લાલબાગ

વિકિપીડિયામાંથી

લાલબાગ ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવેલ એક સુંદર બગીચો છે, જે પ્રતાપ વિલાસ મહેલ ની નજીકમાં આવેલ છે. આ બગીચા પાસે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત એક સ્નાનાગાર પણ છે. આ બગીચાને બિલકુલ અડીને ગાયકવાડી જમાનાથી ચાલી આવતી ડભોઇ થી જંબુસર જતી નેરોગેજ રેલ્વેના પાટા છે, જ્યાંથી હજુપણ સવારે તેમજ સાંજે નિયમિત રીતે ટ્રેન પસાર થાય છે. હાલમાં અહી ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલે છે.

આ વિસ્તારમાં રેલ્વે લાઇનની ઉત્તર દિશા તરફ ઐતિહાસિક કાશી વિશ્વનાથનું મંદિર પણ આવેલ છે.