લખાણ પર જાઓ

ભક્તિ વિકાસ સ્વામી

વિકિપીડિયામાંથી
ભક્તિ વિકાસ સ્વામી - ૨૦૦૭માં યુ.કે યાત્રા દરમ્યાન સાઉથ લંડન ઇસ્કોન મંદિરમાં

ભક્તિ વિકાસ સ્વામી ઇસ્કોનનાં એક સન્યાસી છે, જેઓનો જન્મ ૩ જાન્યુઆરી ૧૯૫૭નાં રોજ ઈંગ્લેન્ડમાં થયો હતો. તેઓ ઇ.સ. ૧૯૭૫માં ઇસ્કોન સંસ્થાનાં સંપર્કમાં આવ્યાં અને ઇસ્કોનનાં લંડન મંદિર, ભક્તિવેદાંત મેનોરમાં સેવા આપવાની શરૂઆત કરી. તે જ વર્ષે એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે તેમને હરિનામ દિક્ષા આપી અને તે સાથે તેમને ઇલાપતિ દાસ નામ મળ્યું. તેઓએ ૧૯૮૯માં સંન્યાસ સ્વિકાર્યો અને તે સાથે તેમનું નામ થયું ભક્તિ વિકાસ સ્વામી. તેઓ ૧૯૭૭-૧૯૭૯ દરમ્યાન ભારત અને બાંગ્લાદેશમાં રહીને હરેકૃષ્ણ મહામંત્રનો પ્રચાર તથા શ્રીલ પ્રભુપાદ રચયિત પુસ્તકોનાં વિતરણ કાર્યમાં પરોવાયેલા રહ્યાં હતાં. સંન્યાસ મળ્યા બાદ તેઓએ ફરી એક વખત ભારતને તેમની કર્મભૂમિ બનાવી અને બંગાળી તથા હિંદી ભાષાઓ પણ શીખ્યા. તેઓ આજ-કાલ ગુજરાત અને દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિલનાડુમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરી રહ્યાં છે.

તેઓએ કુલ ૧૨ પુસ્તકો લખ્યાં છે, જે પૈકિનું છેલ્લું પુસ્તક 'ભક્તિ સિદ્ધાંત વૈભવ' કે જે તેમનાં વર્ષોનાં સંશોધનનું પરિણામ છે, તેને ઇસ્કોનમાં અદ્વિતિય પ્રતિભાવ સાંપડી રહ્યો છે. તેઓ ભારત ઉપરાંત ખાડીના દેશો, યુ.કે, યુરોપ તથા અમેરિકામાં પણ વિચરણ કરે છે અને તેમનાં ભક્તો અનેક દેશોમાં ફેલાયેલાં છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]