ડિસેમ્બર ૭
Appearance
૭ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૧મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૮૭ – ડેલાવેર યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનાર પ્રથમ રાજ્ય બન્યું.
- ૧૯૨૨ – ઉત્તર આયર્લેન્ડની સંસદે યુનાઇટેડ કિંગડમનો હિસ્સો બની રહેવા તથા દક્ષિણ આયર્લેન્ડ સાથે એકીકૃત ન થવાની તરફેણમાં મત આપ્યો.
- ૧૯૩૬ – ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જેક ફિંગલેટન સતત ચાર ટેસ્ટ ઈનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા.
- ૧૯૪૧ – દ્વિતીય વિશ્વયુદ્ધ : હવાઈ ટાપૂ સમુહના અમેરિકન થાણા પર્લહાર્બર પર જાપાનીઝ સૈન્યનો હુમલો.
- ૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્ય અને બાંગ્લાદેશની મુક્તિ વાહિની સેના વચ્ચે સિલહટનું યુદ્ધ લડાયું.
- ૧૯૭૧ – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહ્યા ખાને નુરુલ અમીન સાથે વડા પ્રધાન તરીકે અને ઝુલ્ફિકર અલી ભુટ્ટોને નાયબ વડા પ્રધાન તરીકે ગઠબંધન સરકાર બનાવવાની જાહેરાત કરી.
- ૧૯૭૨ – એપોલો ૧૭, છેલ્લા એપોલો ચંદ્ર અભિયાનનું પ્રક્ષેપણ થયું.
- ૧૯૮૨ – ટેક્સાસમાં ચાર્લ્સ બ્રુક્સ જુનિયર, યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘાતક ઇન્જેક્શન દ્વારા મોતને ઘાટ ઉતારનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
- ૧૯૯૫ – અવકાશયાન ગૅલિલિયો ગુરુ ગ્રહ પર પહોંચ્યું. પ્રક્ષેપણનાં લગભગ છ વર્ષ પછી આ યાન તેના પડાવ નજીક પહોંચ્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૨૧ – પ્રમુખ સ્વામી મહારાજ, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ (અ. ૨૦૧૬)
- ૧૯૨૩ – ઇન્તિઝાર હુસૈન, ભારતીય-પાકિસ્તાની લેખક અને વિદ્વાન (અ. ૨૦૧૬)
- ૧૯૩૩ – હસમુખ ચંદુભાઈ પટેલ, ગુજરાતના સ્થપતિ (અ. ૨૦૧૮)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૫૮ – વિદ્યાગૌરી નીલકંઠ, ગુજરાતી નિબંધકાર અને અનુવાદક. ગુજરાતમાં સૌપ્રથમ બી.એ.ની પદવી મેળવનાર મહિલાઓ પૈકીના એક (જ. ૧૮૭૬)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- શસસ્ત્ર સૈન્ય ઝંડા દિવસ
- આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ
- વિદ્યાર્થી દિન (ઈરાન)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૭-૦૨-૨૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 7 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.