હરિવલ્લભ ભાયાણી

વિકિપીડિયામાંથી
હરિવલ્લભ ભાયાણી
જન્મનું નામ
હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી
જન્મ(1917-05-26)26 May 1917
મહુવા, ગુજરાત
મૃત્યુ૧૧ નવેમ્બર, ૨૦૦૦
વ્યવસાયસંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
માતૃ શિક્ષણ સંસ્થાભારતીય વિદ્યા ભવન
નોંધપાત્ર સર્જનોરચના સમરચના (૧૯૮૦)
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથી
ચંદ્રકલા (લ. 1950)
સહી
હરિવલ્લભ ભાયાણી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શૈક્ષણિક કાર્ય
શોધનિબંધ વિદ્યાર્થીઓ

હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી (૨૬ મે ૧૯૧૭ - ૧૧ નવેમ્બર ૨૦૦૦) ગુજરાતી સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ગુજરાતના મહુવા નગરમાં થયો હતો.

શિક્ષણ[ફેરફાર કરો]

૧૯૩૪માં મહુવાની એમ.એન. હાઈસ્કૂલમાંથી મેટ્રિક કર્યા બાદ તેમણે ૧૯૩૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. અને ૧૯૪૧માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી એમ.એ.ની પદવી મેળવી.[૧] ૧૯૫૧માં મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણ વિષયક મહાકાવ્ય ‘પઉમચરિય’ પર મહાનિબંધ દ્વારા પીએચડીની પદવી પ્રાપ્ત કરી.

૧૧ નવેમ્બર ૨૦૦૦ના રોજ તેમનું અવસાન થયું હતું.[૨]

વ્યવસાય[ફેરફાર કરો]

ભાષાસાહિત્યભવન[હંમેશ માટે મૃત કડી], જ્યાં હરિવલ્લભ ભાયાણી પ્રાધ્યાપક રહ્યા હતા

૧૯૪૫થી ૧૯૬૫ સુધી ભારતીય વિદ્યા ભવનમાં તેઓ સંશોધક–અધ્યાપક રહ્યા હતા. ૧૯૬૫થી ૧૯૭૫ પર્યંત ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવન સાથે સંલગ્ન હતા. ૧૯૭૫માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, અમદાવાદમાં માનદ પ્રાધ્યાપક હતા. ૧૯૮૦માં તેઓ ઈન્ટરનેશનલ સ્કૂલ ઑવ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સ, ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રોફેસર રહ્યા હતા.

સર્જન[ફેરફાર કરો]

 • શબ્દકથા (૧૯૬૩)
 • અનુશીલનો (૧૯૬૫)
 • શોધ અને અને સ્વાધ્યાય (૧૯૬૫)
 • અનુસંધાન (૧૯૭૨)
 • શબ્દ-પરિશીલન (૧૯૭૩)
 • વ્યુત્પત્તિવિકાર (૧૯૭૫)
 • કાવ્યનું સંવેદન' (૧૯૭૬)
 • ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ (૧૯૭૬)
 • ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ, ૧. ૧૧૫૦ થી ૧૫૫૦ સુધી (૧૯૮૮)
 • ભાવના, વિભાવના (૧૯૯૧)
 • કમળના તંતુ (૧૯૯૪) - પ્રાચીન કથાઓનું આસ્વાદ્ય વાર્તા સ્વરૂપ.
 • શોધ ઔર સ્વાધ્યાય (૧૯૯૬)
 • મુક્તક-મમરા (૧૯૯૮)
 • તે હી નો દિવસ (૧૯૯૮) - આત્મકથા.
 • સેતુબંધ (૨૦૦૨)

અંગ્રેજી[ફેરફાર કરો]

 • Studies in Hemacandra's Deśināmamālā (૧૯૬૬)
 • Thodoka vyākaraṇa vicāra (૧૯૬૯)
 • Racanā ane samracanā (૧૯૮૦)
 • Videharāja ane camatkārī (૧૯૮૨)
 • Kāvyavyāpāra (૧૯૮૨)
 • Prācīna-madhyakālīna Kr̥shṇa-kāvya ane Narasiṃha-svādhyāya (૧૯૮૬)
 • Kāvyakautuka (૧૯૮૭)
 • Studies in Deśya Prakrit (૧૯૮૮)
 • Apabhramśa language and literature (૧૯૮૯)
 • Kāvyaprapañca (૧૯૮૯)
 • Lokakathānāṃ mūla ane kula (૧૯૯૦)
 • Lokasāhitya, sampādana ane saṃśodhana (૧૯૯૧)
 • Indological studies (૧૯૯૩)
 • Gujarātī bhāshāno laghu vyutpattikośa (૧૯૯૪)
 • Bhāratīya sanskāraparamparā ane āpano vartamāna (૧૯૯૪)
 • Śabdaprayogonī pagadandi par (૧૯૯૪)
 • Rāüla vela of Roḍa (૧૯૯૬)
 • Śodhakhoḷanī pagadandḍī para (૧૯૯૭)
 • Some topics in the development of OIA, MIA, NIA (૧૯૯૭)

પુરસ્કારો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Jani, Balwant. Eng Hem Chandra Barua. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૧–૩. ISBN 978-81-260-2024-9. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૭.
 2. Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ ૩૧૨-૩૧૪. ISBN 978-93-5108-247-7.
 3. "Untitled". The Times of India. Ahmedabad. 5 April 1995. પૃષ્ઠ 3.