ડિસેમ્બર ૩૧
Appearance
૩૧ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૬૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૬૬મો) દિવસ છે. આ દિવસ વર્ષનો છેલ્લો દિવસ છે. આ દિવસ પછી નવા વર્ષની શરૂઆત જાન્યુઆરી ૧થી થાય છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૬૦૦ – બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ.
- ૧૮૭૮ – જર્મનીના માનહેમમાં કાર્યરત કાર્લ બેન્ઝે તેમના પ્રથમ વિશ્વસનીય દ્વિઘાત (ટુ-સ્ટ્રોક) ગેસ એન્જિનના પેટન્ટ અધિકારો માટે અરજી કરી.
- ૧૮૭૯ – થૉમસ અલ્વા એડિસને ન્યૂ જર્સીના મેન્લો પાર્કમાં પહેલી વાર વીજળીના ગોળાનું જાહેર પ્રદર્શન કર્યું.
- ૧૮૦૨ – પેશ્વા બાજીરાવ બીજા અને બ્રિટીશ ઇસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે ૧૮૦૨ની સંધિ તરીકે જાણીતો ટ્રીટી ઓફ બેઝીન નામનો કરાર થયો.
- ૧૯૭૪ – ભારત અને પોર્ટુગલ વચ્ચેની સંધિ વડે ગોઆ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ભારતના ભાગ તરીકે અધિકૃત રીતે સ્વીકારાયા.
- ૨૦૧૧ – સમોઆ અને ટોકેલાઉએ કેલેન્ડરમાંથી ૩૦ ડિસેમ્બર ૨૦૧૧નો દિવસ કૂદાવી આંતરરાષ્ટ્રીય તિથિ રેખા ઓળંગી ટાઈમ ઝોનની બદલી કરી.
- ૨૦૧૧ – નાસા ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષામાં ગુરુત્વાકર્ષણ પુનઃપ્રાપ્તિ અને આંતરિક પ્રયોગશાળાના બે ઉપગ્રહોમાંથી પ્રથમ ઉપગ્રહ મૂકવામાં સફળ રહ્યું.
- ૨૦૧૯ – વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને વુહાનમાંથી મળી આવેલા અજ્ઞાત કારણો સાથેના ન્યુમોનિયાના કેસોની જાણ કરવામાં આવી છે. બાદમાં તે કોવિડ-૧૯ હોવાનું બહાર આવ્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૬૯૫ – મહંમદ બિન કાસિમ, આરબ લશ્કરી કમાન્ડર (અ. ૭૧૫)
- ૧૯૨૫ – શ્રીલાલ શુક્લા, ભારતીય લેખક (અ. ૨૦૧૧)
- ૧૯૪૩ – બેન કિંગ્સલી અંગ્રેજી ફિલ્મ અભિનેતા
- ૧૯૭૫ – અમિત જેઠવા, ભારતીય પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા (અ. ૨૦૧૦)
- ૧૯૯૬ – ગીતા રબારી, ગુજરાતના લોક ગાયિકા
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૬૧ – નાનાભાઈ ભટ્ટ, ગુજરાતના શિક્ષણવિદ્, સાહિત્યકાર તથા લોકભારતી અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓના સ્થાપક (જ. ૧૮૮૨)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૫-૦૮ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 31 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.