દિનકર જોષી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દિનકર જોષી
Dinkar Joshi - 2.jpg
વેબસાઇટhttp://www.dinkarjoshi.com Edit this on Wikidata
સહી
Dinkar Joshi Signature.svg

દિનકર જોષી ગુજરાતી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર છે. તેઓએ ૧૫૪થી વધુ પુસ્તકો લખ્યા છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૩૦ જૂન ૧૯૩૭ના રોજ ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયા ગામે થયો.[૧][૨] તેમનું મૂળ વતન નાગધણીંબા છે. તેમની માતાનું નામ લીલાવતી અને પિતાનું નામ મગનલાલ. તેમના લગ્ન હંસાબેન સાથે ૧૯૬૩માં થયા. તેમને બે પુત્રો છે. તેમની નવલકથા 'પ્રકાશનો પડછાયો' પર આધારિત ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં નાટકો ગાંધી વિ. ગાંધી તથા અંગ્રેજી અને હિન્દી ફિલ્મ 'ગાંધી માય ફાધર' બન્યાં. તેઓ મહાભારત, રામાયણ, વેદ, ઉપનિષદ, વગેરે પ્રાચીન ગ્રંથોના અભ્યાસી છે અને સંપૂર્ણ મહાભારતના ગુજરાતી અનુવાદના ૨૦ ગ્રંથોનું સંપાદન પણ એમણે કર્યું છે. તેઓએ ૧૫૪થી વધુ પુસ્તકો લખ્યા છે.[૩] આન્ધ્ર પ્રદેશના સંસ્કૃતના વિદ્વાન ડો. વેદવ્યાસના ગીતાના કુલ શ્લોકોની સંખ્યા વિશેના દાવાને તેઓએ પડકાર્યો હતો અને દાખલા સાથે ખોટો ઠરાવ્યો હતો.[૪]

મુખ્ય રચનાઓ[ફેરફાર કરો]

 • નવલકથા - શ્યામ એક વાર આવોને આંગણે, પ્રકાશનો પડછાયો, એક ટૂકડો આકાશનો (નર્મદના જીવન પર આધારિત), ખેલો રે ખેલ ખુરશીના (કટોકટી કાળ આધારિત), અગીયારમી દિશા, ૩૫ અપ ૩૬ ડાઉન, પ્રતિનાયક, પ્રશ્નપ્રદેશની પેલે પાર, સમી સાંજના પડછાયા, અ-મૃતપંથનો યાત્રી, અમૃતયાત્રા, મહામાનવ સરદાર, ગઈકાલ વિનાની આવતી કાલ, ઈત્યાદિ.
 • વાર્તાસંગ્રહો - સરવાળાની બાદબાકી, વગડાઉં ફૂલ, એકવાર એવું બન્યું, વ.
 • સંપાદન - મહાભારતના ૨૦ ગ્રંથો, સ્વામી આનંદના પત્રો તથા નિબંધોના ૪ ગ્રંથો, ઈત્યાદિ
 • અભ્યાસ ગ્રંથો - મહાભારતમાં માતૃવંદના, મહાભારતમાં પિતૃવંદના, રામાયણમાં પાત્રવંદના, ચક્રથી ચરખા સુધી, કૃષ્ણં વંદે જગદ્ ગુરુમ, ગાંધીજીની ગીતા : હિન્દ સ્વરાજ
 • અંગ્રેજી - Glimpses Of Indian Culture, Αn Etertnal Journey, Quaid Azam Mohmmad Ali Jinnah, Mahatma Vs Gandhi, Sardar, The Sovereign Saint તથા હિન્દી, મરાઠી, તેલુગુ, તમિળ, કન્નડ, મલયાલમ, ઓરિયા, બંગાળી અને જર્મન ભાષાઓમાં કુલ ૫૯ ગ્રંથો (અનુવાદિત)

સન્માન[ફેરફાર કરો]

 • ૫ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પુરસ્કારો[૨]
 • ગુજરાત સાહિત્ય પરિષદ - ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
 • મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી - જીવન ગૌરવ પુરસ્કાર
 • ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી - સાહિત્ય ગૌરવ પુરસ્કાર

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Joshi; Patel (૧ જાન્યુઆરી ૨૦૦૫). Glimpses of Indian Culture. Star Publications. પાનું ૧૦૨. ISBN 978-81-7650-190-3.
 2. ૨.૦ ૨.૧ Neelam Kumar (૧ જાન્યુઆરી ૨૦૦૨). Our Favourite Indian Stories. Jaico Publishing House. પાનું ૧૬. ISBN 978-81-7224-978-6.
 3. "He and his". www.dinkarjoshi.com (અંગ્રેજીમાં). મેળવેલ ૪ સપ્ટેમ્બર ૨૦૧૭.
 4. "geeta". www.dinkarjoshi.com (અંગ્રેજીમાં). મેળવેલ ૪ સપ્ટેમ્બર ૨૦૧૭.