ફેબ્રુઆરી ૧૦

વિકિપીડિયામાંથી

૧૦ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૪૧મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૪૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૫૦૨ – વાસ્કો દ ગામા પોર્ટુગલના લિસ્બનથી ભારતની બીજી સફરે રવાના થયા.
  • ૧૮૪૬ – પ્રથમ એંગ્લો-શીખ યુદ્ધ: સોબ્રાઉનનું યુદ્ધ: યુદ્ધની અંતિમ લડાઇમાં બ્રિટિશરોએ શીખોને હરાવ્યા.
  • ૧૯૪૦ – સોવિયેત યુનિયને પોલેન્ડના કબજા હેઠળના પૂર્વીય પોલેન્ડથી સાઇબિરિયામાં પોલેન્ડના નાગરિકોની સામૂહિક દેશનિકાલની શરૂઆત કરી.
  • ૧૯૯૬ – આઇબીએમ સુપર કોમ્પ્યુટર ડીપ બ્લુએ પ્રથમ વખત ચેસમાં ગેરી કાસ્પારોવને હરાવ્યો.
  • ૨૦૦૯ – સંચાર ઉપગ્રહો ઇરિડિયમ ૩૩ અને કોસ્મોસ ૨૨૫૧ ભ્રમણકક્ષામાં અથડાયા, જેનાથી બંનેનો નાશ થયો.
  • ૨૦૧૩ – અલ્હાબાદમાં કુંભ મેળા દરમિયાન થયેલી ભાગદોડમાં ૩૬ લોકોના મોત થયા છે અને ૩૯ લોકો ઘાયલ થયા.
  • ૨૦૨૧ – બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પરંપરાગત કાર્નિવલ કોવિડ–૧૯ રોગચાળાને કારણે પ્રથમ વખત રદ કરવામાં આવ્યો.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૪૭ – નવીનચંદ્ર સેન, બાંગ્લાદેશી કવિ અને લેખક (અ. ૧૯૦૯)

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]