એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

વિકિપીડિયામાંથી
એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Prabhupada on a morning walk in Germany 1974.jpg
જન્મ૧ સપ્ટેમ્બર ૧૮૯૬ Edit this on Wikidata
મૃત્યુ૧૪ નવેમ્બર ૧૯૭૭ Edit this on Wikidata
વેબસાઇટhttps://www.prabhupada.net Edit this on Wikidata
પ્રભુપાદ સંસ્થાપક આચાર્ય, ઇસ્કોન

એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (શ્રી શ્રીમદ્ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, બંગાળી: অভয়চরণারবিন্দ ভক্তিবেদান্ত স্বামীপ্রভুপাদ) (૧ સપ્ટેમ્બર ૧૮૯૭-૧૪ નવેમ્બર ૧૯૭૭),જેઓનો જન્મ પશ્ચિમ બંગાળ રાજ્યનાં કોલકાતા (કલકત્તા) શહેરમાં થયો હતો. તેમનું જન્મ સમયનું નામ અભય ચરણ ડે હતું. અંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઇસ્કોન-International Society for Krishna Conciousness), કે જે સામાન્ય રીતે 'હરે કૃષ્ણ' તરીકે પ્રચલિત છે તેના સંસ્થાપક હતાં. પ્રભુપાદે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ઇ.સ્. ૧૯૬૬માં કરી. ઘણા લોકો ઇસ્કોનની ગણના એક નવા ધર્મ કે સંપ્રદાય તરીકે કરે છે, પરંતુ હકિકતમાં તો તેનો પાયો શ્રીમદ્ ભાગવતમ્ અને ભગવદ ગીતાનાં મુળ ઉપદેશો ઉપર જ આધારિત છે, અને આ બન્ને ગ્રંથો સનાતન ધર્મનાં આધારભુત શાસ્ત્રો છે. આ સંસ્થા (ઘણી વખત હરે કૃષ્ણ આંદોલન તરીકે ઓળખાતી) મુળભુત રીતે પશ્ચિમ બંગાળની ગૌડીય વૈષ્ણવ પરંપરા ઉપર આધારિત છે, જે ભારતમાં લગભગ ૧૫મી સદીથી અસ્તિત્વમાં છે.

હરે કૃષ્ણ ભક્તો ગૌડીય વૈષ્ણવ પરંપરામાં આવે છે. વિષ્ણુ (કૃષ્ણ)ને ભજે તે વૈષ્ણવ અને ગૌડ, તે પશ્ચિમ બંગાળમાં આવેલો પ્રદેશ છે, વૈષ્ણવ ધર્મની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. ગૌડીય વૈષ્ણવ પરંપરા ભારતમાં ખાસ કરીને બંગાળ અને ઓરિસ્સામાં છેલ્લ પાંચસો વર્ષોથી અતુટ રીતે ચાલી આવી છે, શ્રીલ પ્રભુપાદે આ વૈષ્ણવ પરંપરાનાં સિદ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો. તેમણે ભગવદ્ ગીતા (ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે), શ્રીમદ્ ભાગવતમ્, ચૈતન્ય ચરિતામૃત તથા અન્ય અનેક પુસ્તકોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે. આ અનુવાદો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

મહા મંત્ર[ફેરફાર કરો]

ઇસ્કોનના અનુયાયીઓ મોટેભાગે 'હરે કૃષ્ણ' કે 'હરે કૃષ્ણ ભક્તો' તરીકે ઓળખાય છે, જે ઓળખ તેમને આ મંત્ર ઉપરથી મળી છે. આ એ મંત્ર છે જે ભક્તો મોટેથી વાધ્યો સાથે મંદિરમાં અને નગર સંકિર્તન દરમ્યાન તાલબધ્ધ રીતે ગાય છે અને જપમાળા ઉપર તેનો જાપ કરે છે. સોળ શબ્દોના બનેલા આ મંત્રમાં કૃષ્ણ, રામ અને ભગવાનની અંતરંગ શક્તિ હરે (રાધા રાણી અને સીતા)નું ઉચ્ચારણ છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી ઉત્પન્ન થતાં તરંગો ભગવદ્ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતની વૃધ્ધિ કરે છે.

મહામંત્ર[ફેરફાર કરો]

હરે કૃષ્ણ હરે કૃષ્ણ |
કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||
હરે રામ હરે રામ |
રામ રામ હરે હરે ||

સંપ્રદાયનાં સાત મુખ્ય ઉદ્દેશો[ફેરફાર કરો]

પ્રભુપાદે ઇ.સ. ૧૯૬૬માં ન્યૂ યોર્કમાં ઇસ્કોન નામે સંસ્થાની નોંધણી કરાવી ત્યરે આ ૭ ઉદ્દેશો ઘડ્યાં હતાં:

 1. સમાજમાં પધ્ધતિસર રીતે આધ્યાત્મિક જ્ઞાન બહોળા પ્રમાણમાં ફેલાવવું અને લોકોને ધાર્મિક જીવન પધ્ધતિથી માહિતગાર કરવા જેથી કરીને જીવનનાં બદલાતાં મુલ્યોને અટકાવિ શકાય અને વિશ્વમાં સાચી એકતા અને શાંતિ સ્થાપી શકાય.
 2. ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવતમ્ માં જણાવ્યા પ્રમાણે સમાજમાં કૃષ્ણ ભાવના જગાવવી.
 3. સમાજની દરેક વ્યક્તિને અકબીજાની સાથે અને કૃષ્ણની નજીક લાવવી, જેથી કરીને સમાજનાં સભ્યોમાં અને બહોળા પ્રમાણમાં સમસ્ત વિશ્વમાં એ ભાવના કેળવી શકાય કે દરેક આત્મા તે પરમાત્મા (કૃષ્ણ)નાં ગુણોનો અંશ છે.
 4. લોકોને ચૈતન્ય મહાપ્રભુનાં આદેશાનુસાર સંકિર્તન આંદોલનની અને સમુહમાં ભગવાનનાં પવિત્ર નામના જપ કરવાની શિક્ષા આપવી.
 5. સમાજના સભ્યો અને અન્યા લોકો માટે કૃષ્ણને સમર્પિત, દિવ્ય લીલાઓ વર્ણવતાં ધર્મિક સ્થાનકો ઉભા કરવાં.
 6. સભ્યોને સાદી, સરળ અને કુદરતની વધુ નજીક હોય તેવી જીવન પધ્ધતિ શિખવવાનાં ઉદ્દેશ્યથી એકબીજાની વધુ નજીક લાવવાં.
 7. ઉપર વર્ણવેલાં ઉદ્દેશોની પ્રાપ્તિ અર્થે પુસ્તકો, સામયિકો, તથા અન્ય સાહિત્ય પ્રકાશિત કરવું.

ચાર નિયમો[ફેરફાર કરો]

શ્રીલ પ્રભુપાદે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધવા માટે નીચેના ચાર નિયમોનું દ્રઢ પણે પાલન કરવા જણાવ્યું છે:

 • માંસાહાર ન કરવો (ઈંડા, લસણ, ડુંગળી, મશરૂમ ઇત્યાદિ પણ ત્યજવા)
 • વ્યભિચાર ન કરવો (પરસ્ત્રી ગમન)
 • જુગાર ન રમવો (લોટરી, ઇત્યાદિ પણ વર્જ્ય)
 • નશો ન કરવો (બીયર, કોઇ પણ પ્રકારનો આલ્કોહોલ, ચા, કૉફી, સોપારી, તમાકુ, વિગેરે)