લખાણ પર જાઓ

સુરેશ વાડકર

વિકિપીડિયામાંથી
સુરેશ વાડકર
જન્મકોલ્હાપુર Edit this on Wikidata
પુરસ્કારો
  • પદ્મશ્રી (કળા માટે) (૨૦૨૦) Edit this on Wikidata

સુરેશ વાડકર (મરાઠીઃसुरेश ईश्वर वाडकर) (૭ ઓગષ્ટ ૧૯૫૪, કોલ્હાપુર (મહારાષ્ટ્ર)) એક હિન્દી તેમજ અન્ય ભાષાના પાર્શ્ચગાયક છે. મુખ્યત્વે એમણે મરાઠી અને હિન્દી ચલચિત્રોમાં પાર્શ્ચગાયક તરીકે યોગદાન આપેલ છે. આ ઉપરાંત એમણે ગુજરાતી, ભોજપુરી, કોંકણી, મલયાલમ, બંગાળી, સિંધી ચલચિત્રો માટે પણ પોતાના કંઠે ગીતો ગાયાં છે. તેઓ ખાસ કરીને સુગમ સંગીત, ભાવગીતો તેમ જ ભક્તિગીતોના ગાયક તરીકે પ્રસિદ્ધ થયા છે.

જીવન[ફેરફાર કરો]

સુરેશ વાડકરનો જન્મ સાતમી ઓગસ્ટ, ૧૯૫૪ના દિવસે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા કોલ્હાપૂર ખાતે થયો હતો. એમણે આઠ વર્ષની વયે જિયાલાલ વસંત પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.