નવેમ્બર ૨૦

વિકિપીડિયામાંથી

૨૦ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨૪મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

 • ૧૯૭૭ – ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સદાત સત્તાવાર રીતે ઈઝરાયલની મુલાકાત લેનારા પ્રથમ આરબ નેતા બન્યા.
 • ૧૯૮૫ – માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૧.૦, માઇક્રોસોફ્ટ દ્વારા વિકસિત પ્રથમ ગ્રાફિકલ પર્સનલ કમ્પ્યુટર ઓપરેટિંગ એન્વાયરમેન્ટ બહાર પાડવામાં આવ્યું.
 • ૧૯૯૮ – તાલિબાનના નિયંત્રણ હેઠળની અફઘાનિસ્તાનની એક અદાલતે ૧૯૯૮માં કેન્યા અને ટાન્ઝાનિયામાં અમેરિકન દૂતાવાસમાં થયેલા બોમ્બ ધડાકાના સંદર્ભમાં આરોપી આતંકવાદી ઓસામા બિન લાદેનને "નિર્દોષ" (મેન વિથાઉટ સીન) જાહેર કર્યો.

જન્મ[ફેરફાર કરો]

 • ૧૭૫૦ – ટીપુ સુલતાન, ભારતીય શાસક (અ. ૧૭૯૯)
 • ૧૮૬૭ – મણિશંકર રત્નજી ભટ્ટ, કવિ કાન્ત વડે જાણીતા ગુજરાતી કવિ, નાટ્યલેખક અને નિબંધકાર (અ. ૧૯૨૩)
 • ૧૮૮૦ – હરિપ્રસાદ દેસાઈ, ગુજરાતના અગ્રણી સ્વાતંત્ર્યસૈનિક અને અમદાવાદના સામાજિક કાર્યકર (અ. ૧૯૫૦)
 • ૧૯૦૫ – મિનુ મસાણી, ભારતીય વકીલ અને રાજકારણી (અ. ૧૯૯૮)
 • ૧૯૨૧ – એ. એન. જાની, ગુજરાતી અને સંસ્કૃત વિદ્વાન, ભારતીય ઈતિહાસકાર (અ. ૨૦૦૩)
 • ૧૯૨૯ – મિલ્ખા સિંઘ, ભારતીય દોડવીર (અ. ૨૦૨૧)
 • ૧૯૬૨ – રાજકુમાર હિરાણી, ભારતીય દિગ્દર્શક
 • ૧૯૬૯ – વાયોલેટ આલ્વા, ભારતીય વકીલ, પત્રકાર અને રાજકારણી તથા રાજ્ય સભાના પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ (જ. ૧૯૦૮)
 • ૧૯૭૬ – તુષાર કપૂર, ભારતીય હિન્દી ફિલ્મ અભિનેતા અને નિર્માતા
 • ૧૯૮૯ – બબીતા કુમારી, ભારતીય કુસ્તીબાજ

અવસાન[ફેરફાર કરો]

 • ૧૯૮૪ – ફૈઝ અહમદ ફૈઝ, પાકિસ્તાની પત્રકાર અને કવિ (જ. ૧૯૧૧)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]