ડભોઇ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ડભોઇ
—  નગર  —
ડભોઇનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°11′N 73°26′E / 22.18°N 73.43°E / 22.18; 73.43
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
મુખ્ય મથક ડભોઇ
વસ્તી ૫૧,૨૪૦[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૯ /
સાક્ષરતા ૮૨.૯% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 99 metres (325 ft)

ડભોઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું નગર અને તાલુકા મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ડભોઇનું પ્રાચિન નામ દર્ભાવતિ નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતિ પડ્યુ હતું.[૨] આખા ભારતીય ઉપખંડમાં ડભોઇ ખાતે સૌપ્રથમ જાહેર વીજળી ઘર બનાવવામાં આવ્યું હતું.

દરવાજાઓ[ફેરફાર કરો]

ડભોઇમાં ચાર દરવાજાઓ આવેલા છે, જે ચાર દિશાઓમાં આવેલા છે અને કિલ્લાની દિવાલમાં મધ્ય અને ખૂણા પર આવેલા છે. વિશળદેવ અને મુસ્લિમ શાસન સમયે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પૂર્વ દિશામાં આવેલ હીરા ભાગોળ, જે તેના શિલ્પી હીરાધર પરથી ઓળખાય છે, સુંદર કોતરણી ધરાવે છે. પશ્ચિમમાં વડોદરા ભાગોળ, ઉત્તરમાં મહુડી અથવા ચાંપાનેરી ભાગોળ અને દક્ષિણમાં નાંદોડી ભાગોળ આવેલા છે.[૩]

પરિવહન[ફેરફાર કરો]

ડભોઇ-મિયાંગામ વચ્ચેની બળદગાડા સંચાલિત રેલ્વે.

ડભોઇ-મીયાગામ વચ્ચે શરુ થયેલી પ્રથમ રેલ્વે બળદગાડાં વડે ચાલતી હતી.[૪]. ડભોઇ ખાતે વિશ્વનું સૌથી મોટું નેરોગેજ રેલવેનું જંકશન આવેલું છે.

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Dabhoi Population, Caste Data Vadodara Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૨૨ જુલાઇ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. Saxena, Adhya Bharti (2000). "DABOHI - AN URBAN SETTLEMENT OF CENTRAL GUJARAT C.1000 - C. 1800 A.D.". Proceedings of the Indian History Congress. 61: 358–364. JSTOR 44148112. Check date values in: |date= (મદદ)
  3. "Dabhoi & Gates". Retrieved ૨૯ ઓક્ટોબર ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
  4. Vadodara/Baroda Railway Musum and Audtiorium