સુજ્ઞા ભટ્ટ
સુજ્ઞા ભટ્ટ | |
---|---|
જન્મ | ૨૫ માર્ચ ૧૯૪૧ |
મૃત્યુ | ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ અમદાવાદ |
સુજ્ઞા કમલાશંકર ભટ્ટ (૨૫ માર્ચ ૧૯૪૧ – ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨) ગુજરાત હાઈકોર્ટના ભારતીય ન્યાયાધીશ હતા.[૧]
જીવનચરિત્ર
[ફેરફાર કરો]બ્રિટિશ રાજમાં જન્મેલા, તેઓ ૧૭ ઓક્ટોબર ૧૯૯૪ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ જજના પદ પર બઢતી મેળવનાર પ્રથમ મહિલા હતા.[૨][૧] તેમની કેરળ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી, પરંતુ ૪ નવેમ્બર ૧૯૯૪ની મહેતલ દરમિયાન તેઓ પોતાની બદલીના સ્થળે ફરજ પર હાજર ન થતાં ૨ જાન્યુઆરી ૧૯૯૫ના રોજ તેમને ન્યાયાધીશના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.[૧] તેમણે ૨૦૧૩ના ગુજરાત જાસૂસી કેસમાં તપાસ માટેના એક કમિશનનું નેતૃત્વ કર્યું હતું. આ કમિશન એક પિટિશનને પગલે તેનું કામ પૂરું કરે તે પહેલાં ઓક્ટોબર ૨૦૧૪માં બંધ થયું હતું.[૩][૪][૫]
તેમણે ગુજરાતના પછાત વર્ગ આયોગનું પણ નેતૃત્વ કર્યું હતું.[૬]
૮૦ વર્ષની વયે ભટ્ટનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમથી અવસાન થયું, જ્યાં તેઓ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨થી કોવિડ-૧૯ માટે સારવાર લઈ રહ્યા હતા.[૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "High Court of Gujarat". gujarathighcourt.nic.in (અંગ્રેજીમાં). મેળવેલ 2018-09-17.
- ↑ "Gujarat HC has had only 6 women judges in 50 years". dna (અંગ્રેજીમાં). 2012-03-09. મેળવેલ 2018-09-04.
- ↑ "Snoopgate: Gujarat HC sets aside notification appointing Justice Sugnya Bhatt Commission to conduct probe". The Economic Times. 2014-10-10. મેળવેલ 2018-09-04.
- ↑ "Gujarat government spent Rs 50 lakh on 'snoopgate' probe commission". The Economic Times. 2015-08-19. મેળવેલ 2018-09-04.
- ↑ "Snoopgate investigation cancelled by Gujarat high court". Live Mint. PTI. 2014-10-10. મેળવેલ 2018-09-04.
- ↑ "Patidar body seeks permanent backward class panel". The Times of India. મેળવેલ 2018-09-04.
- ↑ "Gujarat OBC commission chairperson Sugnya Bhatt dies of Covid". The Indian Express (અંગ્રેજીમાં). 2022-02-10. મેળવેલ 2022-02-10.