આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશ (તેલુગુ: ఆంధ్ర ప్రదేశ్) ભારતની દક્ષિણ-પૂર્વ માં આવેલ રાજ્ય છે. આંધ્ર પ્રદેશની સીમાએ તેલંગાણા, ઓરિસ્સા, તમિલનાડુ અને કર્ણાટક આવેલા છે. તે ભારત મા ક્ષેત્રફળ ની રીતે ચોથો અને વસતીની રીતે પાંચમો ક્રમાંક ધરાવે છે. અમરાવતી એ રાજ્યનું પાટનગર છે, જ્યારે સૌથી મોટું શહેર વિશાખાપટનમ છે. આંધ્ર પ્રદેશનો વિસ્તાર કૃષ્ણા અને ગોદાવરી નદીઓથી ફળદ્રુપ છે. આ રાજ્ય ૯૭૨ કિમી (૬૦૪ માઇલ) લાંબો દરિયાકિનારો ધરાવે છે, જે બધા રાજ્યો માં બીજો ક્રમાંક ધરાવે છે. રાજ્યનું ક્ષેત્રફળ ૧,૬૦,૨૦૦ ચો.કિ.મી. છે.
આંધ્રપ્રદેશનું દ્વિભાજન
[ફેરફાર કરો]સીમાંધ્ર શબ્દ આંધ્રપ્રદેશમાં રાયલસીમા અને તટવર્તી આંધ્રના સંયુક્ત વિસ્તારની ઓળખ માટે વપરાય છે. આંધ્રપ્રદેશ રાજ્યની દ્વિભાજન પ્રક્રિયા દરમિયાન, આ શબ્દ શેષ આંધ્રપ્રદેશ (તેલંગાણાના જિલ્લાઓ સિવાયના) માટે વપરાતો હતો.
ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો.[૧] દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે.[૨] નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ, ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું.[૩] બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્રપ્રદેશ" રાખવામાં આવ્યા.[૪][૫]
આંધ્ર પ્રદેશ રાજ્યના જિલ્લાઓ
[ફેરફાર કરો]આંધ્ર પ્રદેશ રાજ્યમાં કુલ ૨૩ જિલ્લાઓ આવેલા હતા, ૨ જૂન ૨૦૧૪ના રોજ બે રાજ્ય, આંધ્રપ્રદેશ (સિમાંધ્ર) અને તેલંગાણામાં વિભાજન પછી આંધ્રપ્રદેશમાં નીચેના ૧૩ જિલ્લાઓ આવેલા છે.[૬][૭]
- અનંતપુર જિલ્લો
- ચિત્તૂર જિલ્લો
- પૂર્વ ગોદાવરી જિલ્લો
- ગુન્ટૂર જિલ્લો
- કડપ્પા જિલ્લો
- કૃષ્ણા જિલ્લો
- કુર્નૂલ જિલ્લો
- નેલ્લોર જિલ્લો
- પ્રકાસમ જિલ્લો
- શ્રીકાકુલમ જિલ્લો
- વિશાખાપટનમ જિલ્લો
- વિજયનગર જિલ્લો
- પશ્ચિમ ગોદાવરી જિલ્લો
જ્યારે નીચેના ૧૦ જિલ્લાઓ તેલંગાણા રાજ્યમાં આવેલા છે.[૮]
- અદિલાબાદ જિલ્લો
- કરીમનગર જિલ્લો
- ખમ્મમ જિલ્લો
- મહેબૂબનગર જિલ્લો
- મેદક જિલ્લો
- નાલગોંડા જિલ્લો
- નિઝામાબાદ જિલ્લો
- વારંગલ જિલ્લો
- રંગારેડ્ડી જિલ્લો
- હૈદરાબાદ જિલ્લો
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશમાં આંધ્ર પ્રદેશ.
- આંધ્ર પ્રદેશ સરકારનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૮-૦૭-૦૫ ના રોજ વેબેક મશિન
- આંધ્ર પ્રદેશ સરકાર: પર્યટન વિભાગની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૨ ના રોજ વેબેક મશિન
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Telangana bill passed by upper house". Times of India. મેળવેલ 20 Feb 2014.
- ↑ http://www.bellevision.com/belle/index.php?action=topnews&type=8551
- ↑ "Telangana state formation gazette". The New Indian Express. મૂળ માંથી 2014-07-06 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-14.
- ↑ "The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014" (PDF). Ministry of Law and Justice. Government of India. March 1, 2014. મેળવેલ April 23, 2014.
- ↑ "The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014 Sub-section" (PDF). March 4, 2014. મૂળ (PDF) માંથી માર્ચ 27, 2014 પર સંગ્રહિત. મેળવેલ April 23, 2014.
- ↑ "The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014" (PDF). Ministry of Law and Justice. Government of India. March 1, 2014. મેળવેલ April 23, 2014.
- ↑ "The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014 Sub-section" (PDF). March 4, 2014. મૂળ (PDF) માંથી માર્ચ 27, 2014 પર સંગ્રહિત. મેળવેલ April 23, 2014.
- ↑ telangana.gov.in TelanganaDistricts
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |