લખાણ પર જાઓ

ચર્ચા:દક્ષિણામૂર્તિ (સંસ્થા)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્ટબ ટેગ હટાવવા વિનંતિ

[ફેરફાર કરો]

પ્રબંધક શ્રીઓને જત જણાવવાનું કે હવે લેખ થોડો મોટો થયો હોવાથી જો સ્ટબના માપદંડની બહાર આવ્યો હોય એવું લાગે તો સ્ટબ ટેગ હટાવવા વિનંતિ. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૨૨:૧૫, ૨૭ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

શ્રી દક્ષિણામૂર્તિ કે દક્ષિણામૂર્તિ??

[ફેરફાર કરો]

મારા મતે આ સંસ્થાના નામમાં શ્રી એ અંગ્રેજીના honorific તરીકે ન હોતા નામના ભાગ રુપે છે માટે લેખનું નામ શ્રી દક્ષિણામુર્તિ સંસ્થા હોવું જોઈએ. કેમકે દક્ષિણામૂર્તિ એ તો શિવનું એક નામ છે, એટલે જો આ લેખ શિવ વિષે હોય તો એમાં શ્રી દક્ષિણામૂર્તિને બદલે ફક્ત દક્ષિણામૂર્તિ શીર્ષક હોય તો તે યોગ્ય ગણાય પરંતુ સંસ્થાનું નામ જો શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થા એમ હોય તો આપણું પાનું પણ એ જ નામે હોવું જોઈએ. જેમ આઇઆઇએમના લેખમાં ભારતીય પ્રબંધન (સંસ્થાન) એમ નથી લખતા કેમ કે Indian Institute of Managementમાં Institute એ નામનો ભાગ છે માટે ભારતીય પ્રબંધન સંસ્થાન એમ આખેઆખું કૌંસ વગર લખીએ છીએ તેમ આ સંસ્થાના નામમાં પણ જો સંસ્થા શબ્દ આવેલો હોય તો તેને પણ કૌંસમાં ન રાખવો જોઈએ.

જેમ શ્રીહરિકોટા વિષે લેખ બનાવીએ તો તેમાંથી શ્રી કાઢી નાખી ને હરિકોટા નામે લેખ ન બનાવી શકીએ તે જ રીતે આ નામમાંથી પણ શ્રી ન કાઢવું જોઈએ એવું મારું માનવું છે. જો મારી એ નામ વિષે ગેરસમજ હોય અને સંસ્થાનું નામ ફક્ત દક્ષિણામૂર્તિ જ હોય તો આ વિનંતિને અવગણવી. ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૦, ૨૧ જૂન ૨૦૨૪ (IST)[ઉત્તર]