લખાણ પર જાઓ

શામળદાસ આર્ટ્સ કૉલેજ

વિકિપીડિયામાંથી
શામળદાસ આર્ટ્સ કૉલેજ
ભૂતપૂર્વ નામ
શામળદાસ કૉલેજ
સ્થાપનાJanuary 1885 (1885-01)
સ્થાપકતખ્તસિંહજી
શૈક્ષણિક જોડાણ
મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય
સ્થાનભાવનગર, ગુજરાત, ભારત
21°45′24″N 72°08′32″E / 21.75678°N 72.14214°E / 21.75678; 72.14214
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ Edit this at Wikidata

શામળદાસ આર્ટ્સ કૉલેજ અથવા શામળદાસ કોલેજભારતના ગુજરાત રાજ્યના ભાવનગરમાં આવેલી કૉલેજ છે. તેની સ્થાપના ઈ. સ. ૧૮૮૫ માં ભાવનગર રાજ્યના મહારાજા તખ્તસિંહજીએ તેમના દિવાન (પ્રધાન) શામળદાસ પરમાનંદદાસ મહેતાની યાદમાં કરી હતી. તે પશ્ચિમ ભારતની સૌથી પ્રાચીન કૉલેજોમાંની એક છે. આ કૉલેજ મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

શામળદાસ કૉલેજ (હાલમાં)
નકશો
સામાન્ય માહિતી
સ્થાનભાવનગર, ગુજરાત, ભારત
પૂર્ણ૧ નવેમ્બર ૧૯૫૫
મજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલનું મકાન જ્યાંથી શામળદાસ કૉલેજ ૧૮૮૫થી ૧૮૯૩ સુધી ચાલતી હતી.

શામળદાસ કૉલેજની સ્થાપના ભાવનગર રાજ્યના મહારાજા તખ્તસિંહજી દ્વારા તેમના દિવાન શામળદાસ પરમાનંદદાસ મહેતાની યાદમાં કરવામાં આવી હતી.[૧] [૨] [૩] આ કૉલેજ મુંબઈ વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન હતી અને તેના વર્ગો મજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલના મકાનમાં જાન્યુઆરી ૧૮૮૫માં શરૂ થયા હતા.[૪]

શામળદાસ કૉલેજનું મકાન (૧૮૯૩-૧૯૩૨), હવે શેઠ જે.પી. આયુર્વેદ કોલેજ.

પીલ ગાર્ડન સામેની ઇમારતનો શિલાન્યાસ ૨૫ નવેમ્બર ૧૮૮૪ ના દિવસે મુંબઈના રાજ્યપાલ (ગવર્નર) જેમ્સ ફર્ગ્યુસન દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઈમારત ૧૭ ડિસેમ્બર ૧૮૮૬ના દિવસે મુંબઈના ગવર્નર લોર્ડ રે દ્વારા ખોલવામાં આવી હતી. ૧૮૯૩ માં આ ઈમારતનો કબજો લેવામાં આવ્યો હતો.[૨] આ બિલ્ડિંગનું નિર્માણ પબ્લિક વર્ક્સ કાઉન્સિલર આર. પ્રોક્ટર સિમ્સે કરાવ્યું હતું. [૧] હવે આ ઈમારતનો ઉપયોગ શેઠ જે. પી. આયુર્વેદ કોલેજ તરીકે થાય છે.[૪]

૧૯૩૨ માં, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ વાઘાવાડી રોડ પર કૉલેજ માટે નવું મકાન બંધાવડાવ્યું હતું. જૂન ૧૯૬૩ થી આ બિલ્ડિંગનો ઉપયોગ પી. પી. ઈન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સ તરીકે કરવામાં આવે છે.[૪]

૧ નવેમ્બર ૧૯૫૫ ના દિવસે, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કૉલેજના હાલના મકાનનો પાયો નાખ્યો.[૪][૫] કૉલેજ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે.[૬]

આચાર્યો[ફેરફાર કરો]

વિદ્યાલયની પરસાળમાં લગાડેલી આચાર્યોના નામોની યાદી ધરાવતી તકતી

આ કૉલેજના આચાર્યો નીચે મુજબ હતા: [૨] [૫]

 • આર. એચ. ગનિયોન (૧૮૮૫-૧૮૯૦)
 • જે. એન. ઉનાવાલા (૧૮૯૦―૧૯૦૫)
 • કે. જે. સંજાણા (૧૯૦૫―૧૯૦૬)
 • બી. એ. એન્ટી (૧૯૦૬)
 • કે. જે. સંજાણા (૧૯૦૭―૧૯૨૧)
 • જે. જે. કાણીઆ (૧૯૨૨-૨૩)
 • ટી. કે. સહાની (૧૯૨૩―૧૯૪૮)
 • ડો. પી.એમ.મોદી (૧૯૪૮ - ૧૯૫૨)
 • જે. બી. સેન્ડિલ (૧૯૫૨―૬૨)
 • બી. સી. દેસાઈ (૧૯૬૨―૬૬)
 • એસ. એમ. શાહ (૧૯૬૭-૭૦)
 • એ. એસ. પ્રભુદેસાઈ (૧૯૭૫―૭૭)
 • તખ્તસિંહજી પરમાર (૧૯૭૭ - ૭૯)
 • એચ. એસ. મજીઠીયા (૧૯૭૯-૧૯૮૮)
 • ગંભિરસિંહજી ગોહિલ(૧૯૮૮-૧૯૯૪)
 • એ. એ. શેખ (૧૯૯૪―૨૦૦૭)

નોંધપાત્ર શિક્ષકો[ફેરફાર કરો]

નોંધપાત્ર ભૂતપૂર્વ વિદ્યાર્થી[ફેરફાર કરો]

પદ્મશ્રી પુરસ્કૃત વિદ્યાર્થીઓ[૮][ફેરફાર કરો]

અન્ય વિદ્યાર્થીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Basu, Aparna (2001). G.L. Mehta, a Many Splendoured Man. Concept Publishing Company. પૃષ્ઠ 29–30. ISBN 978-81-7022-891-2.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ "The Bombay University calendar. 1928-1929, 1929-1930". University of Bombay. પૃષ્ઠ 48-51. મેળવેલ 2020-10-03.
 3. Gujarat State Gazetteers: Bhavnagar. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. 1969. પૃષ્ઠ 507.
 4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Plauque at Samaldas College". July 2019.
 5. ૫.૦ ૫.૧ "About College". Samaldas Arts College. મૂળ માંથી 2020-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2020-10-03. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ ":2" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
 6. "Affiliated Colleges". Maharaja Krishnakumarsinhji Bhavnagar University. મેળવેલ 2020-10-03.
 7. લોક ભારતી (૧-ઓક્ટોબર-૨૦૧૫). "લોક ભારતીના જાળ સ્થળ પર સ્થાપક તરીકે". લોક ભારતી. મૂળ માંથી ૧-ઓક્ટોમર-૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૧-ઓક્ટોબર-૨૦૧૫. Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
 8. સંસ્થાના ઓફિશીયલ સોવેનીયરમાં છપાયા મુજબ