માંડવી દરવાજા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માંડવી દરવાજા

માંડવી દરવાજા વડોદરા શહેરના જૂના વડોદરા વિસ્તારના બિલકુલ મધ્યમાં આવેલ છે, જેની ચારે તરફ લહેરીપુરા દરવાજા, ચાંપાનેર દરવાજા, પાણીગેટ દરવાજા અને ચોખંડી દરવાજા એમ કુલ ચાર દરવાજા આવેલ છે.

પ્રાચીન વડોદરા આ ચાર દરવાજાને જોડતી કિલ્લા જેવી દીવાલની વચ્ચે વસેલું હતુંં. માંડવી દરવાજો મુઘલ યુગમાં બનાવવામાં આવ્યો હતો, જેનું નવીનીકરણ ગર્વનર મલ્હારરાવ માલોજી દ્વારા ઈ. સ. ૧૭૩૬ની સાલમાં કરવામાં આવ્યુંં હતું. લહેરીપુરા દરવાજાની જેમ જ તહેવારના સમયે માંડવી દરવાજાને પણ રોશનીથી સજાવવામાં આવે છે.