લખાણ પર જાઓ

ચર્ચા:દિનકર જોષી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખમાં શ્રી સુશાંતભાઇ દ્વારા મુકાયેલ મુરબ્બી શ્રી દિનકરભાઇના ચિત્રને થોડુ મઠારીને શ્રી સુશાંતભાઇ તથા શ્રી ધવલભાઇ ને મોકલેલ છે. આપ લોકોને જો એ પસંદ આવે તો આ ચિત્રને બદલે એ મુકાવા વિનંતી. --વિહંગ (talk) ૦૯:૧૭, ૯ એપ્રિલ ૨૦૧૩ (IST) ---[ઉત્તર]

લેખમાં હાલમાં દેખાતું ચિત્ર મેં થોડું મઠારેલું ચિત્ર
જુનું ચિત્ર
નવું ચિત્ર

મુ. શ્રી દિનકરભાઇનું ચિત્રમેં "ચિત્રદુકાન" પ્રકારના "મૃદુસામાન"ની મદદથી મઠારવાનો પ્રયત્ન કરેલો કેમકે મને એવું લાગતું હતું કે મુ.શ્રીનાં ચહેરા પર પ્રકાશ ઓછો હતો. શુ આપ સહુને લાગે છે કે જુના ને બદલે નવું મઠારેલ ચિત્ર મુકવું જોઇએ?--લિ., વિહંગ વ્યાસંગી ૨૩:૩૯, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

કેમ ન મુકાય ? નવું ચિત્ર વધુ દર્શનિય છે. એટલે એ મુકો. જો કે આ પછી અન્ય કોઈ ચિત્રો બાબતે આવા ‘સુંદર’ સુધારા કરો તો એક નમ્ર સૂચન ધ્યાને લો એવું ઈચ્છું છું. જો ચિત્ર કૉમન્સ પરથી જ લઈ અને તેને વાજબી રીતે પણ મૂળ ચિત્ર સાથે બહુ જ અલગ પડતું ન હોય તેવું સુધાર્યું હોય તો ફરી એ જ જગ્યાએ "File history" હેઠળ આપેલી ‘Upload a new version of this file’ નામક સગવડનો ઉપયોગ કરી ચઢાવવું યોગ્ય ગણાશે. આ ચિત્ર તો માત્ર એક જગ્યાએ વપરાયું છે એટલે બહુ સમસ્યા નથી, પણ અનેક જગ્યાએ વપરાયેલાં કોઈ ચિત્ર માટે, બધે જ ચિત્રનું નામફેર કરવું એ કરતાં, જુના નામે એની નવી આવૃત્તિ ચઢાવવાથી આપોઆપ બધે ચિત્ર બદલી જશે. અને એ દ્વારા ચિત્ર ચડાવતી વખતે File descriptionમાં File changes: ખાનામાં જુના ચિત્રમાં કરાયેલાં બદલાવની ટૂંકી વિગત પણ આપી શકાશે. (દા.ત. ‘ક્રોપ કર્યું’ કે ‘પ્રકાશ વધાર્યો’ વગેરે) અને છેલ્લું, આથી મૂળ એ ચિત્ર કોણે ચઢાવ્યું હતું, ચિત્રનો મૂળ સ્રોત શું છે (કેમ કે, પ્રકાશનાધિકારનો મુદ્દો પણ છે ને !) એ વિગત આપોઆપ એ ચિત્રનાં ઇતિહાસમાં નોંધાયેલી રહેશે. આ નમ્ર સૂચન માત્ર છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૩૩, ૬ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
જી સમ્રાટ, ચિત્ર જો કોમન્સ પર હોત તો આપે લખ્યુ છે એવું જ કરવાની ઇચ્છા હતી (ગુજરાતનાં નગાધીરાજનાં આ ચિત્ર માટે એમ કર્યાનો થોડો અનુભવ કામ લાગે એમ હતુ.)પણ આ ચિત્ર બાબત ટેકનીકલ મુશ્કેલી એ છે કે એ ગુજ.વિકિ. પર છે. અને ગુજ. વિકિ પર ચિત્ર ચડાવવાની વ્યવસ્થા આપણે બંધ કરી છે. એટલે મારી પાસે એવું કરવાનો કોઇ રસ્તો નથી. પ્રબંધક હોવાના નાતે આપ કે ધવલજી એવું હજી પણ કરી કરી શકતા હો તો કરી આપવા વિનંતિ. અથવા તો અન્ય કોઇ રીત હોય તો શીખવવા વિનંતિ. --લિ., વિહંગ વ્યાસંગી ૧૭:૨૬, ૬ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
નવા ચિત્રોમાં રંગો ભડક છે. અને તે પેન્ટીંગ જેવું કૃત્રિમ લાગે છે. (મને યાદ છે ત્યાં સુધી તમનો ઝભ્ભો પીળા રંગનો નહોતો તે ક્રીમ (આછા બદામી) હતો.) આ તો મારો વિચાર છે. બહુમતિ અનુસાર નિર્ણય લેશો. --Sushant savla (talk) ૨૧:૨૧, ૬ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
આ ચિત્ર મૂળ તો કૉમન્સ પર જ છે, ગુજરાતી વિકિપીડિયા પર વપરાયેલું દરેક ચિત્ર પ્રથમ અહીં, ગુજરાતી પર, દેખાશે પણ એ ચિત્ર નીચે - ‘આ ફાઇલ Wikimedia Commonsનો ભાગ છે અને શક્ય છે કે અન્ય પ્રકલ્પોમાં પણ વપરાઇ હોય. ત્યાંનાં મૂળ ફાઇલનાં વર્ણનનાં પાના પર આપેલું વર્ણન નીચે દર્શાવેલું છે.’ - એવું લખાણ દેખાશે (જો એ માત્ર ગુજરાતી વિકિ પર હશે તો ઉપરોક્ત લાઈન નહિ દેખાય). આ લાઈન માહ્યલાં ઉપર ઘાટા કરેલા શબ્દો પર ક્લિક કરતાં કૉમન્સનાં મૂળ ચિત્ર પર જવાશે. (આ જાણકારી સૌ મિત્રોનાં લાભાર્થે). તો, કોઈપણ મિત્ર ત્યાં ચિત્ર ચઢાવી/બદલાવી શકે છે. સુશાંતજીએ રંગો બાબતે નાનકડો પ્રસ્તાવ મેલ્યો છે, મારી થોડીઘણી જાણકારી પ્રમાણે ફોટોશોપમાં મૂળભૂત રંગોને યથાવત રાખી માત્ર બ્લર અને બ્રાઈટનેશ જેવી બાબતોને ઓપ આપવાની સગવડ પણ હોય છે. જો રંગોને યથાવત રાખી શકાતા હોય તો ચોક્કસ રાખવા. કારણ કે, કેમેરા દ્વારા લેવાયેલો ઓરિજીનલ ફોટો એની ઓરિજીનાલિટીને લીધે તો મહત્વનો છે. બાકી તો વિહંગજીને ચિત્રનું નવું વર્ઝન ચઢાવતાં આવડે છે એ (ગિરનારનાં દૃશ્ય દ્વારા) સાબિત થયેલી વાત છે એટલે વધુ માર્ગદર્શનની જરૂર ન હોય છતાં "સલાહો આપવી" એ આપણો શોખ હોય, જાતને રોકી શક્યો નહિ ! :-) માફ કરશો. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૦૨, ૬ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
સમ્રાટ, ખબર નહી પહેલા કેવી રીતે જોયેલ કે મને એમ લાગ્યું કે ચિત્ર ગુજ. વિકિ. પર છે. હું ખોટો હતો. મારી વાત સત્યાર્થતા ચકાસી આપવા બદલ આભાર. અને મોટાભઇ, સલાહો તો (મને તો ખાસ) આપવી જ. મારા માટે આ ખાસ અરજ છે. સમ્રાટની સલાહો તો ખુબ કામની હોય છે. શીવરાત્રી નજીક આવી રહી છે (હા, મને તો અત્યારથી જ એમ લાગે છે! ) ત્યારે રૂબરૂ હળવા અને મળવા નો લ્હાવો મળશે એ આશા છે. --લિ., વિહંગ વ્યાસંગી ૧૧:૪૧, ૭ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
સમ્રાટ, જરા બાજુની વાત કહું તો આ કાર્ય "ચિત્રદુકાન" નામના મૃદુસામાનથી નહી પણ "ચિત્રદુકાન" પ્રકારના મૃદુસામાનથી કરેલ છે. સહુ જાણે જ છે એમ "ચિત્રદુકાન" ખુબ જ મોંઘો મૃદુસામાન છે. ઘર પર જ્યાં જીંદગીમાં એકાદ વાર ઉપયોગ કરવાનો હોય ત્યાં માટે પણ એને ખરીદીને રાખી શકાય એવું મારુ ગજુ નથી અને ઘણા લોકો મૃદુસામાન ચાંચિયાગીરીની મદદથી તે વસાવતા હોય છે તેમ કરવામાં હું માનતો નથી. માન. સુંશાંતભાઇની એવી ઇચ્છા છે કે હું આ કાર્ય માટે એટલી પ્રવીણતા હાંસલ કરૂ કે એમને સંતોષ થાય એવું કાર્ય કરી શકુ તો મારા માં પણ કોઇ નવું કૌશલ્ય ઉમેરી શકીશ. માટે એમની ઇચ્છા આંખ-માથા પર લઉ છું. પ્રયત્ન કરીશ કે એમને સંતોષ થાય એવું કંઇક કરીશ. --લિ., વિહંગ વ્યાસંગી ૧૨:૨૮, ૭ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
હવે જે જુનુ ચિત્ર તરીકે દેખાય છે તે જુના ચિત્રનું નવું વર્ઝન છે. આભાર --લિ., વિહંગ વ્યાસંગી ૧૯:૦૩, ૮ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]