લહેરીપુરા દરવાજા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જુનું વડોદરા ચાર દરવાજા વચ્ચે આવેલું હતું. લહેરીપુરા દરવાજો શહેરના પશ્ચિમ તરફ આવેલ છે. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરના ચારે દિશાના દરવાજામાં લહેરીપુરા દરવાજો સૌથી ભવ્ય બનાવટ ધરાવે છે. મહારાજા શાસનકાળ દરમિયાન દરવાજાના નગારા ખાનામાંથી પ્રસંગોપાત સુમધુર સંગીત સુરાવલી રેલાવાતી હતી. આજે પણ જાહેર તહેવાર ટાણે આ દરવાજાને નવોઢાની માફક સજાવવામાં આવે છે.