૨૦૧૯-૨૦ કોરોનાવાયરસના રોગચાળાને સંબંધિત ખોટી માહિતીઓ
કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ (કોવિડ -19) ના પ્રારંભિક ફાટી નીકળ્યા પછી રોગના મૂળ વિશે, તેની તીવ્રતા વિશે અને અન્ય વિવિધ પાસાઓ અંગે વિવિધ ખોટી માહિતી ઉભરાઈને બહાર આવી.[૧][૨]
ખોટી માહિતીઓ
[ફેરફાર કરો]ભારત
[ફેરફાર કરો]ગૌમૂત્ર અને ગોબરથી ઉપચાર
[ફેરફાર કરો]હિંદુ મહાસભાના સ્વામી ચક્રપાણીએ ગૌમૂત્રની પાર્ટી આયોજિત કરી હતી અને તેનાથી નોવેલ-કોરોનાવાયરસને ભગાડવાનો દાવો કર્યો હતો.[૩] આસામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યે પણ ગૌમૂત્ર અને ગોબરથી નોવેલ કોરોનાવાયરસને ભગાડવાનો દાવો કર્યો હતો.[૪] આ દાવાઓ પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી.[૫] વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિક અને ડૉક્ટર સૌમ્યા સ્વામિનાથને આ દાવાઓને નકારી કાઢ્યા હતા અને રાજકારણીઓની ખોટી માહિતી ફેલાવા બદલ ટીકા કરી હતી.[૬]
જનતા કર્ફ્યુ
[ફેરફાર કરો]જનતા કર્ફ્યુ દરમિયાન સાંજે ૫ વાગે થાળીના ડંકા અને તાળીઓના ગડગડાટથી પેદા થતી ધ્રુજારીથી કોરોનાવાયરસને નાશ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે આ દાવો ખોટો છે તેવું ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ સ્પષ્ટતા કરી હતી અને આ ક્રિયા માત્ર કોરોના સામે લડતા કર્મીઓને પ્રોત્સાહન આપવા માટે હતી.[૭][૮] સાથે એવો પણ દાવો કરાયો હતો કે વાયરસની જીંદગી ૧૨ કલાકની હોય છે અને ૧૪ કલાક કર્ફ્યુ પાળવાથી વાયરસ મરી જશે પણ આ દાવો ખોટો હતો.[૯] એક અન્ય ખોટો દાવો પણ કરાયો હતો કે જેના અનુસાર આકાશમાંથી કોરોનાવાયરસને મારવાની દવા છાંટવામાં આવશે.[૧૦]
ઊંટવૈદું
[ફેરફાર કરો]સોશિયલ મીડિયા પર કોરોનાવાયરસના ઉપચારની ખોટી માહિતી ફરતી થઈ હતી, જેમાં મુખ્યત્વે નીચેના ઉપચારોનો દાવો કરાયો હતો:
- ખાલી પેટે ઉકાળેલું આદું ખાવાથી કોરોનાવાયરસ નાશ પામે છે,[૧૧]
- લીંબુ અને ગરમ પાણીનો ઉપયોગ કરવાથી શરીરમાં વિટામીન-C વધે છે અને તેનાથી કોરોનાવાયરસ અને કેન્સર દૂર થાય છે તેવો દાવો થયો હતો, જે ખોટો છે અને તેનાથી કોરોનાવાયરસ કે કેન્સરને કોઈ અસર થતી નથી,[૧૨][૧૩]
- ૧૦ સેકંડ શ્વાસ રોકી રાખવાથી કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે કે તે નક્કી કરી શકાય છે,[૧૪]
- ગરમ પાણીથી સ્નાન કરવાથી અને હેર ડ્રાયરથી કોરોનાવાયરસ મરી જાય છે,[૧૫]
- શ્રીલંકાનું પ્રાચીન પીણું પીવાથી કોરોનાવાયરસ નાશ પામે છે,[૧૬]
- અલ્ટ્રાવાયોલેટ લાઇટ, ક્લોરિન, અને ગરમ તાપમાન (૫૬ સે. થી વધુ) કોરોનાવાયરસને દૂર કરવા વાપરી શકાય છે.[૧૭]
ઉપરોક્ત બધાં જ ઉપાયો ખોટા સાબિત થયા છે. દા.ત. અલ્ટ્રાવાયોલેટ, ક્લોરિન અને ઉંચા તાપમાનથી મનુષ્યની ચામડી પર માઠી અસર પહોંચે છે. SARS-CoV 2 વાયરસ પર ૫૬ સેં તાપમાનની અસરો વિશે હજુ જાણી શકાયું નથી. આદુની કોઇપણ પ્રકારની વાયરસ બિમારી પર અસર થઇ નથી અને વિટામીન-C કોરોનાવાયરસ સામે અસરકારક પુરવાર થયું નથી.
ફેલાવો અટકાવવાના ઉપાયો
[ફેરફાર કરો]વિશ્વના વિવિધ આરોગ્ય સંગઠનોએ રોગ અને ચેપ વધુ ફેલાતો અટકાવવા માટેની પદ્ધતિઓ જાહેર કરી છે. આ પદ્ધતિઓમાં અન્ય કોરોનાવાયરસ રોગોની જેમ: ઘરે રહેવું, જાહેર સ્થળોએ પ્રવાસ ન કરવો, વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા; આંખ, નાક અને મોઢાને હાથ ધોયા વગર ન અડકવું; અને શ્વસન અવયવોને સ્વચ્છ રાખવા જેવા પગલાંઓનો સમાવેશ થાય છે.[૧૯][૨૦]
તંદુરસ્ત લોકોએ ચીન સિવાયના દેશોમાં મોઢાં પરના માસ્ક પહેરવાની જરૂર નથી એમ જણાવવામાં આવ્યું છે.[૨૧][૨૨][૨૩]
ચેપગ્રસ્ત લોકોએ તબીબી સારવાર સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઇ છે અને સારવાર માટે જતા પહેલાં જાણ કરવી; મોઢાં પર જાહેરમાં મોઢાં-નાકને ઢાંકતો માસ્ક પહેરવો; છીંક અને ખાંસીને રૂમાલ વડે ઢાંકવી; નિયમિત સાબુ-પાણી વડે હાથ ધોવા અને અંગત વસ્તુઓને અન્ય લોકો સાથે ન વાપરવાની સલાહ અપાઇ છે.[૨૪]
વધુમાં સાબુથી હાથ ધોતી વખતે ઓછામાં ઓછા ૨૦ સેકંડ સુધી હાથ ધોવાનું સૂચન કરાયું છે - ખાસ કરીને શૌચાલય ગયા પછી, જમતા પહેલા તેમજ શરદી-ખાંસી થઇ હોય ત્યારે. આલ્કોહોલ યુક્ત હાથ સાફ કરવાના પ્રવાહીઓનો (જેમાં ઓછામાં ઓછું ૬૦ ટકા આલ્કોહોલ હોય) ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.[૨૫] હાથ ધોયા વગર આંખ, નાક અને મોઢાંને ન અડવાનું જણાવવામાં આવ્યું છે.[૨૬]
૨૦૨૦ની શરૂઆતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે SARS-CoV-2ની રસી માટે ઓછામાં ઓછો ૧૮ મહિનાનો સમય લાગી શકે છે.[૨૭]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "China coronavirus: Misinformation spreads online about origin and scale". BBC News. 30 January 2020. મૂળ માંથી 4 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 8 February 2020.
- ↑ Taylor, Josh (31 January 2020). "Bat soup, dodgy cures and 'diseasology': the spread of coronavirus misinformation". The Guardian. મૂળ માંથી 2 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 3 February 2020.
- ↑ DelhiMarch 14, Ganesh Radha-Udayakumar New; March 14, 2020UPDATED:; Ist, 2020 21:05. "Publicity-hungry swami drinks cow urine at Delhi party to piss off coronavirus, may go viral". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-23.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ "Novel coronavirus can be cured with gaumutra, gobar claims Assam BJP MLA Suman Haripriya". Firstpost. મેળવેલ 2020-03-23.
- ↑ "Coronavirus: Can cow dung and urine help cure the novel coronavirus? - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-23.
- ↑ "Novel Coronavirus Outbreak: "India's Response And Surveillance Has Been Quite Robust," Says WHO's Chief Scientist | Swasth India". NDTV-Dettol Banega Swasth Swachh India (અંગ્રેજીમાં). 2020-03-03. મેળવેલ 2020-03-23.
- ↑ www.thenewsminute.com https://www.thenewsminute.com/article/mohanlal-many-others-share-fake-info-clapping-may-kill-virus-pib-debunks-120844. મેળવેલ 2020-03-23. Missing or empty
|title=
(મદદ) - ↑ DelhiMarch 22, Chayan Kundu New; March 22, 2020UPDATED:; Ist, 2020 15:42. "Fact Check: No, clapping together at 5 pm during Janta curfew will not kill coronavirus". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-23.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ DelhiMarch 21, Ratna New; March 21, 2020UPDATED:; Ist, 2020 17:10. "Fact Check: Social media users give misleading twist to PM Modi's concept of 'Janta curfew'". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-23.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ Patel, Jignesh (2020-03-20). "No medicine will be sprayed in the air to kill coronavirus; fake message viral". Alt News (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-23.
- ↑ "Doctors refute misleading online claim that consuming boiled ginger can cure novel coronavirus infections". AFP Fact Check. 13 February 2020.
- ↑ "No, Vitamin C and lemon-infused hot water do not protect against coronavirus or cancer". Alt News (અંગ્રેજીમાં). 2020-03-18. મેળવેલ 2020-03-23.
- ↑ "False claims that drinking water with lemon can prevent COVID-19 circulate online". AFP Fact Check. 10 March 2020.
- ↑ "World Health Organization refutes viral claims that holding your breath can test for COVID-19". AFP Fact Check. 4 March 2020.
- ↑ "Hot air from saunas, hair dryers won't prevent or treat COVID-19". AFP Fact Check. 19 March 2020.
- ↑ "Health experts refute claim that ancient medicinal herbs are an effective coronavirus remedy". AFP Fact Check. 17 March 2020.
- ↑ "Misleading report claims UV light, chlorine and high temperatures can kill COVID-19". AFP Fact Check. 19 March 2020.
- ↑ Wiles, Siouxsie (9 March 2020). "The three phases of Covid-19 – and how we can make it manageable". The Spinoff. મેળવેલ 9 March 2020.
- ↑ "Coronavirus | About | Prevention and Treatment | CDC". www.cdc.gov (અંગ્રેજીમાં). 2020-02-03. મૂળ સંગ્રહિત માંથી 15 December 2019 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-10.
- ↑ "Advice for public". www.who.int (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 26 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-10.
- ↑ Australian Government Department of Health (2020-01-21). "Coronavirus (COVID-19)". Australian Government Department of Health (અંગ્રેજીમાં). મેળવેલ 2020-02-15.CS1 maint: uses authors parameter (link)
- ↑ "MOH | Updates on 2019 Novel Coronavirus (2019-nCoV) Local Situation". www.moh.gov.sg. મેળવેલ 2020-02-11.
- ↑ Australian Government Department of Health (2020-01-21). "Novel coronavirus (2019-nCoV)". Australian Government Department of Health (અંગ્રેજીમાં). મેળવેલ 2020-02-11.CS1 maint: uses authors parameter (link)
- ↑ CDC (2020-02-11). "What to do if you are sick with 2019 Novel Coronavirus (2019-nCoV)". Centers for Disease Control and Prevention (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 14 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-13.
- ↑ CDC (2020-02-11). "Coronavirus Disease 2019 Prevention & Treatment". Centers for Disease Control and Prevention (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-05.
- ↑ "Advice for public". www.who.int (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-05.
- ↑ Grenfell, Rob; Drew, Trevor (17 February 2020). "Here's Why It's Taking So Long to Develop a Vaccine For The New Coronavirus". Science Alert. મૂળ સંગ્રહિત માંથી 28 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 26 February 2020. Unknown parameter
|name-list-format=
ignored (|name-list-style=
suggested) (મદદ)