોરંજનના વિકલ્પો શહેરના લોકોને મળે છે, જેમ કે આઈનોક્સ અને સિને મોલ જેવા મલ્ટિપ્લેક્ષ, વેસ્ટસાઇડ, લેન્ડમાર્ક, રિલાયન્સ ટ્રેન્ડ્સ, પેન્ટાલૂન લિ., ઉપરાંત કેટલાક મોટા રેસ્ટોરાંનો ઉમેરો પણ આ વિસ્તારની શોભા વધારે છે.

Coordinates: 22°18′41″N 73°09′41″E / 22.3115°N 73.16152°E / 22.3115; 73.16152