કૃષ્ણા નદી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કૃષ્ણા નદી

Map of the River
વિજયવાડા ખાતે કૃષ્ણા નદી (સને ૨૦૦૭માં

કૃષ્ણા નદી (Sanskrit:कृष्णा नदी))ના નામનો અર્થ 'શ્યામા' અથવા કાળો રંગ ધરાવતી એવો થાય છે. આ નદીને 'કૃષ્ણવેણી'ના નામે પણ ઓળખવામાં આવે છે. ભારત દેશની લાંબી નદીઓમાંની એક એવી, કૃષ્ણા નદીની લંબાઇ આશરે ૧૩૦૦ કિલોમીટર જેટલી છે. કૃષ્ણા નદી સહયાદ્રી પર્વતમાળામાં આવેલા મહાબળેશ્વર, મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી નીકળી, હમસલાદિવી, આંધ્ર પ્રદેશ રાજ્ય ખાતે બંગાળના અખાતમાં ભળી જાય છે. આમ આ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આ નદી કર્ણાટક રાજ્યમાંથી પણ પસાર થાય છે.