ઓગસ્ટ ૭
Appearance
૭ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૬ દિવસ બાકી રહે છે.
ઉત્તર ગોળાર્ધમાં આ સમય લગભગ ઉનાળાની અધવચ્ચનો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની અધવચ્ચનો ગણાય છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૪૪ – "આઇબીએમ" કંપનીએ પ્રથમ પ્રોગ્રામ નિયંત્રિત ગણનયંત્ર (કેલક્યુલેટર), 'સ્વચાલિત અનુક્રમ નિયંત્રિત ગણનયંત્ર' (જે હાર્વર્ડ માર્ક-૧ તરીકે ઓળખાયું), સમર્પિત કર્યું.
- ૧૯૪૭ – "બોમ્બે મ્યુનિશિપલ કોર્પોરેશને" "બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ" (બેસ્ટ,BEST)નો હવાલો સંભાળ્યો.
- ૧૯૫૫ – "ટોક્યો ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ", "સોની"ની પૂર્વજ કંપનીએ, જાપાનમાં તેનો પ્રથમ ટ્રાન્ઝિસ્ટર રેડિયો વેંચ્યો.
- ૧૯૬૦ – આઇવરી કોસ્ટ ફ્રાન્સથી સ્વતંત્ર થયું.
- ૧૯૭૬ – વાઇકિંગ કાર્યક્રમ: 'વાઇકિંગ ૨' યાન મંગળની ભ્રમણકક્ષામાં દાખલ થયું.
- ૨૦૧૬ – વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના સોળમા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૭૦૨ – મુહમ્મદ શાહ, મુઘલ સમ્રાટ (અ. ૧૭૪૮)
- ૧૯૩૪ – ચન્દ્રકાન્ત ટોપીવાળા, ગુજરાતી કવિ અને વિવેચક
- ૧૯૩૪ – ભોળાભાઈ પટેલ, ગુજરાતી લેખક (અ. ૨૦૧૨)
- ૧૯૩૫ – રાજમોહન ગાંધી, શિક્ષણશાસ્ત્રી, રાજનૈતિક કાર્યકર્તા, જીવનચરિત્ર લેખક
- ૧૯૫૪ – સુરેશ વાડકર, પાર્શ્ચગાયક
- ૧૯૫૯ – કોએનરાડ એલ્સ્ટ, ફ્લેમિશ લેખક અને જમણેરી પાંખના હિન્દુત્વના સમર્થક
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૮૮ – નવલરામ પંડ્યા, ગુજરાતી ભાષાના વિવેચક, નાટ્યકાર, કવિ, નિબંધકાર, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર (જ. ૧૮૩૬)
- ૧૯૦૧ – વીરચંદ રાઘવજી ગાંધી, જૈન વિદ્વાન, શિકાગો ખાતેની ધર્મ સંસદમાં જૈન ધર્મના પ્રતિનિધિ (જ. ૧૮૬૪)
- ૧૯૪૧ – રવિન્દ્રનાથ ટાગોર (રોબિન્દ્રોનાથ ઠાકુર), ભારતીય લેખક,કવિ, નોબેલ પારિતોષિક સન્માનીત. (જ. ૧૮૬૧)
- ૨૦૧૮ – એમ. કરુણાનિધિ, ભારતીય રાજકારણી, તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તમિલોના અગ્રણી નેતા (જ. ૧૯૨૪)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર August 7 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.