શ્રી દક્ષિણામુર્તિ સંસ્થા

વિકિપીડિયામાંથી

શ્રી દક્ષિણામુર્તિ સંસ્થા ભાવનગરમાં આવેલી શિક્ષણ સંસ્થા છે.

તેની સ્થાપના મહારાજા ભાવસિંહજી ગોહીલના સમય દરમ્યાન તખ્તસિંહજી ધર્મશાળાના મકાનના બે રૂમમાં ઈ.સ. ૧૯૧૦ ના વર્ષમાં શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી. સમય જતા એમની સાથે ૧૩ નવેમ્બર ૧૯૧૬[૧] ના દિવસે ગિજુભાઈ બધેકા અને એ પછી ઓગષ્ટ ૧૯૧૯ દરમ્યાન હરભાઈ ત્રિવેદી પણ જોડાયા. એ પછી ૧૯૨૦ના વર્ષમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તખ્તેશ્વર રેલ્વે સ્ટેશનથી નજીક એક ટેકરી પર થોડી જમીન ફાળવી જેના પર આજે પણ શ્રી દક્ષિણામુર્તિ બાળ મંદિર અસ્તિત્વ ધરાવે છે.

પેટા સંસ્થાઓ[ફેરફાર કરો]

શ્રી દક્ષિણામુર્તિ બાલ મંદિર - પુર્વ-પ્રાથમિક શાળા[ફેરફાર કરો]

શ્રી દક્ષિણામુર્તિ બાલ-મંદિરના મકાન પર લગાડેલી માહિતીપ્રદ તક્તી

શ્રી દક્ષિણામુર્તિ બાલમંદિરની શરૂવાત શ્રી તખ્તસિંહજી ધર્મશાળાના મકાનના બે રૂમમાં ઈ.સ. ૧૯૧૦ ના વર્ષમાં થયેલી. દસ વર્ષ પછી ઇ.સ. ૧૯૨૦ (વિક્રમ સંવત ૧૯૫૭માં) ફાગણ સુદ આઠમ ને ગુરુવારે રમાબેન પટ્ટણીની હાજરીમાં બાલ-મંદિરના બાળકો દ્વારા હાલના સ્થળે ચાલતા બાલમંદિરનું ખાત મુહુર્ત થયુ હતું અને ઇ.સ. ૧૯૨૧ (વિક્રમ સંવત ૧૯૫૮માં) વૈશાખ સુદ આઠમને ગુરુવારે બાલ-મંદિરને ખુલ્લુ મુકવાની વિધિ કસ્તુરબા ગાંધીના હસ્તે કરવામાં આવેલ.

શ્રી દક્ષિણામુર્તિ બાલ મંદિરની કેટલીક છબી
DMBM main.jpg
મુખ્ય દરવાજો અને મકાન
DMBM001.jpg
DMBM002.jpg
DMBM003.jpg
DMBM004.jpg
વર્ગખંડો
DMBM OTS Play Area 1.jpg
DMBM OTS Play Area 2.jpg
DMBM OTS Play Area 3.jpg
DMBM OTS Play Area 4.jpg
DMBM OTS Play Area 5.jpg
વર્ગખંડોની વચ્ચે આવેલ ખુલ્લા આકાશવાળું પ્રાંગણ

શ્રી દક્ષિણામુર્તિ કુમાર મંદિર - પ્રાથમિક શાળા[ફેરફાર કરો]

શ્રી દક્ષિણામુર્તિ વિનય મંદિર - માધ્યમિક શાળા[ફેરફાર કરો]

શ્રી દક્ષિણામુર્તિ વિનય મંદિરની સ્થાપના ઈ.સ. ૧૯૭૩ માં શ્રી દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવનના એક નાનકડા એકમ તરીકે કરવામાં આવેલ. ૧૯૭૬માં શ્રી દીપકભાઈ પ્ર. મેહતાની નિમણુક શ્રી દક્ષિણામુર્તિ વિનય મંદિરના આચાર્ય પદે કરવામાં આવી અને શ્રી દક્ષિણામુર્તિ વિનય મંદિરની શ્રી દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવનના એક નાનકડા એકમને બદલે એક અલગ પેટા સંસ્થા તરીકેની ઓળખ કાયમ થઈ.

ભુતપુર્વ વિદ્યાર્થી સંગઠન[ફેરફાર કરો]

ઈ.સ. ૨૦૦૭ માં થોડા વિદ્યાર્થીઓ ના પ્રયત્નથી એક વિદ્યાર્થી સંગઠન અસ્તિત્વમાં આવ્યું અને એ પછી એ સંગઠનની એક બેઠક મળી. ત્યાર બાદ વધુને વધુ ભુતપુર્વ વિદ્યાર્થીઓ એ સંગઠનની સાથે જોડાતા રહ્યા છે. પોતાની સંસ્થાનું નામ સંસ્થાના સુવર્ણકાળ વખત જેટલું ફરી ગાજતું થાય એ આશયથી ૧૭ એપ્રિલ ૨૦૧૧ના દિવસે સાંજે ૫ વાગ્યે ૧૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ "શતાબ્દિ મહોત્સવ" નિમિત્તે ભેગા થઈ સંસ્થાનું નામ ફરી રોશન કરવા કૃતસંકલ્પ થયા. એ પ્રસંગે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ ઊપસ્થીત રહ્યા હતા.[૨]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "દિવ્યભાષ્કર દૈનીકની ભાવનગર આવૃત્તિમાં "ઇતિહાસ" મથાળા નીચે છપાયેલો લેખ" (PDF). દિવ્યભાષ્કર. ૩ ઓગષ્ટ ૨૦૧૫. મૂળ (PDF) માંથી 3-August-2015 પર સંગ્રહિત. મેળવેલ ૩ ઓગષ્ટ ૨૦૧૫. Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  2. શ્રી દક્ષિણામુર્તિ સંસ્થાના વિદ્યાર્થી સંમેલન માં શ્રી મોદીની હાજરી વિષેના "સંદેશ" વર્તમાનપત્રમાં આવેલા સમાચાર