લખાણ પર જાઓ

માર્ચ ૨૫

વિકિપીડિયામાંથી

૨૫ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૪મો(લિપ વર્ષ દરમ્યાન ૮૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૬૫૫ – શનિનો સૌથી મોટો ચંદ્ર, ટાઇટન (Titan), 'ક્રિસ્ટિન હુજીન'(Christian Huygens) દ્વારા શોધાયો.
  • ૧૮૦૭ – બ્રિટિશ સામ્રાજ્યમાં ગુલામ વેપાર નાબુદ કરાયો. "ગુલામ વેપાર અધિનિયમ" કાનૂન બન્યો.
  • ૧૮૦૭ – 'ધ સ્વાન્સી અને મમ્બલ્સ રેલ્વે' (The Swansea and Mumbles Railway), જે પછીથી 'ઓયસ્ટરમાઉથ રેલ્વે' (Oystermouth Railway) થી ઓળખાઇ, દુનિયાની સર્વ પ્રથમ ઉતારૂ રેલ્વે બની.
  • ૧૯૬૫ – માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની આગેવાની હેઠળના નાગરિક અધિકાર કાર્યકરોએ સેલ્માથી અલાબામાના મોન્ટગોમરીમાં કેપિટોલ સુધીની ૪-દિવસની ૫૦ માઇલની કૂચ સફળતાપૂર્વક પૂર્ણ કરી.
  • ૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ: પાકિસ્તાન સેના દ્વારા 'પૂર્વ પાકિસ્તાની નાગરિકો' સામે 'ઓપરેશન સર્ચલાઇટ' શરૂ કરવામાં આવ્યું.
  • ૧૯૭૯ – પ્રથમ સંપૂર્ણપણે કાર્યરત અવકાશનયાન કોલંબિયા, જ્હોન એફ કેનેડી અવકાશ મથકને તેના પ્રથમ પ્રક્ષેપણ માટે તૈયાર કરવા માટે પહોંચાડવામાં આવ્યું.
  • ૨૦૧૨ ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન જલગાંવનું રાષ્ટ્રપતિ સુશ્રી પ્રતિભા પાટિલના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • ૧૮૭૯ – બાપુલાલ નાયક, ભારતીય રંગમંચ અભિનેતા, પ્રારંભિક ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક અને વ્યવસ્થાપક (અ. ૧૯૪૭)
  • ૧૯૧૬ – એસ.એમ. પંડિત, ભારતીય ચિત્રકાર અને કેળવણીકાર (અ. ૧૯૯૩)
  • ૧૯૨૦ – ઉષા મહેતા, ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવિકા (અ. ૨૦૦૦)
  • ૧૯૨૫ – કિશોરી સિંહા, ભારતીય રાજકારણી, સામાજિક કાર્યકર અને વકીલ (અ. ૨૦૧૬)
  • ૧૯૨૭ – પી. શણમુગમ, ભારતીય રાજકારણી, પુડુચેરીના ૧૩મા મુખ્ય પ્રધાન (અ. ૨૦૧૩)
  • ૧૯૪૧ – સુજ્ઞા ભટ્ટ, ગુજરાત હાઈકોર્ટના ભારતીય ન્યાયાધીશ (અ. ૨૦૨૨)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • ગ્રીક સ્વતંત્રતા દિવસ
  • આઝાદી દિન-બેલારૂસ
  • "મધર્સ ડે" -સ્લોવેનિયા

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]