શ્રી દક્ષિણામૂર્તિ (સંસ્થા)
શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગરમાં આવેલી શિક્ષણ સંસ્થા છે.
તેની સ્થાપના મહારાજા ભાવસિંહજી ગોહીલના સમય દરમ્યાન તખ્તસિંહજી ધર્મશાળાના મકાનના બે રૂમમાં ઈ.સ. ૧૯૧૦ ના વર્ષમાં શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી. ઇ.સ. ૧૯૧૫ની સાલમાં નાનાભાઈએ જમીન ખરીદી અને એ સાથે સંસ્થા પોતાના મકાનમાં કામ કરતી શરુ થઈ. [૧]. સમય જતા એમની સાથે ૧૩ નવેમ્બર ૧૯૧૬[૨] ના દિવસે ગિજુભાઈ બધેકા અને એ પછી ઓગષ્ટ ૧૯૧૯ દરમ્યાન હરભાઈ ત્રિવેદી પણ જોડાયા.
પેટા સંસ્થાઓ
[ફેરફાર કરો]શ્રી દક્ષિણામૂર્તિ બાલ મંદિર - પુર્વ-પ્રાથમિક શાળા
[ફેરફાર કરો]શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરની શરૂવાત શ્રી તખ્તસિંહજી ધર્મશાળાના મકાનના બે રૂમમાં ઈ.સ. ૧૯૧૦ ના વર્ષમાં થયેલી. દસ વર્ષ પછી ઇ.સ. ૧૯૨૦ (વિક્રમ સંવત ૧૯૫૭માં) ફાગણ સુદ આઠમ ને ગુરુવારે રમાબેન પટ્ટણીની હાજરીમાં બાલ-મંદિરના બાળકો દ્વારા હાલના સ્થળે ચાલતા બાલમંદિરનું ખાત મુહુર્ત થયુ હતું અને ઇ.સ. ૧૯૨૧ (વિક્રમ સંવત ૧૯૫૮માં) વૈશાખ સુદ આઠમને ગુરુવારે બાલ-મંદિરને ખુલ્લુ મુકવાની વિધિ કસ્તુરબા ગાંધીના હસ્તે કરવામાં આવેલ.
શ્રી દક્ષિણામૂર્તિ બાલ મંદિરની કેટલીક છબી | ||||
---|---|---|---|---|
મુખ્ય દરવાજો અને મકાન | ||||
વર્ગખંડો | ||||
વર્ગખંડોની વચ્ચે આવેલ ખુલ્લા આકાશવાળું પ્રાંગણ |
શ્રી દક્ષિણામૂર્તિ કુમાર મંદિર
[ફેરફાર કરો]શ્રી દક્ષિણામૂર્તિ કુમાર મંદિર એક પ્રાથમિક શાળા છે.
શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર
[ફેરફાર કરો]શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર એક માધ્યમિક શાળા છે જેની સ્થાપના ઈ.સ. ૧૯૭૩માં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના એક નાનકડા એકમ તરીકે કરવામાં આવી હતી. ૧૯૭૬માં શ્રી દીપકભાઈ પ્ર. મેહતાની નિમણુક શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આચાર્ય પદે કરવામાં આવી અને શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિરની શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના એક નાનકડા એકમને બદલે એક અલગ પેટા સંસ્થા તરીકેની ઓળખ કાયમ થઈ.
ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન
[ફેરફાર કરો]ઈ.સ. ૨૦૦૭માં થોડા વિદ્યાર્થીઓના પ્રયત્નથી એક વિદ્યાર્થી સંગઠન અસ્તિત્વમાં આવ્યું અને એ પછી એ સંગઠનની એક બેઠક મળી. ત્યાર બાદ વધુને વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ સંગઠનની સાથે જોડાતા રહ્યા છે. પોતાની સંસ્થાનું નામ સંસ્થાના સુવર્ણકાળ જેટલું ફરી ગાજતું થાય એ આશયથી ૧૭ એપ્રિલ ૨૦૧૧ના દિવસે સાંજે ૫ વાગ્યે ૧૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ "શતાબ્દિ મહોત્સવ" નિમિત્તે ભેગા થઈ સંસ્થાનું નામ ફરી રોશન કરવા કૃતસંકલ્પી થયા. એ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ ઊપસ્થીત રહ્યા હતા.[૩]
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર સંસ્થાની અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૪-૦૧-૦૪ ના રોજ વેબેક મશિન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ નાનાભાઈ ભટ્ટની આત્મકથા ઘડતર અને ચણતર
- ↑ "દિવ્યભાષ્કર દૈનીકની ભાવનગર આવૃત્તિમાં "ઇતિહાસ" મથાળા નીચે છપાયેલો લેખ" (PDF). દિવ્યભાષ્કર. ૩ ઓગષ્ટ ૨૦૧૫. મૂળ (PDF) માંથી 3-August-2015 પર સંગ્રહિત. મેળવેલ ૩ ઓગષ્ટ ૨૦૧૫. Check date values in:
|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના વિદ્યાર્થી સંમેલન માં શ્રી મોદીની હાજરી વિષેના "સંદેશ" વર્તમાનપત્રમાં આવેલા સમાચાર
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |