સપ્ટેમ્બર ૧

વિકિપીડિયામાંથી

૧ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૬૦૪ – શીખોના પવિત્ર આદિ ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબની હરમંદિર સાહિબ ખાતે સૌ પ્રથમ સ્થાપના કરવામાં આવી.
  • ૧૮૭૮ - એમ્મા નટ વિશ્વની પ્રથમ મહિલા ટેલિફોન ઓપરેટર બની. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ દ્વારા બોસ્ટન ટેલિફોન ડિસ્પેચ કંપનીમાં ભરતી કરવામાં આવી.
  • ૧૮૮૦ – મોહમ્મદ અયુબ ખાનની સેનાને અંગ્રેજોએ કંદહારની લડાઈમાં હરાવી પરિણામે દ્વિતીય એંગ્લો-અફઘાન યુદ્ધનો અંત આવ્યો.
  • ૧૯૧૪ – રશિયાના શહેર સેન્ટ પીટર્સબર્ગનું નામ બદલીને પેટ્રોગ્રાડ કરવામાં આવ્યું.
  • ૧૯૫૨ – ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી, અર્નેસ્ટ હેમિંગ્વેની પુલિત્ઝર પુરસ્કાર વિજેતા નવલકથા પ્રકાશિત થઈ.
  • ૧૯૬૧ – બિનજોડાણવાદી (ગુટનિરપેક્ષ) દેશોનું પ્રથમ સંમેલન યુગોસ્લાવિયાના બેલાગ્રેડમાં યોજાયું.
  • ૧૯૬૪ – "ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી" અને "ઇન્ડિયન ઓઇલ કંપની"નાં એકત્રીકરણ દ્વારા "ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન"ની રચના કરાઇ.
  • ૧૯૯૧ – ઉઝબેકિસ્તાને સોવિયેત યુનિયનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]