લખાણ પર જાઓ

સયાજી બાગ (કમાટી બાગ)

વિકિપીડિયામાંથી

સયાજી બાગ અથવા કમાટી બાગ નામે જાણીતો આ બાગ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં આવેલો છે.

આ બાગ વડોદરા શહેરમાં રેલ્વે મથકથી પૂર્વ દિશામાં જતાં કાલાઘોડા સર્કલ પાસે આવેલ એક ખૂબ જ મોટો તેમ જ જુનામાં જુનો બગીચો છે. આ બાગ વિશ્વામિત્રી નદીને કિનારે આશરે ૧૧૩ એકર જમીનમાં ફેલાયેલ છે. આ બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯ની સાલમાં બનાવ્યો હતો, જેમાં બાગ ઉપરાત પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ ક્લોક (જમીન પર બનેલ આશરે ૧૨ ફુટ મોટી અને હજી કાર્યરત એવી ઘડિયાળ), જોય ટ્રેન (સયાજી એક્સપ્રેસ) અને માછલીઘર આવેલુ છે. સયાજીબાગમાં ઘણાં દુર્લભ એવા ફુલ, છોડ અને ઝાડ છે, જે જવલ્લે બીજે જોવા મળે (જેમકે રાવણ તાડ કે દશમાથાળો તાડ).

છબીઓ[ફેરફાર કરો]