કોરોનાવાયરસ રોગ ૨૦૧૯

વિકિપીડિયામાંથી
કોરોનાવાયરસ રોગ ૨૦૧૯
(COVID-19)
અન્ય નામો
  • 2019-nCoV શ્વસનતંત્રનો જટિલ રોગ
  • નોવેલ કોરોનાવાયરસ ન્યુમોનિયા[૧]
  • વુહાન કોરોનાવાયરસ, વુહાન વાયરસ, વુહાન ન્યુમોનિયા[૨][૩] વુહાન ફ્લ્યુ[૪]
  • સામાન્ય બોલચાલમાં "કોરોના"
કોરોનાવાયરસ રોગનાં લક્ષણો
ઉચ્ચાર
ખાસિયતઅત્યંત જટિલ શ્વાસોચ્છ્વાસનો ચેપ
લક્ષણોતાવ, સૂકો કફ, શ્વાસની તકલીફ[૫]
જટિલ લક્ષણોવાયરલ ન્યુમોનિયા, ARDS, કિડનીની નિષ્ફળતા
કારણોSARS-CoV-2
નિદાન પદ્ધતિrRT-PCR ચકાસણી, એન્ટિજન ચકાસણી, CT સ્કેન
રોકવાની પદ્ધતિવારંવાર હાથ ધોવા, કફ ન ફેલાય તેની તકેદારી રાખવી, ચેપગ્રસ્તો અને શક્યત: ચેપગ્રસ્તોને અલગ રાખવા, એકબીજાથી અંતર જાળવવું
સારવારલક્ષણની સારવાર અને સંભાળ
દર્દીઓની સંખ્યા૪૩,૪૨,૫૬૫ નોંધાયેલ[૬]
મૃત્યુઓ૨,૯૬,૬૯૦[૬](નોંધાયેલ દર્દીઓના ૬.૮%[૭] જેટલા)

કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ (COVID-19, કોવિડ-૧૯) એ સાર્સ કોરોનાવાયરસ ૨ (SARS-CoV-2) દ્વારા થતો ચેપી રોગ છે,[૮] જે સાર્સ વાયરસ જોડે સામ્યતા ધરાવે છે.[૯][૧૦] સાર્સ કોરોનાવાયરસ ૨ ને અગાઉ નોવેલ કોરોનાવાયરસ (n-CoV) તરીકે ઓળખવામાં આવતો હતો.[૧૧] આ રોગ ૨૦૧૯-૨૦માં કોરોનાવાયરસની મહામારી ફાટી નીકળવાનું કારણ છે.[૧૨] આ વાયરસ વડે અસરગ્રસ્ત લોકોમાં સામાન્ય રીતે કોઇ લક્ષણો હોતા નથી અથવા તો તાવ, સુકી ઉધરસ, થાક અને શ્વાસની તકલીફ થઈ શકે છે.[૫][૧૩][૧૪] ગળામાં સોજો, વહેતું નાક અથવા છીંક આવવી જેવા લક્ષણો ઓછા જોવા મળ્યા છે.[૧૫] રોગના પરિણામે વધુ અશક્ત લોકોમાં ન્યુમોનિયા અને વિવિધ અંગોનાં નિષ્ફળ થવાની પણ શક્યતા રહેલી હોય છે.

COVID-19 મોટાભાગે ખાંસી અથવા છીંક વડે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રસરે છે.[૧૬][૧૭] લક્ષણો દેખાવાનો સમય સામાન્ય રીતે ૨ થી ૧૪ દિવસોની વચ્ચે હોય છે, જેમાં સરેરાશ ૫ દિવસનો સમય છે.[૧૮][૧૯][૨૦] નિદાન માટેની સામાન્ય પદ્ધતિમાં નાકનું દ્રવ્ય અથવા ગળફાની તપાસ કરવામાં આવે છે, જે કેટલાક કલાકોથી ૨ દિવસ સુધીમાં પરિણામ આપે છે. લોહીની ચકાસણી કરીને પણ થોડા દિવસમાં પરિણામ મળી શકે છે.[૨૧] વાયરસના લક્ષણો, જોખમી પરિબળો અને ન્યુમોનિયાના લક્ષણો દર્શાવતી ફેફસાના સીટી સ્કેનના સંયુક્ત આધાર પર પણ આ ચેપનું નિદાન થઈ શકે છે.[૨૨]

વારંવાર હાથ ધોવા, ખાંસી હોય તેવા લોકોથી અંતર જાળવવું અને હાથ ધોયા વગર ચહેરાને સ્પર્શ ન કરવો એ આ રોગને રોકવા માટેના ઉપાય છે.[૨૩] જ્યારે ખાંસી આવે છે ત્યારે નાક અને મોંને રૂમાલ અથવા કોણી વાળીને ઢાંકવાની ભલામણ કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ લોકોને ભલામણ કરી છે કે જેમને શંકા છે કે તેઓ વાયરસ ધરાવે છે તેઓ મોઢા પર ઢાંકવાનું માસ્ક પહેરે અને રૂબરુ ડોક્ટરની મુલાકાત લે. શંકાસ્પદ ચેપી લોકોની દેખભાળ લઇ રહેલા લોકો માટે પણ માસ્કની ભલામણ કરવામાં આવી છે.[૨૪][૨૫] [૨૬] આ રોગમાં મૃત્યુનો દર ૧% થી ૩% ની વચ્ચે અંદાજવામાં આવે છે.[૨૭][૨૮]

WHO એ વર્ષ ૨૦૧૯-૨૦ના કોરોનાવાયરસ ફાટી નીકળવાની ઘટનાને આંતરરાષ્ટ્રીય કક્ષાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.[૨૯][૩૦] ૭ માર્ચ ૨૦૨૦ સુધીમાં રોગનો ફેલાવો ૬ ખંડોના વિવિધ દેશોમાં ફેલાઇ ગયો હતો.[૩૧] ૧૧ માર્ચ ૨૦૨૦ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને મહામારી જાહેર કર્યો હતો.[૩૨]

૨૦૨૧ની શરૂઆતથી વિવિધ રસી કાર્યક્રમો વિશ્વમાં શરૂ થયા છે. ભારતમાં કોવેક્સિન અને કોવિડશિલ્ડ રસીઓ પ્રાપ્ત છે.

ચિહ્નો અને લક્ષણો[ફેરફાર કરો]

વાયરસનો ચેપ પામેલા લોકોને તાવ, કફ અને શ્વાસની તકલીફના ચિહ્નો દેખાય છે.[૫][૧૩][૧૪] અતિસાર અને છીંક, વહેતું નાક અને ગળામાં ખારાશ જેવાં ચિહ્નો ઓછા જોવા મળે છે.[૧૫] આ ચિહ્નો ન્યુમોનિયા, વિવિધ-અંગોની નિષ્ફળતા અને મૃત્યુ સુધી જઇ શકે છે.[૩૩][૧૨]

વિશ્વ આરોગ્ય સંગઠનના (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અનુસાર ૧ થી ૧૪ દિવસો સુધીમાં અને સરેરાશ ૫ થી ૬ દિવસમાં કોરોનાવાયરસ રોગના લક્ષણો દેખાવાના શરૂ થાય છે.[૩૪][૩૫]

WHO એ ચીનમાં પરિક્ષણ કરેલા ૫૫,૯૨૪ કેસની તપાસ કરીને નીચેના ચિહ્નો અને લક્ષણોની ટકાવારી તારવી છે:[૩૬]

રોગના સામાન્ય લક્ષણો[૩૬]
ચિહ્નો ટકાવારી
તાવ ૮૭.૯%
સૂકી ખાંસી ૬૭.૭%
થાક ૩૮.૧%
કફ ૩૩.૪%
શ્વાસની તકલીફ ૧૮.૬%
સ્નાયુઓ અથવા સાંધાનો દુખાવો ૧૪.૮%
ગળામાં ખારાશ ૧૩.૯%
માથાનો દુખાવો ૧૩.૬%
ઠંડી ૧૧.૪%
વહેતું નાક અથવા ઉલ્ટી ૫%
નાક બંધ થવું ૪.૮%
અતિસાર ૩.૭%
કફમાં લોહી પડવું ૦.૯%
આંખનો ચેપ ૦.૮%

૧૦૯૯ ચીનના દર્દીઓ પર કરેલા પરીક્ષણો મુજબ સીટી સ્કેન પરથી ૫૬% દર્દીઓમાં ફેફસાની તકલીફ જોવા મળી હતી, પરંતુ ૧૮% માં કોઇ રેડિયોલોજી વડે મેળવી શકાતા લક્ષણો ન હતા. ૫% દર્દીઓને ICUમાં ભરતી કરાયા હતા જ્યારે ૨.૩%ને કૃત્રિમ શ્વાસ ચડાવવાની જરૂર પડી હતી અને ૧.૪%નું મૃત્યુ થયું હતું.[૩૭] એવું જણાયું છે કે વયસ્ક વ્યક્તિઓ કરતાં બાળકોમાં આ રોગ ઓછો જોવા મળે છે, પરંતુ તેના કોઇ પૂરતા પૂરાવા હજુ મળ્યા નથી.[૩૮]

કારણ[ફેરફાર કરો]

આ રોગ સાર્સ કોરોનાવાયરસ-૨ (SARS-CoV-2)થી થાય છે, જે અગાઉ ૨૦૧૯ નોવેલ કોરોનાવાયરસ તરીકે (2019-nCoV) ઓળખાયો હતો.[૯] તે મુખ્યત્વે કફ અને છીંક વડે શ્વાસમાંના પ્રવાહી દ્રવ્ય વડે ફેલાય છે.[૩૯] વાયરસનો મૂળ ઉદ્ભવ પ્રાણીઓમાંથી થયો હોવો જોઇએ એમ મનાય છે.[૪૦] ડિસેમ્બર ૨૦૧૯માં હુનાનના દરિયાઇ ખોરાકના બજારમાં પ્રાણીમાંથી મનુષ્યમાં આ રોગ ફેલાવાની ઘટના બની હતી. મનુષ્યથી મનુષ્યમાં રોગ ફેલાવાનો પ્રથમ કિસ્સો જાન્યુઆરી ૨૦૨૦ની શરૂઆતમાં જોવા મળ્યો હતો.[૪૧][૪૨]

COVID-19[હંમેશ માટે મૃત કડી] માટેની CDC rRT-PCR ચકાસણી કીટ[૪૩]

ફેલાવો અટકાવવાના ઉપાયો[ફેરફાર કરો]

રોગનો ફેલાવો અને તેની સાથે આરોગ્ય સંસ્થાઓની દર્દીઓની સારવારની ક્ષમતા વિશે માહિતી આપતો આલેખ.[૪૪]
ફેલાવા વિશના આલેખનું અન્ય એક સ્વરૂપ[૪૫][૪૬]

વિશ્વના વિવિધ આરોગ્ય સંગઠનોએ રોગ અને ચેપ વધુ ફેલાતો અટકાવવા માટેની પદ્ધતિઓ જાહેર કરી છે. આ પદ્ધતિઓમાં અન્ય કોરોનાવાયરસ રોગોની જેમ: ઘરે રહેવું, જાહેર સ્થળોએ પ્રવાસ ન કરવો, વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા; આંખ, નાક અને મોઢાને હાથ ધોયા વગર ન અડકવું; અને શ્વસન અવયવોને સ્વચ્છ રાખવા જેવા પગલાંઓનો સમાવેશ થાય છે.[૪૭][૪૮]

તંદુરસ્ત લોકોએ ચીન સિવાયના દેશોમાં મોઢાં પરના માસ્ક પહેરવાની જરૂર નથી એમ જણાવવામાં આવ્યું છે.[૪૯][૫૦][૫૧]

ચેપગ્રસ્ત લોકોએ તબીબી સારવાર સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઇ છે અને સારવાર માટે જતા પહેલાં જાણ કરવી; મોઢાં પર જાહેરમાં મોઢાં-નાકને ઢાંકતો માસ્ક પહેરવો; છીંક અને ખાંસીને રૂમાલ વડે ઢાંકવી; નિયમિત સાબુ-પાણી વડે હાથ ધોવા અને અંગત વસ્તુઓને અન્ય લોકો સાથે ન વાપરવાની સલાહ અપાઇ છે.[૫૨]

વધુમાં સાબુથી હાથ ધોતી વખતે ઓછામાં ઓછા ૨૦ સેકંડ સુધી હાથ ધોવાનું સૂચન કરાયું છે - ખાસ કરીને શૌચાલય ગયા પછી, જમતા પહેલા તેમજ શરદી-ખાંસી થઇ હોય ત્યારે. આલ્કોહોલ યુક્ત હાથ સાફ કરવાના પ્રવાહીઓનો (જેમાં ઓછામાં ઓછું ૬૦ ટકા આલ્કોહોલ હોય) ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.[૫૩] હાથ ધોયા વગર આંખ, નાક અને મોઢાંને ન અડવાનું જણાવવામાં આવ્યું છે.[૫૪]

૨૦૨૦ની શરૂઆતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે SARS-CoV-2ની રસી માટે ઓછામાં ઓછો ૧૮ મહિનાનો સમય લાગી શકે છે.[૫૫]

રોગનો ફેલાવાનો અભ્યાસ[ફેરફાર કરો]

મૃત્યુદર પ્રાપ્ત આરોગ્ય સેવાઓ, દર્દીની ઉંમર અને વસ્તીમાં હાજર આરોગ્ય સમસ્યાઓ અને ન નોંધાયેલા દર્દીઓ પર આધાર રાખે છે.[૫૬][૫૭] પ્રાથમિક સંશોધન મુજબ મૃત્યુનો દર ૨ થી ૩ ટકા વચ્ચે નો છે;[૨૭] જાન્યુઆરીમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ૩% દર દર્શાવ્યો હતો,[૫૮] અને ફેબ્રુઆરીમાં ૨% દર હુબેઇ પ્રાંતમાં જોવા મળ્યો હતો.[૫૯]

આ રોગચાળો વધુ વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો અથવા બીજા વિસ્તારમાં પ્રવાસ કરતા લોકોમાં વધુ ફેલાય છે. સંશોધન મુજબ ફેલાવાનો દર ૨.૩૫ થી ૧.૦૫ સુધી પ્રવાસ નિયંત્રણ વડે લાવી શકાય છે.[૬૦]

૯ લોકોના અભ્યાસ પરથી માતાથી નવા જન્મેલા બાળકમાં રોગ ફેલાતો નથી.[૬૧] વુહાનમાં અભ્યાસ દરમિયાન સેક્સથી રોગ ફેલાવો જોવા મળ્યો નથી પરંતુ તે દરમિયાન અન્ય માર્ગોથી આ રોગ પ્રસરી શકે છે.[૬૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "国家卫生健康委关于新型冠状病毒肺炎暂命名事宜的通知". 7 February 2020. મૂળ માંથી 28 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 9 February 2020.
  2. Charlie Campbell (20 January 2020). "The Wuhan Pneumonia Crisis Highlights the Danger in China's Opaque Way of Doing Things". Time (magazine). મેળવેલ 13 March 2020.
  3. Daniel Lucey and Annie Sparrow (14 January 2020). "China Deserves Some Credit for Its Handling of the Wuhan Pneumonia". Foreign Policy. મેળવેલ 13 March 2020.
  4. Stobbe, Mike (8 February 2020). "Wuhan coronavirus? 2018 nCoV? Naming a new disease". Fortune (magazine). Associated Press. મેળવેલ 13 March 2020.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "Coronavirus Disease 2019 (COVID-19) Symptoms". Centers for Disease Control and Prevention. United States. 10 February 2020. મૂળ સંગ્રહિત માંથી 30 January 2020 પર સંગ્રહિત.
  6. ૬.૦ ૬.૧ "Operations Dashboard for ArcGIS". gisanddata.maps.arcgis.com. મેળવેલ 2020-03-22.
  7. https://www.who.int/docs/default-source/coronaviruse/situation-reports/20200306-sitrep-46-covid-19.pdf?sfvrsn=96b04adf_2
  8. "Naming the coronavirus disease (COVID-19) and the virus that causes it". www.who.int (અંગ્રેજીમાં). World Health Organization. મૂળ માંથી 2020-02-28 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-28.
  9. ૯.૦ ૯.૧ Gorbalenya, Alexander E. (2020-02-11). "Severe acute respiratory syndrome-related coronavirus – The species and its viruses, a statement of the Coronavirus Study Group". bioRxiv (અંગ્રેજીમાં): 2020.02.07.937862. doi:10.1101/2020.02.07.937862. મૂળ માંથી 11 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 11 February 2020.
  10. "Coronavirus disease named Covid-19". BBC News (અંગ્રેજીમાં). 2020-02-11. મૂળ માંથી 11 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-11.
  11. "SARS-CoV-2 Insists on Making a Name for Itself". GEN - Genetic Engineering and Biotechnology News (અંગ્રેજીમાં). 2020-03-04. મેળવેલ 2020-03-06.
  12. ૧૨.૦ ૧૨.૧ "Q&A on coronaviruses". World Health Organization (WHO). મૂળ માંથી 20 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 27 January 2020.
  13. ૧૩.૦ ૧૩.૧ Chen N, Zhou M, Dong X, Qu J, Gong F, Han Y, et al. (February 2020). "Epidemiological and clinical characteristics of 99 cases of 2019 novel coronavirus pneumonia in Wuhan, China: a descriptive study". Lancet (Englishમાં). 395 (10223): 507–513. doi:10.1016/S0140-6736(20)30211-7. PMID 32007143.CS1 maint: unrecognized language (link)
  14. ૧૪.૦ ૧૪.૧ Hessen, Margaret Trexler (27 January 2020). "Novel Coronavirus Information Center: Expert guidance and commentary". Elsevier Connect. મૂળ માંથી 30 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 31 January 2020.
  15. ૧૫.૦ ૧૫.૧ Huang C, Wang Y, Li X, Ren L, Zhao J, Hu Y, et al. (February 2020). "Clinical features of patients infected with 2019 novel coronavirus in Wuhan, China". Lancet. 395 (10223): 497–506. doi:10.1016/S0140-6736(20)30183-5. PMID 31986264.
  16. "Q&A on coronaviruses". World Health Organization (WHO). 11 February 2020. મૂળ માંથી 20 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 24 February 2020.
  17. "Coronavirus Disease 2019 (COVID-19)". Centers for Disease Control and Prevention (અંગ્રેજીમાં). 11 February 2020. મૂળ માંથી 23 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 24 February 2020.
  18. "Symptoms of Novel Coronavirus (2019-nCoV) | CDC". www.cdc.gov (અંગ્રેજીમાં). 2020-02-10. મૂળ માંથી 30 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-11.
  19. Lai CC, Shih TP, Ko WC, Tang HJ, Hsueh PR (February 2020). "Severe acute respiratory syndrome coronavirus 2 (SARS-CoV-2) and coronavirus disease-2019 (COVID-19): The epidemic and the challenges". International Journal of Antimicrobial Agents: 105924. doi:10.1016/j.ijantimicag.2020.105924. PMID 32081636.
  20. Velavan, Thirumalaisamy P.; Meyer, Christian G. (2020). "The COVID-19 epidemic". Tropical Medicine & International Health (અંગ્રેજીમાં). n/a (n/a): 278–280. doi:10.1111/tmi.13383. ISSN 1365-3156. PMID 32052514.
  21. NormileFeb. 27, Dennis; 2020; Pm, 4:30 (2020-02-27). "Singapore claims first use of antibody test to track coronavirus infections". Science | AAAS (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-02.CS1 maint: numeric names: authors list (link)
  22. "CT provides best diagnosis for COVID-19". ScienceDaily (અંગ્રેજીમાં). 2020-02-26. મેળવેલ 2020-03-02.
  23. "Advice for public". www.who.int (અંગ્રેજીમાં). મૂળ માંથી 26 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-25.
  24. CDC (2020-02-11). "2019 Novel Coronavirus (2019-nCoV)". Centers for Disease Control and Prevention (અંગ્રેજીમાં). મૂળ માંથી 14 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-15.
  25. "Advice for public". www.who.int (અંગ્રેજીમાં). મૂળ માંથી 26 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-15.
  26. "Coronavirus Disease 2019 (COVID-19)". Centers for Disease Control and Prevention (CDC). 15 February 2020. મૂળ માંથી 26 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 20 February 2020.
  27. ૨૭.૦ ૨૭.૧ "Wuhan Coronavirus Death Rate - Worldometer". www.worldometers.info (અંગ્રેજીમાં). મૂળ માંથી 31 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-02.
  28. "Report 4: Severity of 2019-novel coronavirus (nCoV)" (PDF). મૂળ (PDF) માંથી 10 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 10 February 2020.
  29. "Statement on the second meeting of the International Health Regulations (2005) Emergency Committee regarding the outbreak of novel coronavirus (2019-nCoV)". www.who.int (અંગ્રેજીમાં). મૂળ માંથી 31 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-11.
  30. "Hundreds of evacuees to be held on bases in California; Hong Kong and Taiwan restrict travel from mainland China". The Washington Post. 6 February 2020. મૂળ માંથી 7 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 11 February 2020.
  31. "Coronavirus disease 2019 (COVID-19) Situation Report – 47" (PDF). World Health Organization. મૂળ સંગ્રહિત (PDF) માંથી 8 March 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-03-08.
  32. Organization (WHO), World Health (11 March 2020). ""Describing the situation as a pandemic does not change WHO's assessment of the threat posed by this #coronavirus. It doesn't change what WHO is doing, and it doesn't change what countries should do"-@DrTedros #COVID19".
  33. Hui DS, I Azhar E, Madani TA, Ntoumi F, Kock R, Dar O, Ippolito G, Mchugh TD, Memish ZA, Drosten C, Zumla A, Petersen E. The continuing 2019-nCoV epidemic threat of novel coronaviruses to global health – The latest 2019 novel coronavirus outbreak in Wuhan, China. Int J Infect Dis. 2020 Jan 14;91:264–266. doi:10.1016/j.ijid.2020.01.009. PMID 31953166.open access
  34. "WHO COVID-19 situation report 29" (PDF). World Health Organization. 19 February 2020. મૂળ સંગ્રહિત (PDF) માંથી 24 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 26 February 2020.
  35. "Q&A on coronaviruses (COVID-19): How long is the incubation period for COVID-19?". www.who.int (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 20 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-26.
  36. ૩૬.૦ ૩૬.૧ "Report of the WHO-China Joint Mission on Coronavirus Disease 2019 (COVID-19)" (PDF). WHO. પૃષ્ઠ 11–12. મેળવેલ 29 February 2020.
  37. Guan, Wei-jie; Ni, Zheng-yi; Hu, Yu; Liang, Wen-hua; Ou, Chun-quan; He, Jian-xing; Liu, Lei; Shan, Hong; Lei, Chun-liang; Hui, David S.C.; Du, Bin; Li, Lan-juan; Zeng, Guang; Yuen, Kwok-Yung; Chen, Ru-chong; Tang, Chun-li; Wang, Tao; Chen, Ping-yan; Xiang, Jie; Li, Shi-yue; Wang, Jin-lin; Liang, Zi-jing; Peng, Yi-xiang; Wei, Li; Liu, Yong; Hu, Ya-hua; Peng, Peng; Wang, Jian-ming; Liu, Ji-yang; Chen, Zhong; Li, Gang; Zheng, Zhi-jian; Qiu, Shao-qin; Luo, Jie; Ye, Chang-jiang; Zhu, Shao-yong; Zhong, Nan-shan (2020-02-28). "Clinical Characteristics of Coronavirus Disease 2019 in China". New England Journal of Medicine. Massachusetts Medical Society. doi:10.1056/nejmoa2002032. ISSN 0028-4793. PMID 32109013.
  38. CDC (2020-02-11). "Coronavirus Disease 2019 (COVID-19)". Centers for Disease Control and Prevention. મેળવેલ 2020-03-02.
  39. "2019 Novel Coronavirus (2019-nCoV)". Centers for Disease Control and Prevention (અંગ્રેજીમાં). 11 February 2020. મૂળ માંથી 22 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 18 February 2020.
  40. Zhou P, Yang XL, Wang XG, Hu B, Zhang L, Zhang W, et al. (23 January 2020). "Discovery of a novel coronavirus associated with the recent pneumonia outbreak in humans and its potential bat origin". bioRxiv (અંગ્રેજીમાં): 2020.01.22.914952. doi:10.1101/2020.01.22.914952. મૂળ માંથી 24 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 5 February 2020.
  41. "The Epidemiological Characteristics of an Outbreak of 2019 Novel Coronavirus Diseases (COVID-19) - China, 2020" (PDF). China CDC Weekly. 2. 20 February 2020. મૂળ સંગ્રહિત (PDF) માંથી 18 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 19 February 2020 – unpublished master વડે.
  42. Heymann, David L; Shindo, Nahoko (2020-02-22). "COVID-19: what is next for public health?". The Lancet. 395 (10224): 542–545. doi:10.1016/S0140-6736(20)30374-3. ISSN 0140-6736. PMID 32061313. મેળવેલ 2020-03-02.
  43. CDC (2020-02-05). "CDC Tests for 2019-nCoV". Centers for Disease Control and Prevention (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 14 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-12.
  44. Wiles, Siouxsie (9 March 2020). "The three phases of Covid-19 – and how we can make it manageable". The Spinoff. મેળવેલ 9 March 2020.
  45. Wiles, Siouxsie (14 March 2020). "After 'Flatten the Curve', we must now 'Stop the Spread'. Here's what that means". The Spinoff. મેળવેલ 13 March 2020.
  46. Anderson RM, Heesterbeek H, Klinkenberg D, Hollingsworth TD (March 2020). "How will country-based mitigation measures influence the course of the COVID-19 epidemic?". Lancet. 395 (10228): 931–934. doi:10.1016/S0140-6736(20)30567-5. PMID 32164834.
  47. "Coronavirus | About | Prevention and Treatment | CDC". www.cdc.gov (અંગ્રેજીમાં). 2020-02-03. મૂળ સંગ્રહિત માંથી 15 December 2019 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-10.
  48. "Advice for public". www.who.int (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 26 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-10.
  49. Australian Government Department of Health (2020-01-21). "Coronavirus (COVID-19)". Australian Government Department of Health (અંગ્રેજીમાં). મેળવેલ 2020-02-15.CS1 maint: uses authors parameter (link)
  50. "MOH | Updates on 2019 Novel Coronavirus (2019-nCoV) Local Situation". www.moh.gov.sg. મેળવેલ 2020-02-11.
  51. Australian Government Department of Health (2020-01-21). "Novel coronavirus (2019-nCoV)". Australian Government Department of Health (અંગ્રેજીમાં). મેળવેલ 2020-02-11.CS1 maint: uses authors parameter (link)
  52. CDC (2020-02-11). "What to do if you are sick with 2019 Novel Coronavirus (2019-nCoV)". Centers for Disease Control and Prevention (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 14 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-13.
  53. CDC (2020-02-11). "Coronavirus Disease 2019 Prevention & Treatment". Centers for Disease Control and Prevention (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-05.
  54. "Advice for public". www.who.int (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-05.
  55. Grenfell, Rob; Drew, Trevor (17 February 2020). "Here's Why It's Taking So Long to Develop a Vaccine For The New Coronavirus". Science Alert. મૂળ સંગ્રહિત માંથી 28 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 26 February 2020. Unknown parameter |name-list-format= ignored (|name-list-style= suggested) (મદદ)
  56. "Limited data on coronavirus may be skewing assumptions about severity". STAT. 30 January 2020. મૂળ સંગ્રહિત માંથી 1 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 1 February 2020. Unknown parameter |name-list-format= ignored (|name-list-style= suggested) (મદદ)
  57. Sparrow, Annie. "How China's Coronavirus Is Spreading – and How to Stop It". Foreign Policy. મૂળ સંગ્રહિત માંથી 31 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 2 February 2020. Unknown parameter |name-list-format= ignored (|name-list-style= suggested) (મદદ)
  58. "WHOが"致死率3%程度" 専門家「今後 注意が必要」". NHK. 24 January 2020. મૂળ માંથી 26 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 3 February 2020. Unknown parameter |name-list-format= ignored (|name-list-style= suggested) (મદદ)
  59. Boseley, Sarah (17 February 2020). "Coronavirus causes mild disease in four in five patients, says WHO". The Guardian. મૂળ સંગ્રહિત માંથી 18 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 18 February 2020. Unknown parameter |name-list-format= ignored (|name-list-style= suggested) (મદદ)
  60. Kucharski, Adam J; Russell, Timothy W; Diamond, Charlie; Liu, Yang; Edmunds, John; Funk, Sebastian; Eggo, Rosalind M; Sun, Fiona; Jit, Mark; Munday, James D; Davies, Nicholas; Gimma, Amy; van Zandvoort, Kevin; Gibbs, Hamish; Hellewell, Joel; Jarvis, Christopher I; Clifford, Sam; Quilty, Billy J; Bosse, Nikos I; Abbott, Sam; Klepac, Petra; Flasche, Stefan (March 2020). "Early dynamics of transmission and control of COVID-19: a mathematical modelling study". The Lancet Infectious Diseases. doi:10.1016/S1473-3099(20)30144-4. PMID 32171059.
  61. Chen H, Guo J, Wang C, Luo F, Yu X, Zhang W, et al. (February 2020). "Clinical characteristics and intrauterine vertical transmission potential of COVID-19 infection in nine pregnant women: a retrospective review of medical records". Lancet. 395 (10226): 809–15. doi:10.1016/S0140-6736(20)30360-3. PMID 32151335.
  62. Cui, Pengfei; Chen, Zhe; Wang, Tian; Dai, Jun; Zhang, Jinjin; Ding, Ting; Jiang, Jingjing; Liu, Jia; Zhang, Cong; Shan, Wanying; Wang, Sheng; Rong, Yueguang; Chang, Jiang; Miao, Xiaoping; Ma, Xiangyi; Wang, Shixuan (27 February 2020). "Clinical features and sexual transmission potential of SARS-CoV-2 infected female patients: a descriptive study in Wuhan, China". MedRxiv (preprint). doi:10.1101/2020.02.26.20028225. Unknown parameter |name-list-format= ignored (|name-list-style= suggested) (મદદ)
  63. "Total confirmed cases of COVID-19 per million people". Our World in Data. મેળવેલ 20 March 2020.
  64. "Total confirmed deaths due to COVID-19 per million people". Our World in Data. મેળવેલ 20 March 2020.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • [૧] સંગ્રહિત ૨૦૨૧-૦૬-૨૪ ના રોજ વેબેક મશિન | નવો ખતરોઃ કોરોનાની બીજી લહેર બાદ સાઈટોકાઈન સ્ટ્રોમના કેસોમાં પણ વધારો.