ઇસ્કોન

વિકિપીડિયામાંથી
International Society for Krishna Consciousness
Deities of Radha-Krishna at ISKCON Pune temple
ટૂંકું નામISKCON
સ્થાપના1966
પ્રકારReligious
હેતુEducational
Religious studies
Spirituality
મુખ્યમથકોMayapur, West Bengal, India
વિસ્તારમાં સેવાઓ
Worldwide
Founder-Acharya
Bhaktivedanta Swami
જોડાણોGaudiya Vaishnavism
ઇસ્કોન સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ' (ઇસ્કોન-International Society for Krishna Conciousness) સામાન્ય રીતે 'હરે કૃષ્ણ' તરીકે પ્રચલિત છે. આ સંસ્થાની સ્થાપના એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ઇ.સ્. ૧૯૬૬માં કરી. ઘણા લોકો ઇસ્કોનની ગણના એક નવા ધર્મ કે સંપ્રદાય તરીકે કરે છે, પરંતુ હકિકતમાં તો તેનો પાયો શ્રીમદ્ ભાગવતમ્ અને ભગવદ્ ગીતાનાં મૂળ ઉપદેશો ઉપર આધારિત છે અને આ બન્ને ગ્રંથો સનાતન ધર્મનાં આધારભુત ગ્રંથો હોવાથી ઇસ્કોનને કોઈ નવો ધર્મ ન ગણતા સનાતન ધર્મનો એક સંપ્રદાય જ ગણવામાં આવે છે. આ સંસ્થા (ઘણી વખત હરે કૃષ્ણ આંદોલન તરીકે ઓળખાતી) મૂળભુત રીતે પશ્ચિમ બંગાળના ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય જે ભારતમાં લગભગ ૧૫મી સદીથી અસ્તિત્વમાં છે તેના ઉપર આધારિત છે. ઇસ્કોનની સ્થાપના ભક્તિ યોગના ફેલાવા માટે કરવામાં આવી છે, જ્યાં ભક્ત વિચારોથી અને કર્મોથી ભગવાન કૃષ્ણને પરાયણ હોય છે.

વિશ્વભરમાં ઇસ્કોનના ૪૦૦ કેન્દ્રો છે, જેમા ૬૦ કૃષિક્ષેત્રોનો સમાવેશ થાય છે. તદુપરાંત ૫૦ શાળાઓ અને ૯૦ રેસ્ટોરન્ટ્સ છે. છેલ્લા થોડા વર્ષોમાં (મુખ્ય્તવે રશિયાના વિભાજન પછી) પૂર્વ યુરોપીય દેશોમાં અને ભારતમાં ઇસ્કોનનો નોંધપાત્ર ફેલાવો થયેલો છે.

માન્યતા અને ઇતિહાસ[ફેરફાર કરો]

વધુ માહિતી માટે અચિંત્ય ભેદાભેદનો અભ્યાસ કરી શકો છો.

હરે કૃષ્ણ ભક્તો એમ માને છે કે કૃષ્ણ વિષ્ણુના પણ ઉત્પત્તા છે. ઇસ્કોન એમ શીખવે છે કે કૃષ્ણ સર્વોપરિ ભગવાન છે અને માટે જ તેમને પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન તરિકે સંબોધિત કરવામાં આવે છે, બીજા બધા તે તેમના વિશિષ્ટ અવતારો છે. ભક્તો રાધા અને કૃષ્ણ ને યુગલ સ્વરૂપે ભજે છે, તેઓ રાધાને રાધા રાણી તરીકે સંબોધે છે અને તેને કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ માને છે. ઇસ્કોનના તત્ત્વજ્ઞાનની વિશેષતા એ છે કે, તેઓ આત્માને સાશ્વત માને છે અને તે વાતનું ખંડન કરે છે કે આત્મા અંતે નિરાકાર બ્રહ્મ જ્યોતિમાં લિન થઇ જાય છે અથવાતો આત્મા નાશ પામે છે, અને આ કારણે તે અદ્વૈત વાદીઓથી જુદો તરી આવે છે.

હરે કૃષ્ણ ભક્તો ગૌડીય વૈષ્ણવ પરંપરામાં આવે છે. વિષ્ણુ (કૃષ્ણ)ને ભજે તે વૈષ્ણવ અને ગૌડ, તે પશ્ચિમ બંગાળમાં આવેલો પ્રદેશ છે, વૈષ્ણવ ધર્મની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. ગૌડીય વૈષ્ણવ પરંપરા ભારતમાં ખાસ કરીને બંગાળ અને ઓરિસ્સામાં છેલ્લ પાંચસો વર્ષોથી અતુટ રીતે ચાલી આવી છે, શ્રીલ પ્રભુપાદે આ વૈષ્ણવ પરંપરાનાં સિધ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો. તેમણે ભગવદ્ ગીતા (ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે; અંગ્રેજીમાં Bhagavad Gita), શ્રીમદ્ ભાગવતમ્ , ચૈતન્ય ચરિતામૃત તથા અન્ય અનેક પુસ્તકોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે. આ અનુવાદો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ઇસ્કોનનાં પ્રચાર કાર્યમાં પાયાનાં શસ્ત્રો તરિકે ભાગ ભજવે છે. આ પૈકીનાં ઘણા પુસ્તકો ઑનલાઇન (ઇન્ટરનેટ પર) પણ ઉપલબ્ધ છે.[૧] [૨]

મહા મંત્ર[ફેરફાર કરો]

ઇસ્કોનના અનુયાયીઓ મોટેભાગે 'હરે કૃષ્ણ' કે 'હરે કૃષ્ણ ભક્તો' તરીકે ઓળખાય છે, જે ઓળખ તેમને આ મંત્ર ઉપરથી મળી છે. આ એ મંત્ર છે જે ભક્તો મોટેથી વાધ્યો સાથે મંદિરમાં અને નગર સંકિર્તન દરમ્યાન તાલબધ્ધ રીતે ગાય છે અને જપમાળા ઉપર તેનો જાપ કરે છે. સોળ શબ્દોના બનેલા આ મંત્રમાં કૃષ્ણ, રામ અને ભગવાનની અંતરંગ શક્તિ હરે (રાધા રાણી અને સીતા)નું ઉચ્ચારણ છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી ઉત્પન્ન થતાં તરંગો ભગવદ્ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતની વૃધ્ધિ કરે છે.

મહામંત્ર:

હરે કૃષ્ણ હરે કૃષ્ણ |
કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||
હરે રામ હરે રામ |
રામ રામ હરે હરે ||

સંપ્રદાયનાં સાત મુખ્ય ઉદ્દેશો[ફેરફાર કરો]

ચિત્ર:LondonRathaYatra07.jpg
225px ઇસ્કોનનાં દેશ વિદેશનાં મંદિરો દ્વારા વર્ષ દરમ્યાન વિવિધ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે, જેમકે લંડનમાં નીકળેલી આ રથયાત્રા

પ્રભુપાદે ઇ.સ્. ૧૯૬૬માં ન્યૂ યોર્કમાં ઇસ્કોન નામે સંસ્થાની નોંધણી કરાવી ત્યારે આ ૭ ઉદ્દેશો ઘડ્યાં હતાં:

  1. સમાજમાં પધ્ધતિસર રીતે આધ્યાત્મિક જ્ઞાન બહોળા પ્રમાણમાં ફેલાવવું અને લોકોને ધાર્મિક જીવન પધ્ધતિથી માહિતગાર કરવા જેથી કરીને જીવનનાં બદલાતાં મુલ્યોને અટકાવી શકાય અને વિશ્વમાં સાચી એકતા અને શાંતિ સ્થાપી શકાય.
  2. ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવતમ્ માં જણાવ્યા પ્રમાણે સમાજમાં કૃષ્ણ ભાવના જગાવવી.
  3. સમાજની દરેક વ્યક્તિને અકબીજાની સાથે અને કૃષ્ણની નજીક લાવવી, જેથી કરીને સમાજનાં સભ્યોમાં અને બહોળા પ્રમાણમાં સમસ્ત વિશ્વમાં એ ભાવના કેળવી શકાય કે દરેક આત્મા તે પરમાત્મા (કૃષ્ણ)નાં ગુણોનો અંશ છે.
  4. લોકોને ચૈતન્ય મહાપ્રભુનાં આદેશાનુસાર સંકિર્તન આંદોલનની અને સમુહમાં ભગવાનનાં પવિત્ર નામના જપ કરવાની શિક્ષા આપવી.
  5. સમાજના સભ્યો અને અન્ય લોકો માટે કૃષ્ણને સમર્પિત, દિવ્ય લીલાઓ વર્ણવતાં ધાર્મિક સ્થાનકો ઉભા કરવાં.
  6. સભ્યોને સાદી, સરળ અને કુદરતની વધુ નજીક હોય તેવી જીવન પધ્ધતિ શિખવવાનાં ઉદ્દેશ્યથી એકબીજાની વધુ નજીક લાવવાં.
  7. ઉપર વર્ણવેલાં ઉદ્દેશોની પ્રાપ્તિ અર્થે પુસ્તકો, સામયિકો, તથા અન્ય સાહિત્ય પ્રકાશિત કરવું.

ચાર નિયમો[ફેરફાર કરો]

શ્રીલ પ્રભુપાદે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધવા માટે નીચેના ચાર નિયમોનું દ્રઢ પણે પાલન કરવા જણાવ્યું છે:

  • માંસાહાર ન કરવો (ઈંડા, લસણ, ડુંગળી, મશરૂમ ઇત્યાદિ પણ ત્યજવા)
  • વ્યભિચાર ન કરવો (પરસ્ત્રી ગમન)
  • જુગાર ન રમવો (લોટરી, ઇત્યાદિ પણ વર્જ્ય)
  • નશો ન કરવો (બીયર, કોઇ પણ પ્રકારનો આલ્કોહોલ, ચા, કૉફી, સોપારી, તમાકુ, ભાંગ વિગેરે)

પ્રચાર કાર્ય[ફેરફાર કરો]

તિરૂપતિખાતેનું ઇસ્કોન મંદિર

ઇસ્કોન પ્રચાર કાર્ય ઉપર ભાર મુકે છે. અનુયાયીઓ નગર સંકિર્તન (જાહેર સ્થળોએ મહામંત્રનું સમુહમાં ગાન કરવું) અને શ્રીલ પ્રભુપાદે લખેલાં પુસ્તકોનું વિતરણ કરે છે, જે દ્વારા સમાજમાં ભગવાન કૃષ્ણ પ્રત્યે અને હરે કૃષ્ણ આંદોલન વિષે જાગૃતિ કેળવાય. શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્થાપવામાં આવેલા આ પંથમાં વૈષ્ણવ ધર્મ અંગિકાર કરવા માટે વ્યક્તિનું હિંદુ કુળમાં જન્મેલા હોવું જરૂરી નથી, અર્થાત કોઇ પણ વ્યક્તિ અમુક નિયમોનું પાલન કરવાથી ભગવાનનું સામિપ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકે છે. ઇસ્કોનની આ માન્યતા તેને હિંદુત્વની અન્ય અનેક શાખાઓથી અલગ તારવે છે, જેમાં વ્યક્તિનું કોઇક ચોક્કસ કુળમાં જન્મવું તેના ધર્મ પાલન માટે મહત્વનું હોય છે. વિશ્વનાં અનેક શહેરોમાં 'ઇસ્કોન સમાજ' (ISKCON Community) અસ્તિત્વ ધરાવે છે, જ્યાં શાળાઓ, ખેતરો અને રૅસ્ટોરન્ટો (ભોજનાલયો) આવેલાં છે અને અનુયાયિઓ એક્બીજાની સાથે અડોશ પડોશમાં રહે છે. અનેક મંદિરો દ્વારા Food for Life (સહુને માટે પ્રસાદ) નામે કાર્યક્રમ ચલાવે છે, જેમાં જરૂરિયાત મંદોને માટે કૃષ્ણ પ્રસાદનાં રૂપમાં ભોજન પુરૂં પાડવામાં આવે છે. આ સંસ્થા ૬૦ દેશોમા કાર્યરત છે અને ૭,૦૦,૦૦૦ વ્યક્તિઓને ભોજન પીરસે છે.તાજેતરમાં ઇસ્કોન દ્વારા પાશ્ચાત્ય શિક્ષણ જગતમાં કૃષ્ણોલોજી (કૃષ્ણ વિષે અભ્યાસ) નામે અભ્યાસક્રમ પણ રજૂ કરવામાં આવ્યો છે.

ઇસ્કોનનાં સન્યાસીઓની ફરજ છે કે તેઓ પારિવ્રાજક બનીને ભ્રમણ કરતા રહે, અને તેમના આ ભ્રમણનાં ભાગરૂપે અનેક સન્યાસીઓ અને વરિષ્ઠ ભક્તો ભાર ઉપરાંત વિદેશમાં પણ વિચરણ કરીને કૃષ્ણ-ભક્તિનો પ્રચાર કરતા હોય છે, આવા અનેક સંન્યાસીઓ પૈકિનાં અમુક છે:

ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ[ફેરફાર કરો]

ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ

ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ ની સ્થાપના એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ એ કરી હતી. શ્રીલ પ્રભુપાદે આ વૈષ્ણવ પરંપરાનાં સિદ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો. તેમણે ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવતમ્, ચૈતન્ય ચરિતામૃત, ઉપદેશામૃત તથા અન્ય અનેક શાસ્ત્રોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે. તેમણે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન કૃષ્ણ, ગીતાસાર, અન્ય ગ્રહો ની સુગમ યાત્રા તથા અન્ય અનેક પુસ્તકો અંગ્રેજીમાં લખ્યા છે.આ પુસ્તકો અને શાસ્ત્રો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

શ્રીલ પ્રભુપાદે ભગવદ્ દર્શન અંગ્રેજીમાં બેક ટુ ગોડહેડ ચાલુ કરી.

ગુજરાતમાં ઇસ્કોનના (કેન્દ્રો) મંદિરો[ફેરફાર કરો]

ચિત્ર:Temple Opening.gif
શ્રી શ્રી રાધા ગોવિંદ ધામ, અમદાવાદ

અમદાવાદ - શ્રી શ્રી રાધાગોવિંદ ધામ, રાજપથ ક્લબ હાઈવે, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૫૧, ફોન - (૦૭૯) ૬૭૪ ૯૯૪૫. [૩]

ભાડજ (તા. દસ્ક્રોઇ) ,અમદાવાદ- હરે કૃષ્ણ મંદિર, અમદાવાદ ડેન્ટલ કોલેજ ની સામે, ભાડજ-રણછોડપુરા રોડ, સાયન્સ સિટી પાસે, અમદાવાદ-૩૮૨૧૧૫ [૪]

દ્વારકા - હરે કૃષ્ણ મંદિર, ભારતીય ભુવન, દેવી ભુવન રોડ, તીન બત્તી ચોક પાસે, દ્વારકા-૩૬૧ ૩૩૫, ફોન - (૦૨૮૯૨) ૩૪૬૦૬, ફેક્સ - ૩૪૩ ૩૯૧.

વડોદરા - હરે કૃષ્ણ મંદિર, હરિનગર પાણીની ટાંકી પાસે, ગોત્રી રોડ, વડોદરા-૩૯૦ ૦૨૧, ફોન - (૦૨૬૫) ૩૧૦ ૬૩૦, ફેક્સ - ૩૩૧ ૦૧૨. વેબસાઈટ

વલ્લભ વિદ્યાનગર - શ્રી શ્રી રાધા ગિરિધારી મંદિર, પોલીટેકનીક કોલેજની સામે,વલ્લભ વિદ્યાનગર, ફોન - (૦૨૬૯૨) ૨૩૦ ૭૯૬. વેબસાઈટ સંગ્રહિત ૨૦૦૯-૦૬-૦૫ ના રોજ વેબેક મશિન

સુરત - શ્રી શ્રી રાધાકૃષ્ણ મંદિર, રાંદેર રોડ, જહાંગીરપુરા, સુરત-૩૯૫ ૦૦૫, ફોન - (૦૨૬૧) ૬૮૫ ૮૯૧, ૬૮૫ ૫૧૬. વેબસાઈટ

રાજકોટ - શ્રી શ્રી રાધા નીલમાધવ ધામ, કંકોટ પાટીયાની સામે, કલાવાડ રોડ, મોટા માવા, રાજકોટ, ફોન - (૦૨૮૧) ૨૭૮ ૩૬૫૧, ૨૭૮ ૩૫૧૦. વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૦-૦૨-૨૧ ના રોજ વેબેક મશિન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ઇસ્કોન વેદાબેઝ
  2. વેદ વિશ્વકોષમાં શ્રીલ પ્રભુપાદ દ્વારા રચિત સાહિત્ય
  3. "વેબસાઈટ". મૂળ માંથી 2010-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-05.
  4. હરે કૃષ્ણ મંદિર વેબસાઈટ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સત્તાવાર વેબસાઇટો[ફેરફાર કરો]

બિનસત્તાવાર વેબસાઇટો[ફેરફાર કરો]

અભ્યાસાર્થે
સમાચાર
સાહિત્ય

દ્રશ્ય-શ્રાવ્ય

વિચારધારા
અન્ય/પરચુરણ